SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. ૧૮૩ આ પ્રમાણે દશવિધ ધર્મનું સ્વરૂપ વિચારાયું. હવે ભાવનાનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેમાં ભાવનાનું લક્ષણ એ છે કે – सम्यग्ज्ञानपूर्वकपदार्थपरिचिन्तनरूपत्वं भावनाया लक्षणम् । (६६१) અર્થાત યથાર્થ જ્ઞાન પૂર્વક પદાર્થનું વારંવાર ચિન્તન કરવું તે “ભાવના છે. કહેવાનો મતલબ એ છે કે રાગ-દ્વેષ જેવી અનિટ વૃત્તિઓને અટકાવનારું ઊંડું અને તાત્વિક ચિંતન તે “ભાવના છે, આ દ્વારા કર્મબંધ થતું અટકે છે, વાસ્તે એને સંવરના ઉપાય તરીકે ગણાવાય છે. જે વિશ્વના ચિંતનથી જીવનશુદ્ધિ વિશેષતઃ થવાનો સંભવ રહે છે એવા બાર વિષયોને પસંદ કરવામાં આવ્યા છે અને આ પ્રત્યેકને “ભાવના' કહેવામાં આવે છે. આ ઉપરથી સમજાશે કે ભાવનાના બાર પ્રકારે પડે છેઃ (૧) અનિત્ય ભાવના, (૨) અશરણું ભાવના, (૩) સંસાર-ભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વ-ભાવના, (૬) અશુચિત્વ-ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવરભાવના, (૯) નિજ રા–ભાવના, ( ૧૦ ) લેક-ભાવના, (૧૧) બાધિદર્લભ-ભાવના અને (૧૨) ધર્મભાવના. અનિત્ય ભાવનાનું લક્ષણ बाह्याभ्यन्तर द्रव्याणां सर्वसंयोगानां च विशरारुतानुचिन्तनरूपत्वम् , बाह्याभ्यन्तरद्रव्यवियोगे सति जातं यच्छारीरिकमानसिकदुःखं तन्मा भूदित्यनागतमेव चिन्तनरूपत्वम् , सर्वसंयोगेषु विनश्वरभावानुचिन्तनપર્વ વાડનિયમાવનાથા ઋક્ષણમ્ I (હ૬૨) અર્થાત્ બાહ્ય અને આંતરિક પદાર્થોના તેમજ સર્વ સંગેના વિનાશાત્મક સ્વરૂપનું ચિંતન કરવું તે “અનિત્ય ભાવના છે. અથવા બાહ્ય અને આત્યંતર પદાર્થને વિયાગ થતાં જે શારીરિક કે માનસિક દુખ થાય છે તે ન થાઓ એમ પહેલેથી જ વિચારવું. વસ્તુમાત્રમાંથી આ સક્તિ ઓછી કરી, પ્રત્યેક વસ્તુ અને તેના સંબંધને અસ્થિર માનવાં તે “અનિત્ય ભાવના છે. અન્ય શબ્દોમાં કહીએ તો સર્વ સંયોગને વિષે વિનશ્વરતા ચિંતવવી તે “અનિત્ય ભાવના” છે. અશરણ-ભાવનાનું સ્વરૂપ वने सिंहाङ्कस्थितमृगशिशुवत् स्वजनादिभ्योऽपि त्राणाभावानुचिन्तनरूपत्वम् , क्षुधितसिहपराभूतमृगशिशुवजन्मजरामरणव्याधिग्रस्ते जीवे स्वजनादिभ्योऽपि परित्राणाभावानुचिन्तनरूपत्वम्,जन्मजरामरणव्याधिप्रियवियोगाप्रिय संयोगेप्सितालाभदारिद्यदौर्भाग्यदौमनस्यादिज Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy