________________
૧૦૮૦
સંવર–અધિકાર.
[ પંચમ
સત્ય ભાષાનું લક્ષણ
मोक्षमार्गाराधनीयभाषारूपत्वं सत्यभाषाधर्मस्य लक्षणम् । (६५६) અર્થાત એક્ષ-માર્ગની આરાધના કરવામાં અનુકૂળ થઈ પડે એવી ભાષા તે “સત્ય ભાષા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સૂત્ર અને આગમને અનુસરનારા પદાર્થને વિષે પ્રવૃત્તિ કરનારૂં, અર્થિજનના ભાવને ગ્રહણ કરવામાં સમર્થ, પરને અનુગ્રહ કરનારૂં, શંકા રહિત, દેશ અને સમયને ગ્ય, નિરવ, જૈન શાસનને વિષે પ્રશસ્ત તેમજ યાચના, પ્રચ્છના, પ્રત્તર ઈત્યાદિ વિષયક વચન તે
સત્ય” છે. ટૂંકમાં કહીએ તે અહિંસાદિને હિતકારી એવું યથાર્થ વચન તે “સત્ય” છે. વળી લીધેલી શુભ પ્રતિજ્ઞા પાળવી તે પણ “સત્ય” છે.
સત્ય અને ભાષા સમિતિમાં તફાવત–
કોઈ પણ મનુષ્ય સાથે બેલતી વેળા વિવેક અને ઉપગ રાખી વચન ઉચ્ચારવાં તે ૪ ભાષા-સમિતિ” છે, જ્યારે પિતાના સમશીલ સાધુ પુરુષો સાથેના સંભાષણરૂપ વ્યવહારમાં હિતમિત અને યથાર્થ વચનને પ્રયોગ કરે તે સત્ય નામને યતિધર્મ છે.
સંયમનું લક્ષણ
योगनिग्रहरूपत्वम्, ईर्यासमित्यादिषु प्रवर्त्तमानस्यैकेन्द्रियादिप्राणिपीडापरिहाररूपत्वं वा संयमस्य लक्षणम् । (६५७) અર્થાત એગને કાબુમાં રાખવો તે “સંયમ ” છે. એટલે મન, વચન અને કાયાને નિયમમાં રાખવા તે સંયમ છે. અથવા ઈ-સમિતિ વગેરેનું આચરણ યાને પાલન કરનાર એકેન્દ્રિયાદિ અને પીડા ઉપજાવવામાં ભાગ ન લે તે “ સંયમ’ છે.
સંયમના ૧૭ પ્રકારે –
પાંચ સ્થાવરે આશ્રીને અને ચાર પ્રકારના ત્રસ જીવો આશ્રીને સંયમ એમ સંયમના નવ પ્રકારો ઉપરાંત (૧) અપેશ્ય-સંયમ, (૨) અપહૃત્ય-સંયમ, (૩) પ્રેફય-સંયમ, (૪) પ્રમૂજ્ય-સંયમ, (૫) કાય-સંયમ, (૬) વા-સંયમ, (૭) મન-સંયમ અને (૮) ઉપકરણ-સંયમ એમ સંયમના આઠ પ્રકારે છે. આ પ્રમાણે કુલે એના ૧૭ પ્રકારો છે.
સંયમના અન્ય રીતે સૂચવાતા ૧૭ પ્રકારે–
પાંચ ઇન્દ્રિયના નિગ્રહરૂપ સંયમના પાંચ પ્રકારે, પાંચ અગ્રતના પરિત્યાગ પૂર્વકના પાંચ પ્રકારે, ચાર કષાયે ઉપરના વિજયરૂપ ચાર, અને મન, વચન અને કાયાની વિરતિના ત્રણ એમ એકંદર સંયમના ૧૭ પ્રકારે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org