SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1145
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર-અધિકાર. [ પંચમ વળી સંવરના ( ૧ ) સર્વ–સંવર અને (૨) દેશ-સંવર એમ પણ બે પ્રકારો પડે છે.' તેમાં સૂક્ષ્મ અને બાદર એમ બંને જાતના કાયિકાદિ વ્યાપારના નિરોધને “સર્વ–સંવર” જાણ; અને ચારિત્ર–ગ્રહણના સમયથી માંને તે સૂક્ષમ અને બાઇર યોગોને નિરોધ ન કરાય ત્યાં સુધીની અવસ્થા તે દેશ-સંવર” જાણવી. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાયિક વગેરે પ્રકારના ચારિત્રને પાળનારાઓમાં પરિસ્પદપણું–અતિચારતા રહેલ હોવાને લીધે તેમનામાં પ્રધાન સંવરને અભાવ છે, જોકે તેમણે તત્વનું જ્ઞાન મેળવ્યું છે તેમજ સંસાર–સમુદ્ર તરી જવાની તેમની ઈચ્છા છે. આથી કરીને એ વાત સ્પષ્ટ થાય છે કે સર્વે પ્રમાદનાં સ્થાનેને જેમણે પરિત્યાગ કર્યો છે તેમને વિષે દેશ-સંવર તે નક્કી હોય છે જ. આ સંવરની પ્રાપ્તિના ઉપાય તરીકે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહનો વિજય અને ચારિત્રને નિર્દેશ કરાય છે. આ ઉપાયનું સ્વરૂપ આપણે હવે વિચારીશું. તેમાં રાગ-દ્વેષના પરિણામથી ઉદ્ભવતા આ અને રૌદ્ર ધ્યાનના અધ્યવસાયથી મનને નિગ્રહ કરનારી તેમ જ એહિક અને પારલૌકિક અભિલાષાઓને વ્યંગ કરનારી વ્યક્તિ કર્મ રોકી શકે છે-ન કમ બંધ થવા દેતી નથી. ગુપ્તિનું સામાન્ય લક્ષણ___ सम्यग्दर्शन ज्ञानपूर्वकत्रिविधयोगस्य शास्त्रोक्तविधिना स्वाधीनमार्गव्यवस्थापनरूपत्वं गुप्तिसामान्यस्य लक्षणम् । (६४२) થતું જાય. આથી એ ફલિત થાય છે કે પૂર્વ પૂર્વવત ગુણસ્થાનના આ કે તજજન્ય બંધનો અભાવ એ ઉત્તરોત્તરવતી ગુણસ્થાનના સંવર છે. કયા ગુણસ્થાનમાં કયા આસ્રવના નિરોધરૂપ સંવર છે, એને અત્રે ઉલ્લેખ ન કરતાં એના જિજ્ઞાસુને તવાર્થ ( અ. ૯, સુ. ૧)ની દિગંબરીય વ્યાખ્યા નામે સર્વાર્થસિદ્ધિ જેવા ભલામણ છે. ૧ સ્થાનાંગ ( રુ. ૫૯૮)માં સંવરના સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયે આશ્રી એક એક સંવર, મનસંવર, વચન-સંવર અને કાય-સંવર એમ સંવરના આઠ પ્રકારો સૂચવાયા છે. ૨ અત્ર જે છ ઉપાયો દર્શાવાયા છે તે નવતત્વપ્રકરણ (ગા. ૨૧)ને અનુસરીને નિર્દેશાચેલા જણાય છે. બાકી આ ઉપરાંત તપ પણ સંવરનો ઉપાય છે, અને એ વાતની તનાથ (અ. નાં નિમ્નલિખિત સૂત્રો સાક્ષી પૂરે છે – “ = greffaષનુક્ષrviદકરા ને તારા નિર્ન ” વિરતારથી વિચારતાં સંવરના ઉપાય પછ કે ૬૯ ગણાવાય છે. જેમકે ગુપ્તિના ૩, સમિતિના ૫, ધર્મના ૧૦, અનુપ્રેક્ષાના ૧૨, પરીષહના ૨૨, અને ચારિત્રના ૫ ભેદો ગણતાં સંવરના પ૭ પ્રકારો થાય છે અને જે તપના ૧૨ પ્રકારે ઉમેરીએ તે ૬૯ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy