SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૬ સંવર-અધિકાર [ પંચમ માનસિક, વાચિક અને કાયિક વ્યાપારરૂપ શુભ અશુભ કર્મનું જે દ્વારા આગમન થાય છે તે આસવ છે એ વાત આપણે પૂર્વે અર્થાત ૭૪૦માં પૃષ્ઠમાં વિચારી ગયા છીએ. આશ્રવ-ભાવનાનું લક્ષણ એ છે કે– श्रोत्रादीन्द्रियविषयप्रसक्तहरिणादिवद् विनिपातमपि गच्छतीति चिन्तनानुरूपत्वं कायिकादियोगादिभ्यः शुभाशुभकर्मागमनानुचिन्तनरूपत्वं वा आश्रवभावनाया लक्षणम् । (६६८) અર્થાત કાન વગેરે ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થનાર હરિ વગેરે જેમ દુઃખના ભાજન બને છે તેમ જીવ પણ વિષયમાં લપટાતાં દુઃખી થાય છે એવી ભાવના ભાવવી તે “આશ્રવ-ભાવના ” છે. અથવા તે કાયિકાદિ ભેગાદિ દ્વારા શુભાશુભ કર્મનું આગમન થાય છે એ વિચાર કરો તે આશ્રવ-ભાવના ” છે. સંવર-ભાવનાનું લક્ષણ महाव्रतपरिपाल नसाहाय्यीभूतगुप्त्यादीनां मूलोत्तरगुणवचिन्तनानुरूपत्वम, यद्यदुणयकर्तृको यो य आश्रवनिरोधस्तत्तदुपायानुचिन्तनरूपत्वं वा संवरभावनाया लक्षणम् । (६६९) અથત મહાવ્રત પાળવામાં સહાયક મુર્તિ વગેરેનું, મૂળ અને ઉત્તર ગુણની માફક ચિંતન કરવું તે “સંવર-ભાવના છે. અથવા તે જે જે ઉપાય દ્વારા જે જે આશ્રવને નિરોધ થાય તેમ હોય તે તે ઉપાયનું ચિંતન કરવું તે “સંવર-ભાવના છે. આશ્રવના નિધના ઉપાય ક્રોધને ક્ષમા વડે, માનને મૃદુતા વડે, માયાને સરળતા વડે અને લેભાને સંતોષ વડે નિધિ કરાય છે. વિષયોને અખંડિત સંયમ વડે રોકી શકાય છે. ત્રણ ગુપ્તિઓ વડે યોગને, અપ્રમાદ વડે પ્રમાદને, સાવધ વ્યાપારના ત્યાગ દ્વારા અવિરતિને, સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને તેમજ શુભ અને સ્થિર મન વડે આત્ત અને રૌદ્ર ધ્યાને રોકી શકાય છે. નિર્જરા–ભાવનાનું લક્ષણ आत्मप्रदेशानुभूतरसकर्मपुद्गलानां परिशाटनानुकूलचिन्तनरूपत्वम्, संसार बीजीभूतानां कर्मणामुपायात् स्वतो वा फलवत् पाकानुचिन्तनरूपत्वं निर्जराया लक्षणम् । (६७०) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy