SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૨ સંવર-અધિકાર, [ પંચમ કુળમાં નિવાસ કરે તે “બ્રહાચર્યો ” છે. અથવા નવ પ્રકારની પરિશુદ્ધિ પૂર્વક દિવ્ય તેમજ હારિક કામને ત્યાગ કરાય તે “બ્રહ્મચર્ય છે. આના પરિપાલનમાં ખામી ન આવે તે માટે આકર્ષક રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના વમળમાં ન સપડાઈ જવાય તેમજ શરીર-સંસ્કાર વગેરેમાં ન તણાઈ જવાય તે ઉપર પૂર્ણ લક્ષ્ય આપવું આવશ્યક છે. આ પ્રમાણે દશવિધ યતિધર્મનું પ્રકરણ પૂર્ણ થાય છે એટલે પ્રસંગે પાત્ત ભાવના સંબંધી ઉલેખ કરે જઈએ, છતાં તેમ કરવા પૂર્વે આની સાથે કથંચિત સંબંધ ધરાવનાર દશવિધ માનવધર્મ તરફ ઉડતી નજર ફેંકી લઈએ.' મઝિમનિકાયના ૪૧ મા “સાલેક' સુત્તમાં પ્રાણઘાત, અદત્તાદાન અને વ્યભિચાર એમ ત્રણ કાયિક, અસત્ય ભાષણ, ચા, કઠોર ભાષણ અને બડબડાટ એમ ચાર વાચિક અને પદ્રવ્યને લાભ, ક્રોધ અને મિથ્યાદષ્ટિ એમ ત્રણ માનસિક અર્થાત કુલે દશ અકુશલ કર્મપથ ગણાવેલા છે. આ દશથી નિવૃત્ત રહેવું એ દશ કુશળ કર્મ પથ છે. આને શ્રીમાન બુદ્ધ એક સ્થળે માનવ-ધર્મ તરીકે નિર્દેશ કર્યો છે. વૈદિક ધર્મગ્રંથોમાં પણ ઉપર્યુક્ત દશ પાપથી નિવૃત્તિ મેળવવી તેને સામાન્ય માનવ-ધર્મ કહે છે. ન્યાય-દર્શનના દ્વિતીય સૂત્રની વ્યાખ્યા કરતાં તેના ભાગ્યકાર વાસ્યાયને પણ આને જ નિર્દેશ કર્યો છે.' મનુસ્મૃતિ (અ. ૧૨, . ૨-૭)માં પણ આ જ ઉલ્લેખ છે. યાજ્ઞવદ્ય-સ્મૃતિ (અ. ૩) પણ આ જ પ્રકારે નિર્દેશ કરે છે. જયેષ શુક્લ દશમીને “દશહરા” કહેવાનું કારણ સમજાવતાં પણ આ જ પ્રમાણેનાં દશ પાતકે ઉલ્લેખ કરાય છે કે જે બ્રહ્મ, બ્રહ્મવૈવર્ત, રાજમાર્તડ અને ગરુડ એમ ચાર પુરાણમાં નજરે પડે છે. વાલ્મટકૃત અષ્ટાંગહૃદય (અ. ૨, શ્લો. ૨૦-૨૧)માં પણ આ જ દશ પાતકે ગણાવાયા છે. મહાભારતના ઉદ્યોગ પર્વ (અ. ૩૩)માં વિદુર દશવિધ ધર્મ એ મેઘમ ઉલ્લેખ કરે છે, પરંતુ તે ક્યા તેને ત્યાં નિર્દેશ નથી, કિન્તુ કયા દશ પ્રકારના માણસે અધમ કરે છે તેનું સૂચન કરાયું છે. ૧ બ્રહ એટલે ગુરુકુળ અને ચર્યા એટલે વસવું. ગુરુની અધીનતા સેવવા માટે ગુરુકુળમાં નિવાસ તે “ બ્રહ્મચર્ય' છે. અથવા બ્રહ્મ એટલે આત્મીય જ્ઞાનાદિ ગુણો અને એટલે રમણતા. આથી જ્ઞાનાદિ ગુણમાં રમણતા તે પણ “ બ્રહ્મચર્ય ' છે. • ૨ વિષય-વાસના. ૩ મહાભારતના કેટલાક ઉલ્લેખ આની સાથે બહુ અંશે મળતા આવે છે. ૪ વષાની વિશેષ માહિતીના અભિલાષીએ પુરાતત્વ (વ. ૧, અંક ૨ )નાં ૧૮૮માંથી ૧૯૮મા પયતનાં પૃષ્ઠો જેવાં. ધર્મોનું વર્ણન છે. . ૫ જુદી જુદી સંખ્યા દર્શાવનાર નિપાતના સમુદાયરૂપ અંગુત્તરનિકાયના દશકનિપાતમાં દશ - ૬ આના નિષેધરૂપે જ દશ માનવધર્મો ન સૂચવતાં વિધાયક બાજુ પણ એમણે રજુ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy