________________
ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૦૫૯ દેખાડવા આવેલો વળાવે તેનું કાર્ય પૂર્ણ થતાં ચાલ્યું જાય તેમ વળાવારૂપ પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષ દેખાવ ચાલતું થાય.
પાપાનુબંધી પુણ્ય એ તે લુટાર છે અને એની ઉત્પત્તિ ભેગની જ આશાથી કરાતા ધર્મથી ઉદ્ભવે છે. લૂટારાના ધર્મ અનુસાર પાપ આત્માને સ્વાભાવિક ખજાને લુટે છે અને તેની અધોગતિ કરે છે.
પાપના પણ પુણ્યાનુબંધી પાપ અને પાયાનુબંધી પાપ એવા બે પ્રકારે છે. આના સ્વરૂપ માટે જુઓ આઠમું પૃષ્ઠ. ગતિ પ્રમાણે પુણ્ય-પ્રકૃતિઓને વિભાગ
નરકગતિમાં સાતવેદનીય, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય, તેજસ અને કામણ એ ત્રણ શરીર -નામકમ, વેક્રિય ઉપાંગ-નામકર્મ, વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉ સ, નિર્માણ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અને શુભ નામક એમ ૨૦ પુણ્ય-પ્રકૃતિએ સંભવે છે.
- તિર્યંચગતિમાં મનુષ્ય-ત્રિક, દેવ-ત્રિક, આહારક-દ્વિક અને તીર્થંકર-નામકર્મ સિવાયની બાકીની ૩૩ પુણ્ય-પ્રકૃતિઓ હોય.
૧ જિનેશ્વરના જન્માદિ પાંચ કલ્યાણ કે પ્રસંગે હેય.
૨ નારક છાનાં શરીર ધૂળ દૃષ્ટિએ કૃષ્ણ વર્ણાદિ અશુભ વર્ણ-ચતુષ્કવાળાં છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિ અનુસાર તે એ શરીરમાં અલ્પાંશે શુભ વર્ણ-ચતુષ્ક પણ છે જ.
૩ આથી એ વાત સ્પષ્ટ થાય છે કે ગર્ભજ-તિર્યંચોને સમચતુરસ્ત્ર સંસ્થાન સંભવે છે. આવી પરિસ્થિતિમાં સમચતુરસ્ત્રનો વ્યુત્પત્તિ-અર્થ નહિ કરતાં એનાથી એને પ્રવૃત્તિનિમિત્તથી ઉદભવ અને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં લક્ષણોથી લક્ષિત શરીરનો આકાર સમજ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મનુષ્ય અને દેવ આશ્રીને સમચતુરસ્ત્ર સંસ્થાનને નીચે મુજબનો અર્થ કરાય છે કે જે વ્યુત્પત્તિ-અર્થ ગણાય છે
આ સંસ્થાનવાળે મનુષ્ય કે દેવ જ્યારે પર્યકાસને બેઠેલ હોય ત્યારે તેની ડાબો પગના ઢીંચથી જમણા ખભા સુધીની લંબાઈ, જમણા પગના ઢીંચણથી ડાબા ખભા સુધીની લંબાઈ, જમણું ઢીંચણથી ડાબા ઢીંચણ સુધીની લંબાઈ અને પર્યકાસનના મધ્ય ભાગથી તે લલાટના ઉપરના ભાગ સુધીની લંબાઈ એમ ચારે લંબાઈએાનું સરખું માપ થાય. અને તેમ થતાં સમ એટલે સરખા માપમાં છે ચતુરસ્ત્ર એટલે ચાર ખૂણું જેના તે સમયનુરસ્ત્ર એ વ્યુત્પત્તિ-અર્થ ચારતાર્થ થાય. પરંતુ આ અથ ગર્ભજ-તિર્યંચ આશ્રીને ઘટી શકે તેમ નથી. વળી જેની ઊંચાઇ ૧૦૮ આમાંગુલ જેટલી હોય તેનું સંસ્થાન “સમચતુરસ્ત્ર' કહેવાય છે એ અર્થ પણ ગર્ભજ-તિર્યંચ પર બંધ બેસત થઈ શકે તેમ નથી, આથી શ્રીસર્વએ ઘોડા, હાથી વગેરે ગમેજ-તિયના અવયવોનું જેવું પ્રમાણ પ્રકા છે તેવા પ્રમાણુવાળાં અવયની પ્રાપ્તિ તે “સમચતુરર્સ સરથાન ગણાય. આ પ્રમાણો સામુદ્રિક શાસ્ત્રને અનુરૂપ હેય જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org