SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1168
Loading...
Download File
Download File
Page Text
________________ કલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૮૯ કહેવાને ભાવાર્થ એ છે કે તનુવાત અને ઘનવાતરૂપ વાયુને આધાર આકાશ છે, કેમકે તે વાયુ અવકાશાંતરની ઉપર રહેલું છે. આકાશ તે પિતે સ્વપ્રતિષ્ઠિત છે–તે પિતાના આધારે જ રહેલું છે તેને બીજે કઈ આધાર નથી એટલે એ કેને આધારે રહેલું છે એ પ્રશ્ન માટે અવકાશ જ રહેતો નથી. ઘનેકધિ વાતને આધારે રહે છે, કારણ કે એ ઘનવાત અને તનવાત ઉપર રહેલે છે. “રત્ન પ્રભા” વગેરે સાત પૃથ્વીઓ ઘને દધિને આધારે રહેલી છે, કારણ કે એ પૃથ્વીઓ ઘોદધિની ઉપર રહેલી છે. “ઈષતામ્ભારા' નામની આઠમી પૃથ્વી તે ઘોદધિને આધારે રહેલી નથી, કિન્તુ તે આકાશને જ આધારે રહેલી છે. ત્રસ અને સ્થાવર છે પૃથ્વીને આધારે રહેલા છે. આ કથન પ્રાયિક જાણવું; કેમકે કેટલાક છે પૃથ્વી સિવાયના આકાશ, પર્વત અને વિમાનને આધારે પણ રહેલા છે. શરીરાદિ પુદ્ગલરૂપ અજી જીવને આધારે રહેલા છે, કેમક તેઓ જીવમાં સ્થિત છે. જો કર્મને આધારે રહેલા છે, કારણ કે સંસારી જીનો આધાર અનદય અવસ્થામાં રહેલા કર્મપુદગલના સમૂહ ઉપર છે. કેટલાકનું કહેવું એમ છે કે જીવે કમીને આધારે રહેલા છે એટલે જીવો નારકાદિ ભાવે રહેલા છે. અજીને એ સંઘરેલા છે, કેમકે મનના અને ભાષાદિના પુદગલેને એ સંઘરેલા છે. જે જેનું સંગ્રાહ્ય હોય છે તે તેનું આધેય પણ છે. જેમકે પૂડલા વડે તેલ સંગ્રહાય છે તો તે તેલ સંગ્રાહ્ય પણ છે અને આધેય પણ છે તેમ સજીવો છોને આધારે રહેલા છે અને અને જીવોએ સંઘરેલા છે એ સંબંધમાં ઘટાવી લેવું. જીવને કર્મોએ સંઘરેલા છે, કેમકે સંસારી જી ઉદય પ્રાપ્ત કર્મને વશ છે. વળી જે જેને વશ હેય તે તેમાં રહેલું છે. જેમકે ઘટના રૂપાદિ ગુણે ઘટને વશ છે; વારતે તે તેમાં રહેલા જ છે. એ પ્રમાણે અહીં પણ આધાર-આધેયભાવ સમજ. બધિ -દુલભ-ભાવનાનું લક્ષણ अनादिसंसारेऽनन्तशः परिवर्तमानस्य विविधदुःखाभिहतस्य मिथ्यादर्शनादिना प्रतिहतमतेः सम्यग्दर्शनादिविशुद्धो बोधिदुर्लभो भवतीति चिन्तनानुरूपत्वम् , पुण्यानुभावेन मनुष्यादिशुभगतिप्राप्तावपि तत्त्वार्थश्रद्धानस्वरूपबोधिरत्नं दुर्लभं भवतीति चिन्तनानुरूपत्वं वा बोधि. કુર્રમમાવનાવા ઢક્ષણમ્ (ઘ૭૨) અર્થાત અનાદિ સંસારમાં અનંત વાર પરિભ્રમણ કરનારા, વિવિધ દુઃખથી ગ્રસ્ત બનનારા તેમજ મિથ્યાદર્શનાદિથી અલિત થયેલી મતિવાળા જીવને સમ્યગદર્શનરૂપ વિશુદ્ધ બોધિને લાભ અતિશય દુર્લભ છે એમ ચિન્તન કરવું તે “ધિ-દુર્લભ-ભાવના છે. અથવા તે પુણ્યના વિપાકરૂપે મનુષ્યાદિ શુભ ગતિ પ્રાપ્ત કરવા છતાં તત્વાર્થને વિષે શ્રદ્ધારૂપ બોધિરત્નની પ્રાપ્તિ થવી મકેલ છે એવી ભાવના ભાવવી તે “ધિ-દુલભ-ભાવના છે. ૧ ભગવતીસૂત્રમાં પૃથ્વીઓ ધનાધને આધારે રહેલી છે એવો જે ઉલ્લેખ છે તે ઔપચારિક સમજવો-પાયિક જાણવો એમ ટીકાકારે સૂચવ્યું છે. 187 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy