SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા, ૧૦૦૧ ચાર પ્રકારની ભાષા– સત્યા, મૃષા ( અસત્ય,) સત્યમૃષા અને અસત્યામૃષા એમ ભાષાના ચાર પ્રકારે છે. આ ચારેનું સવિસ્તર વર્ણન દશવૈકાલિક (અ. ૭)ની નિયુક્તિ (ગા. ર૭૩, ર૭૭)ની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકામાં નજરે પડે છે. પ્રસ્તુતમાં આપણે ભાર પૂર્વક એ નિર્દેશ કરીશું કે સત્ય એ સાવદ્ય વચનરૂપ હોય તે તે ન બોલવું. મૂળ અને ઉત્તર ગુણે જ જગતમાં અત્યંત શેભન છે, કેમકે મુક્તિ-પદ મેળવવામાં એ દ્વારા અસાધરણ સહાયતા મળે છે. આ ગુણને હિતકારી અર્થાત તેને નાશ નહિ કરનારી એવી ભાષા તે સત્ય ભાષા છે. અથવા પ્રભુએ પ્રરૂપેલા જીવાદિ પદાર્થોને હિતકારી અર્થાત એ પદાર્થનું યથાર્થ પ્રતિપાદન કરનારી એવી ભાષા સત્યા છે. આનાથી વિપરીત સ્વરૂપવાળી ભાષા તે અસત્યા યાને મૃષા ભાષા છે. અને સ્વરૂપવાળી ભાષા તે સત્યામૃષા છે, અને આ ત્રણે પ્રકારની ભાષાથી જુદી પડતી એવી ભાષા તે અસત્યામૃષા છે. આ ચારેનાં સ્વરૂપ સમજાય તે માટે એ પ્રત્યેકના અવાંતર ક્ષે વિચારીશું. તેમાં સ થી પ્રથમ સત્ય ભાષાના દશ દિશા તરફ નજર કરીશું. જેમકે (૧) જનપદ-સત્યા, (૨) સંમત–સત્યા; (૩) સ્થાપના-સત્યા, (૪) નામસત્યા, (૫) રૂપ-સત્યા, (૬) પ્રતીત્ય-સત્યા, (૭) વ્યવહાર–સત્યા, (૮) ભાવ-સત્યા, (૯) યોગ-સત્ય અને (૧૦) પમ્પ–સત્યા. તેમાં જે દેશમાં જે અર્થમાં અમુક શબ્દ રૂઢ હોય તે જ અર્થમાં દેશાંતરમાં પણ તેને ઉપગ કરે તે “જનપદ-સત્યા” છે. કુમુદ, કુવલય, ઉત્પલ અને તામરસ એ બધાંની ઉત્પત્તિ કાદવમાંથી છે, છતાં પણ એ કોઈને “પંકજ” શબ્દથી વ્યવહાર ન કરતાં ગોપાળ વગેરેને સંમત એવા અરવિન્દ શબ્દને જ આશ્રીને પંકજને વ્યવહાર કરે તે સંમત-સત્યા છે. તે પ્રકારની અંક કે મુદ્રાની રચનાને લક્ષ્મીને જે પ્રયોગ કરાય તે સ્થાપના-સત્યા છે. જેમકે એકડાની આગળ બે મીડાં મૂક્યાં છે સે, ત્રણ મૂકવાં તે હજાર ઇત્યાદિ. આ અંક-વિન્યાસને લક્ષ્મીને સમજવું. મુદ્રા-વિન્યાસ પર તે મૃત્તિકાદિને વિષે આ માસ છે, આ કાર્લાપણ છે ઈત્યાદિ, અથવા તીર્થંકરાદિના વિક૯૫ પૂર્વકનું લેપ્યાદિ કર્મ ઉદાહરણુરૂપ જાણવું. કેવળ નામથી સત્ય તે “નામ-સત્યા છે. જેમકે કેઈનું નામ નેહલતા હોય અને એ તે ધિક્કારની જ મૂર્તિ હાય. અથવા કેઈનું નામ મદન હોય અને તે ભાઇસાહેબ તે કાળા અને કદરૂપા હબસીને પણ હઠાવે તેવા હોય છતાં આ વ્યક્તિઓને સ્નેહલતા, મદન ઈત્યાદિ નામથી સબોધવી તે “નામસત્ય ભાષા છે. રૂપની અપેક્ષાએ સત્ય તે “રૂપ-સત્યા' છે. જેમકે દંભથી દીક્ષા લીધેલ સાધુને-કેવળ વેષથી સાધુને સાધુ કહેવા તે. અપેક્ષા અનુસાર સત્ય તે “પ્રતીત્ય-સત્યા છે. જેમકે અનામિકા એ કનિકાની અપેક્ષાએ લાંબી આગળી છે, પરંતુ મધ્યમિકાની અપેક્ષાએ તે એ નાની છે. લૌકિક ૧ આ પ્રમાણે અનામિકાને મટી પણ કહેવી અને નાની પણ કહેવી એ પરસ્પર વિરોધી કથન છે એમ કોઈ કહે છે તે તેની ભૂલ છે; કેમકે નિમિત્તે ભિન્ન હોય તો કથને ભિન્ન કરાય અને , તેમ થતાં પછી પરસ્પર વિરોધનો સંભવ ક્યાંથી રહે વારૂ? હા, એક જ નિમિત્તને લક્ષ્યમાં રાખીને જદાં જુદાં કથન કરાય તે તે અસંગત સંભવે. વળી કેાઈ આથી એમ માનવા લલચાય કે આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy