________________
[ પંચમ
૧૬૮
સંવર–અધિકાર. અર્થાત્ સૂતાં, બેસતાં, (કઈ વસ્તુઓ મૂકતાં, જતાં, આવતાં વગેરે ક્રિયાઓમાં શરીરની ચેષ્ટાને કાબુમાં રાખવી તે “કાય-ગુપ્તિ” છે.
આ પ્રમાણે જેકે ત્રિવિધ ગુપ્તિનાં લક્ષણેને નિર્દેશ પૂર્ણ થાય છે, પરંતુ એ લક્ષણને વિશેષ વિચાર કરતાં મનગુપ્તિ વગેરેના જે ભેદો જણાય છે તેને ઉલ્લેખ કરે બાકી રહે છે એટલે હવે એ દિશામાં પ્રયાણ કરાય છે. મને ગુપ્તિના ત્રણ પ્રકારે
આ અને રૌદ્ર ધ્યાનાનુબંધી કલ્પનાની જાળને ત્યાગ એ અકુશલનિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની મનગુપ્તિ છે. શાસ્ત્રાનુસારી, પરલેકસાધક, ધર્મધ્યાનાનુબંધી અને માધ્યચ્ચ પરિણામરૂપ ગુપ્તિ એ એને બીજો પ્રકાર છે. એટલે કે ધર્મ અને શુકલ ધ્યાનમાં મનને પરોવવું તે કુશલપ્રવૃત્તિરૂપ બીજા પ્રકારની મને ગુપિત છે. અને કુશલાકુશલ મને વૃત્તિના નિધિ પૂર્વક તમામ યોગના નિરાધની અવસ્થા દરમ્યાનની આત્મરમણતા એ રોગનિરોધરૂપ ત્રીજા પ્રકારની મનેગુપ્તિ છે. વચન-ગુપ્તિના બે પ્રકારે
મુખ, મસ્તક, નયન, હાથ વગેરેની અર્થસૂચક ચેષ્ટારૂપ સંજ્ઞા વગેરેના નિરાધ પૂર્વકનું મૌન તે મીનાવલંબનરૂપ પ્રથમ પ્રકારની વચન-ગુપ્તિ છે. વાચન, પ્રચ્છન તેમજ પ્રશ્નોત્તર વગેરેને વિષે સુખને મુખવસ્ત્રિકાથી આચ્છાદિત કરી વાચાનું નિયંત્રણ કરવું તે વાછનિયમનરૂપ બીજા પ્રકારની વચન-ગુપ્તિ છે. આ બે ભેદ દ્વારા વચન-ગુપ્તિથી સર્વથા વાણુને નિરાધ તેમજ સમગ ભાષણ એ બંને સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. ભાષા સમિતિમાં તે યથાર્થ રીતે વચન-પ્રવૃત્તિ માટે જ અવકાશ છે; એથી વચન-ગુપ્તિ અને ભાષા-સમિતિનું અંતર સ્પષ્ટ થાય છે. કહ્યું
समिओ नियमा गुत्तो गुत्तो समियत्तणम्मि भयणिजो।
कुसलवयमुईरंतो जं वइगुत्तो वि समिओ वि ॥" અર્થાત જે સમિતિથી યુક્ત છે તે નિશ્ચયે ગુપ્તિથી પણ યુક્ત જ છે, પરંતુ જે ગુણિથી યુક્ત છે તે સમિતિથી યુક્ત હોય પણ ખરે અને ન પણ હોય; કેમકે કુશળ વાણુને વદનાર એ વાગૃપ્તિથી યુક્ત હોઈ ભાષાસમિતિથી પણ યુક્ત છે જ.
૧ છાયા
समितो नियमाद गुप्तो गुप्तः समितत्वे भजनीयः । कुशलवाचमुदीरयन् यद् वाग्गुप्तोऽपि समितोऽपि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org