SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહત દર્શન દીપિકા ૧૦૩૭ ઉત્તમ ગુણેના પ્રકર્ષથી યુક્ત હોય છે. આનું સ્વરૂપ સમજાય તે માટે આ પ્રત્યેકનું લક્ષણ વિચારીશું. તેમાં ક્ષમાનું લક્ષણ નીચે મુજબ છે -- क्रोधोदयनिमित्तनिरोधकत्वे सति उदितक्रोधस्य च विवेकवलेन निष्फलतापादनरूपत्वम्, क्रोधनिग्रहरूपत्वं वा क्षमाया लक्षणम् । (६५२) અર્થાત ધના ઉદયનાં નિમિતેને રોકવા પૂર્વક ઉદયમાં આવેલા ક્રોધને વિવેકરૂપ બળ વડે નિષ્ફળ કરે તે “ક્ષમા ” કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો ક્રોધને નિગ્રહ તે “ક્ષમા” છે. ક્રોધને નિગ્રહ કરવાના પાંચ પ્રકારો ક્રોનિગ્રહ એટલે ક્ષમા અને કષ્ટ સહન કરવાની શક્તિ અર્થાત્ સહનશીલતા. આ ક્ષમાના પાંચ પ્રકારે પડે છે. (૧) ઉપકાર-ક્ષમા, (૨) અપકાર-ક્ષમા, (૩) વિપાક-ક્ષમા, (૪) વચન- ક્ષમા અને (૫) ધમ–ક્ષમા. સામા માણસે આપણને નુકસાન પહોંચાડ્યું હોય છતાં પણ પૂર્વે એણે આપણું ઉપર ઉપકાર કર્યો છે એ ધ્યાનમાં રાખી તે નુકસાન વેઠી લેવું તે “ઉપકાર-ક્ષમા ” છે. હું ગુસ્સે થઈશ તે એ મને હેરાન કરશે એવા અભિપ્રાયથી ક્રોધ ન કરે તે “અપકાર-ક્ષમા ” છે. ક્રોધનાં ફળ અતિશય કડવાં ભોગવવાં પડે છે એ લક્ષ્યમાં રાખી કેપ ન કરે તે “વિપાક-ક્ષમા” છે. કેઈનાં કડવાં વચનથી દુભાવું નહિ તેમજ કઈને કડવું વચન કહેવું નહિ તે “વચન-ક્ષમા” છે. સામાને પ્રતીકાર કરવાની શક્તિ હેવા છતાં ક્ષમા એ આત્માને ધમ હાઈ ક્ષમા રાખવી એ મારી ફરજ છે એમ સમજી ક્ષમાં રાખવી તે “ધર્મક્ષમા” છે. વળી સ્થાનાંગ ( સૂ. ૭૧૨ )માં નીચે મુજબને જે ઉલ્લેખ મળી આવે છે તેની પણ નોંધ લેવી દુરસ્ત સમજાય છે – કવિ સમાધm gછે, -વંતી, મુત્તી, કાકા, મ, રાઇ, જે, સંગ, તવે, જિતા (વા), જયારે ! ” [ શકિw: અમાધર્મ: પ્રજાપથા-ક્ષત્તિર્ણજિfથ મા જાઇ રહ્યું संयमस्तपस्त्यागो ब्रह्मचर्यवासः ।] અર્થાત શ્રમણ-ધમ દશ પ્રકારને જાણવો. જેમકે (1) ક્ષમા, (૨) મુક્તિ (નિલભતા), (૩) અજીતા, (૪) મૃદતા, (૫) લઘુતા, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપશ્ચર્યા, (૯) ત્યાગ અને (૫૦) બ્રહ્મચર્યવાસ, ૧ કહેવાની મતલબ એ છે કે ક્ષમા, મૃદુતા વગેરે દશ પ્રકારનો ધર્મ અહિંસાદિ મૂળ ગુણો અને સ્થાન, આહાર વગેરેની શુદ્ધિ ઇત્યાદિ ઉત્તર ગુણોના પ્રકર્ષથી યુક્ત હોય ત્યારે એ યતિધર્મ બને છે; નહિ તે નહિ, એટલે કે અહિંસાદિ મૂળ ગુણના કે તેના ઉત્તર ગુણના પ્રકષ વિનાના ક્ષમાદિ ધર્મો તો સામાન્ય ધર્મ ગણાય; એને યતિધર્મ તરીકે ન ઓળખાવી શકાય. ૨ આનું એક લક્ષણ ૭૮૭મા પૃષ્ઠમાં વિચારાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy