SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૭૩ બધાની સાથે મિશ્રિત શબ્દ જોડતાં જે દશભેદે થાય છે તે સત્યામૃષા ભાષાના દશ પ્રકારે છે. તેમાં કઈ પણ નગરમાં જેટલાં છોકરાં જમ્યાં હોય તેટલાં ન કહેતાં ઓછાં વત્તાં જમ્યાં છે એવું કથન કરવું તે “ઉત્પન્નમિશ્રિતા ” નામને પ્રથમ પ્રકાર છે એ પ્રમાણે કઈ ગામમાં પચીસ મરી ગયા હોય તે દશ કે પચાસ મરી ગયાનું કહેવું તે “વિગતમિશ્રિતા' છે. જન્મ અને મરણ બંનેની વાત કરતાં વિસંવાદી વચન ઉચ્ચારવું તે “ ઉત્પન્ન વિગત મિશ્રિતા” છે. ઘણી કીડીઓ જીવતી હોય અને થી મરી ગઈ હોય ત્યારે આ બધી કીડીઓ જીવતી છે એમ કહેવું તે “જીવમિશ્રિતા” છે. ઘણી કીડીઓ મરી ગઈ હોય અને થે જીવતી હોય ત્યારે આ બધી મરી ગઈ છે એમ કહેવું તે “ અજીવમિશ્રિતા છે. આ કથનમાં આટલી જીવે છે અને આટલી મરી ગઈ છે એવી સંખ્યા દર્શાવતાં વિસંવાદી ઉલ્લેખ કરે તે “જીવ જીવમિશ્રિતા છે. બટાકા, કાંદા વગેરે અનંતકાયનો ઢગલે પડડ્યો હોય અને તેમાં તુરીઆ, ભીંડા વગેરે કઈક પ્રત્યેક વનસ્પતિકાય હોય ત્યારે આ બધે અનંતકાયને સમૂહ છે એમ કહેવું તે “અનંતમિશ્રિતા છે. પ્રત્યેક વનસપતિકાયના સમહમાં કઈક અનંતકાય હોય તેમ છતાં આ બધા પ્રત્યેક વનસ્પતિકાયને જ સમદાય છે એમ કહેવું તે “ પ્રત્યેકમિશ્રિતા” છે. દિવસ હોય છતાં ઊઠ, રાત પડી ગઈ છે એમ કહેવું અથવા રાત હોય અને છતાં દિવસ ઉગ્યો છે એમ કહેવું તે “ અદ્ધામિશ્રિતા” છે. સવાર હોય છતાં બમ્પર થઈ છે ઈત્યાદિ કહેવું તે “અદ્ધાદ્વામિશ્રિતા” છે. અસત્યામૃષા ભાષાના બાર – આ ભાષા સત્યા, મૃષા કે સત્યામૃષારૂપ નથી. વળી એને વ્યવહાર જ હેતુ છે. (૧) આમંત્રણ, (૨) આજ્ઞાપની, (૩) યાચની, (૪) પ્રચ્છની, (૫) પ્રજ્ઞાપની, (૬) પ્રત્યાખ્યાની. (૭) ઇચ્છાનુલેમા, (૮) અનભિગ્રહીતા, (૯) અભિગૃહીતા, (૧૦) સંશયકરણી, (૧૧) વ્યાકત અને (૧૨) અવ્યાકૃત એમ એના બાર પ્રકારો છે. તેમાં છે વિબોધ એમ સંબોધન કરવું તે પ્રથમ પ્રકાર છે. તું આ કામ કર એમ આજ્ઞા કરવી તે બીજે પ્રકાર છે. કેઈ પાસે તું મને અમુક ચીજ આપ એમ માગવું તે ત્રીજો પ્રકાર છે. કોઈ અર્થને વિષે સમજ ન પડે અથવા તે શંકા રહેતી હોય તે તજજ્ઞ પાસે તેને ખુલાસે પૂછ તે ચેક પ્રકાર છે. શિષ્યને ઉપદેશ આપે કે હિંસા કરવી નહિ ઈત્યાદિ તે પાંચમો પ્રકાર છે. માગનારાને ના કહેવી તે છ પ્રકાર છે. કેઈ કંઈક કાર્ય આરંભ કરતાં કોઈને પૂછે અને તે કહે કે એ કામ કરે, મારી અનુમોદના છે તે સાતમ પ્રકાર છે. બહુ કાર્યો કરવાનાં હોય ત્યારે કઈ કઈને પૂછે કે આ કરૂં તે તે કહે કે તને સૂઝ પડે તે કર તે આઠમે પ્રકાર છે. અત્યારે આ કરવું જોઈએ ઈત્યાદિ કથન તે નવા પ્રકાર છે. જેના અનેક અર્થો થતા હોય તેવા શબ્દનો પ્રયોગ કરે તે દશમે પ્રકાર છે. જેને અર્થ સ્પષ્ટ હોય તેવું બોલવું તે અગ્યારમે પ્રકાર છે. અતિશય ગહન અર્થવાળું કે અવ્યક્ત અક્ષરવાળું કથન તે બારમે પ્રકાર છે. ૧ જેમકે સિંધવ લાવ એમ કહેવું. આ સિંધવના લવણ, ઘેડ વગેરે અર્થો થાય છે તે લાવનારે શું લાવવું તેને તેણે નિશ્ચય કરો બાકી રહે છે. 186 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy