SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1140
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિક. ૧૯૬૧ ગતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓને વિભાગ દેવ-ગતિમાં સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, નરકત્રિક, નપુંસકવેદ, તિયચ–ગતિ, તિર્યંચ-આનુપૂર્વી, એકેન્દ્રિયાદિ ચાર જાતિઓ, વા–બાષભ-નારાચ સિવાયનાં બાકીનાં પાંચ સંહનને, સમચતુરસ સિવ યનાં પાંચ સંસ્થાને, અશુભ વિહાગતિ, દુઃસ્વર અને નીચ ગોત્ર એ ર૭ પાપ-પ્રકૃતિઓ સિવાયની બાકીની ૫૫ પ્રકૃતિઓ હાય; અને જ્યારે ત્યાનદ્ધિ-ત્રિક ન હોય ત્યારે પર પ્રકૃતિઓ હોય. નરક-ગતિમાં સ્થાવર, સૂફમ, અપર્યાપ્ત, સાધારણ, પાંચ અશુભ સંહનને, ચાર અશુભ સંસ્થાને, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, પુરુષ-વેદ, સ્ત્રી-વેદ, તિર્યંચ-ગતિ અને તિર્યંચઆનુપૂર્વી એ ૨૧ સિવાયની અવશિષ્ટ ૬૧ પાપ-પ્રકૃતિએ સંભવે, અને જે ત્યાનધિ-ત્રિકને ઉદય ન ગણીએ તે ૫૮ ને ઉદય હાય. તિર્યંચગતિમાં નરક-ત્રિક સિવાયની ૭૯ પાપ-પ્રકૃતિ હોય. મનુષ્ય-ગતિમાં સ્થાવર, સુહમ, સાધાર ણ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, તિર્યંચગતિ, તિર્યંચ-આનુપૂર્વી અને નરક-ત્રિક એ ૧૨ સિવાયની બાકીની ૭૦ પાપ-પ્રકૃતિએ ઉદયમાં આવે. જાતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓને વિભાગ એકેન્દ્રિય જાતિમાં દુઃસ્વર, નરક-વિક, પુરુષ-વેદ, વેદ, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિ. ન્દ્રિય, અશુભ વિહાગતિ, પાંચ અશુભ સંહનને અને હુંક વિનાનાં ચાર અશુભ સંસ્થાને એમ ૧૯ સિવાયની બાકીની ૬૩ પાપ-પ્રકૃતિઓ હેય. કોન્દ્રિયમાં, ત્રીન્દ્રિયમાં અને ચતુરિન્દ્રિયમાં પણ એકેન્દ્રિયની જેમ ૬૩ પાપ-પ્રકૃતિએ હોય છે, પરંતુ શ્રીન્દ્રિયને બદલે એકેન્દ્રિય વિના ઇત્યાદિ ઘટના સમજી લેવી. પંચેન્દ્રિયમાં એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સૂમ, સાધારણ અને સ્થાવર એ સાત સિવાયની બાકીની ૭૫ પાપપ્રકૃતિઓ ઉદયમાં હોય– “પુણ્ય અને પાપનાં વાસ્તવિક અને સ્વતંત્ર અસ્તિત્વ પુણ્ય અને પાપ સંબંધી વિવિધ માન્યતાઓ છે. કેટલાકે એમ માને છે કે કેવળ પુણ્ય જ તસ્વરૂપ છે, નહિ કે પાપ. કેટલાક કહે છે કે એકલું પાપ જ તત્ત્વ છે, નહિ કે પુણ્ય. કેટલાકની માન્યતા એવી છે કે પુણ્ય અને પાપ એ બે જુદાં જુદાં તત્ત્વ નથી, પરંતુ “પુણ્ય-પાપ” નામનું ૧ શ્રી મહાવીર સ્વામી સાથે શ્રીઅલભ્રાતાને આ સંબંધમાં ઊહાપોહ થયો હતો. આનું વિશિષ્ટ વર્ણન વિશેષાવશ્યક્મત ગણધરવાદમાં નજરે પડે છે. તેના આધારે આ પ્રકરણ આલેખવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy