________________
૧૦૭૮ સંવર-અધિકાર
( પંચમ - તવાર્થ-ભાગ્યમાં ક્ષમા કેળવવાના નીચે મુજબ પાંચ પ્રકારે દર્શાવ્યા છે –
(૧) પિતે ક્રોધના નિમિત્તરૂપ છે કે નહિ તેને વિચાર કરીને, (૨) ક્રોધથી ઉભવતા દેશે વિચારીને, (૩) બાલ-વભાવને લક્ષ્યમાં રાખીને, (૪) પિતે કરેલ કર્મનું પરિણામ સમજીને અને (૫) ક્ષમાના ગુણે ચિંતવીને.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે (૧) કેઈ ગુસ્સે થાય ત્યારે તેનાં કારણની તપાસ કરવી. જેમકે સામાને ગુસ્સે થવામાં જે પોતે કારણભૂત જણાય તે એમ વિચારવું કે ભૂલ તે મારી છે, એમાં એ શું જૂઠું કહે છે અને જો તે કારણરૂપ ન હોય તે આ બિચારે અણસમજુ હાઈ મારે દેશ કાઢે છે એમ વિચારવું.
(૨) ક્રોધી બનતાં સ્મૃતિ-બ્રશ થાય છે અને એથી ક્રોધી આવેશમાં આવી સામા સાથે દુશ્મનાવટ બાંધે છે, તેને નુકસાન પહોંચાડે છે કે મારે છે અને એમ કરી પિતાના અહિંસાવતને કલંકિત કરે છે. આ પ્રમાણે ક્રોધથી ઉભવતી અનર્થની આવલિનું અવલોકન કરવું.
(૩) કેઈ પિતાની પાછળ કડવાં શબ્દ કહે તે એમ ચિંતવવું કે અણસમજુ જનેને એ રવભાવ છે. સારું છે કે તે બિચારે મારી સામે આવીને મારી નિંદા કરતો નથી. જે સામે આવી કટુ વચન ઉચ્ચારે તો એમ વિચાર કરે કે હાય, બાલજને આવા જ હોય, એ તો ખાલી કડવાં વચન જ સંભળાવે છે, મારતે નથી એટલે લાભ છે. જે પ્રહાર કરે તે પ્રાણુમુક્ત કરતે નથી એમ વિચારી તેને ઉપકાર માન, અને જો મરણને શરણ બનાવે તે પણ તે ધર્મભ્રષ્ટ કરતા નથી એમ વિચારી આટલે લાભ તે રહે છે એમ ચિંતવી તેની ભાવદયા ભાવવી, પરંતુ ક્રોધ ન જ કર. આ પ્રમાણે વિવેકબળથી ગુસ્સો આવતે અટકાવ.
(૪) કે ગુસ્સો કરે ત્યારે એમ વિચારવું કે આમાં સામે તે નિમિત્ત માત્ર છે, એનું ખરૂં કારણ તે મારા પૂર્વકૃત દુષ્કૃત્ય જ છે અને એનું આ ફળ મારે ભેગવવાનું છે. આ પ્રમાણે પૂર્વકૃત કર્મનું ચિંતન કરી ક્ષમા કેળવવી.
(૫) કઈ ગુસ્સે થવાનું કારણ આપે ત્યારે ગુસ્સે ન થતાં એમ વિચારવું કે ક્ષમા રાખવાથી ચિત્તની સ્વસ્થતા જળવાઈ રહે છે. બદલે લેવામાં કે સામે થવામાં જે શક્તિને દુર્થી થવા સંભવ છે તે થતું અટકે છે અર્થાત એટલી શક્તિ સચવાઈ રહે છે અને તેને સદુપયોગ કરવાને પ્રસંગ મળે છે. આ પ્રમાણે ક્ષમાના ગુણોનું મનન કરી ક્ષમા ધારણ કરવી. મદુતાનું લક્ષણ
यथायोग्यमभ्युत्थानासनदानाबलिप्रग्रहादिलक्षणविनयकरणरूपवे सति अहङ्काराभावरूपत्वम्, मदनिग्रहरूपत्वम्, मानोदयनिमित्तनिरोधकत्वे सति उदितस्य विफलतापादनरूपत्वं वा मार्दवस्य ઋણમા ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org