________________
ઉલ્લાસ ]
આ ત દર્શીન દીપિકા.
૧૦૨૫
અર્થાત્ જન્મ, જરા, મરણુ વગેરેનાં કષ્ટો જીવને પેાતાને એકલાને જ ભેગવવાં પડે છે એવુ' ચિંતન તે ‘ એકત્વ-ભાવના ' છે. અથવા તેા હું એકલા જ છુ, મારે કોઇ સ્વજન કે પરજન નથી, હું... એકલા જ જન્મ્યા છું અને એકલા જ મરવાના છું એ પ્રકારની ભાવના તે ‘ એકત્વભાવના ' છે.
અન્યત્વ-ભાવનાનું લક્ષણ—
शरीरादिभ्योऽपि आत्मनो भेदानुचिन्तनरूपत्वम्, अन्योऽहं अन्यच्छरीरमिति शरीरात्मनोर्भेदानुचिन्तनरूपत्वं वाऽन्यत्वभावनाया लक्षનમ્ । ( 66 )
અર્થાત્ શરીર વગેરેથી આત્મા ભિન્ન છે એવુ' ચિતન તે ‘અન્યત્વ-ભાવના’ છે. અથવા હુ' અન્ય છું અને મારૂ શરીર અન્ય છે એમ આત્મા અને શરીરની ભિન્નતાના વિચાર કરવા તે ‘ અન્યત્ર
ભાવના’ છે.
અશુચિ-ભાવનાનું લક્ષણ—
आयुत्तर कारणाशुचित्वाशुचिभाजनत्वाशुचि परिणामपाकानुबन्ध स्वरूपाशुचित्वादिरूपं खलु शरीरमिति चिन्तनानुरूपत्वमशुचिभावनाયા ક્ષનમ્ । ( F૭ )
અર્થાત શરીરનાં મૂળ તેમજ ઉત્તર કારણેા અશુચિ હાવાથી, વળી શરીર ( જાતે ) અશુચિનુ ભાજન હૈાવાથી તેમજ પાકના અનુબંધને લીધે અશુચિતાદિરૂપ હેાવાથી શરોર અશુચિ છે એવું ચિંતન તે · અશુચિ-ભાવના ’ છે.
6
.
કહેવાની મતલબ એ છે કે શરીરનાં આદ્ય કારણ શુક્ર અને શાન્નુિત છે અને એ તે અત્યન્ત અશુચિરૂપ છે. વળી કવલ-અ.હારાદિ લેવાતાની સાથે જ એ આહારાદિ પ્રાય: શ્લેષ્મમય બની જાય છે. અને શ્લેષ્મથી દ્રવીભૂત બનેલા આહાર અતિશય અશુચિ છે. ત્યારબાદ પિત્તાશયને પ્રાપ્ત કરીને પચતા આહાર ખાટા અને છે. પછીથી વાયુથી વિભક્ત બની તે અલગ રસરૂપ અને ખલરૂપ બને છે; અને ખલ તે મલ હાઇ અશુચિ છે. આ પ્રમાણે ઉત્તર કારણેા અશુચિ હોવાથી શરીર પણ અશુચિ જ છે. કાન, નાક ઇત્યાદિ ખરેખર અશુચિના ભાજન છે. કલલ-અવસ્થા, અબુદ–અવસ્થા, પેશીની અવસ્થા, ઘન-અવસ્થા, શરીરના અવયવની અવસ્થા, સપૂર્ણ ગર્ભ – -અવસ્થા, માળપણુ, જુવાની વગેરે દ્વારા ઉત્પન્ન થયેલ અશુભ પરિણામ તેમજ મલાદિથી ઉત્પન્ન થયેલ અશુભ પરિણામ પણ અશુચિ હાવાથી શરીર અશુચિ જ છે. વળી શરીર જ્યારે પાકી જાય છે ત્યારે તે અતિશય દુગ ધી સ્વભાવવાળું માલૂમ પડે છે, તેથી શરીર અશુચિરૂપ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org