SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૨ સંવર-અધિકાર, [ પંચમ વિવક્ષા અનુસાર સત્યા તે “લેક-સત્યા છે. જેમકે પર્વત બળે છે, ગોળી ગળે છે. કન્યા અનુદરા છે ઈત્યાદિ. ભાવથી સત્યા તે “ભાવ-સત્યા”. જે વર્ણાદિ ભાવ જે વસ્તુમાં ઉત્કટ હાય તે વસ્તુને તે જ ઉત્કટ વર્ણાદિપે વર્ણવવી. જેમકે બગલામાં પાંચ વર્ણો હોવા છતાં તેમાં રહેલ શુકલતાની ઉત્કટતાને ધ્યાનમાં લઈને તેને સફેદ વર્ણને કહે. એગથી યાને સંબંધથી સત્ય તે “યોગ-સત્યા ” છે. જેમકે એક માણસ રોજ દંડ લઈને ફરતે હોય અને કોઈ દહાડો તેની પાસે દંડ ન હોય તે પણ તેને દં કહો. અથવા અધ્યાપનકાળે જે અધ્યાપક કહેવાવા ગ્ય હોય તેને અધ્યાપન-કાળમાં પણ અધ્યાપક તરીકે સંબોધ, ઉપમા વડે સત્યા તે “પમ્ય-સત્યા' છે. જેમકે તળાવ સમુદ્ર જેવું છે એમ કહેવું તે. મૃષા ભાષાના દશ પ્રકારે (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લેજ, (૫) પ્રીતિ, (૬) વેષ, (૭) હાસ્ય, (૮) જય, (૯) આખ્યાયિકા અને (૧૦) ઉપઘાત એ દશથી નિસ્તૃત (નીકળેલી) ભાષા તે દશ જાતની મૃષા ભાષા સમજવી. જેમકે ક્રોધને વશ થયેલા માણસની ભાષા. આ મલિન આવેશમાં પણ ઘણાક્ષર ન્યાયે કદાચ કંઈક સારું હોય તે પણ તે અસત્યજ છે, કેમકે આ માણસનો આશય દુષ્ટ છે. અથવા ક્રોધમાં આવેલા ગુરુ પિતાના શિષ્યને કહી દે કે તું મારો શિષ્ય નથી તો એ ક્રોધનિઃસતા મૃષા ભાષા છે. પહેલાં જે ઋદ્ધિ ન ભેગવી હોય તે ભોગવી છે એવી ખોટી ફાસ મારવી તે માનનિઃસતા મૃષા ભાષા સમજવી. કપટ પૂર્વક જે બોલાય તે-પછી તે કોઈ અંશે સાચું ક્યાં ન હોય-એ તમામ માયાનિતા મૃષા ભાષા છે. વ્યાપારી માલ વેચવા માટે લેભની ખાતર એમ કહે કે મને પોતાને જ આટલા રૂપિયા બેઠા છે તે તે લેભનિઃસતા મૃષા ભાષા છે. અતિશય પ્રેમને વશ થઈ કેઈ એમ કહે કે હું તારો દાસ છું તે તે પ્રેમનિસતા મૃષા ભાષા છે. દ્વેષને લઈને ગુણવાનને પણ નિર્ગુણ કહે, વિદ્વાનને અભણ કહે ઇત્યાદિ તે ષનિકતા મૃષા ભાષા છે. ઠઠ્ઠા, મશ્કરી, હસવામાં જે બેલાય તે હાસ્યનિઃસતા મૃષા ભાષા છે. ભયને લીધે જૂઠું બેલાય તે સાયનિઃસૂતા મૃષા ભાષા છે. કથાપ્રસંગે અતિશયોક્તિવાળી અને અસંભવિત વાત કહેવાય તે આખ્યાયિકાનિસુતા મૃષા ભાષા છે. ઉપધાતને લઈને તું ચાર છે ઇત્યાદિ બોલાય તે ઉપઘાતનિઃસૃતા મૃષા ભાષા છે. સત્યામૃષા ભાષાના દશ પ્રકારો (૧) ઉત્પન્ન, (૨) વિગત, (૩) ઉત્પન્ન-વિગત, (૪) જીવ, (૫) અજીવ, (૬) છવાજીવ, (૭) અનંત, (૮) પ્રત્યેક, (૯) અદ્ધા (કાળ) અને (૧૦) અદ્ધાદ્ધ એ પરિસ્થિતિમાં અનામિકાની દીર્ઘતા તેમજ હસ્વતા એ તાત્વિક નહિ, કિન્તુ કાલ્પનિક છે તે તે પણ સમચિત નથી; કેમકે વસ્તુના સહકારિવ્યંગ્યરૂપ અને એથી ઇતર ધર્મો છે. તેમાં જે સહકારિવ્યંગ્ય૩૫ ધર્મ છે તેનો સહકારી સાથે સંગ થતાં એ ધર્મનું આપણને ભાન થાય છે. જેમકે જળનો સંગ થતાં પૃથ્વી ગંધવતી છે એવો આપણને બોધ થાય છે. કપૂર વગેરેના સંધની પ્રતીતિ માટે અન્યના સંપર્કની જરૂર રહેતી નથી, કેમકે તેની ગંધ તે કંઇ સહકારિવ્યંગ્યરૂપ ધર્મ નથી. પ્રસ્તુતમાં હસ્વતા અને દીધતા એ સહકારિયંગ્યરૂપ ધર્મો છે, તેથી સહકારીને સદભાવ મળતાં તે પ્રતીત થાય છે, પરંતુ એથી કંઇ એ ધમેં કાલ્પનિક ઠરતા નથી. ૧ કાળને અવાંતર વિભાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy