________________
૧૦૫૪ બન્ધ-અધિકાર
[ ચતુર્થ બદલાઈ જતી હોવાથી પ્રથમ અનુભાવ તે બદલાયેલી ઉત્તર પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મંદ ફળ આપે છે. જેમકે જ્યારે મતિજ્ઞાનાવરણ શુતજ્ઞાનાવરણાદિ સજાતીય ઉત્તર પ્રકૃતિરૂપે પરિણ-સંક્રમે ત્યારે મતિજ્ઞાનાવરણને અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનાદિને આવૃત કરે છે.
વિપાકની શુભાશુભતા–
જે જે કર્મ બંધાય છે તે સર્વને વિપાક કેવળ શુભ કે કેવળ અશુભ હેતું નથી, પરંતુ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભતાને લઈને તે સર્વથા શુભ કે સર્વથા અશુભ નહિ હેવાને લીધે તે શુભ તેમજ અશુભ એમ બંને પ્રકારને નિમિત થાય છે. અધ્યવસાયગત શુભ અંશથી અથવા સ્થળ રીતે કહીએ તે શુભ અધ્યવસાયથી નિમિત થયેલો વિપાક શુભ હોય છે-ઈષ્ટ હોય છે–આદિકારી હોય છે--પુણ્યરૂપ છે, જ્યારે અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલે વિપાક અશુભ હોય છે–અનિષ્ટ હોય છે-દુઃખરૂપ હોય છે–પાપરૂપ છે જે અધ્યવસાયમાં–જે પરિણામમાં જેટલા પ્રમાણમાં સંકુલેશ એ છે હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ હોય છે, અને જે પરિણામમાં જેટલા પ્રમાણમાં સંકલેશ અધિક હોય છે તેટલા પ્રમાણમાં તે વધારે અશુભ હોય છે, કેમકે એ એકે પરિણામ નથી કે જેને કેવળ શુભ કે કેવળ અશુભ કહી શકાય; દરેક પરિણામ શુભાશુભરૂપ છે. આ પ્રમાણે પરિણામની ઉભય સ્વરૂપતા હોવા છતાં તેને શુભ કે અશુભ કહેવામાં આવે છે તે શુભતા અને અશુભતાની મુખ્યતા અને ગૌણતાને લક્ષ્મીને છે. આથી કરીને જે શુભ પરિણામથી પુણ્ય-પ્રકૃતિઓમાં શુભ અનુભાગ બંધાય છે તે જ પરિણામથી પાપ-પ્રકૃતિઓમાં અશુભ અનુભાગ પણ બંધાય છે. એવી રીતે જે અશુભ પરિણામથી પાપપ્રકૃતિએમાં અશુભ અનુભાગ બંધાય છે તે જ પરિણામથી પુણ્ય-પ્રકૃતિઓમાં શુભ અનુભાગ પણ બંધાય છે. ફેર એટલા પૂરતું જ છે કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી બંધાતે શુભ અનુભાગ પ્રકૃષ્ટ છેવિશેષ છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ છે–એ છે છે. એવી રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતે અશુભ અનુભાગ પ્રકૃષ્ટ છે, જ્યારે શુભ અનુભાગ નિકૃષ્ટ છે. પ્રદેશ-બન્ધને વિચાર–
જ્ઞાનાવરણાદિક આઠે કમને “નામ કહેવામાં આવે છે. પ્રત્યય એટલે કારણ આ નામપ્રત્ય અર્થાત્ કર્મો મિથ્યાદર્શનાદિક દ્વારા ચારે બાજુથી બંધાય છે. કાયિક, વાચિક, માનસિક વ્યાપારે દ્વારા સૂમ પુદ્ગલોને બંધ થાય છે, કિન્તુ બાદરને થતું નથી. આ સૂક્ષ્મ પણ આપેક્ષિક છે. પરમાણુથી લઈને અનન્ત છે પણ અતિસૂક્ષમ હવાને લીધે બન્યને નથી. અનન્તાનન્ત પ્રદેશવર્ગણામાં કેટલીક ગ્રાહ્ય છે અને કેટલીક અગ્રાહ્ય છે, માટે સૂક્ષ્મ શબ્દ જાય છે. દારિક,
૧ પ્રકૃતિ-સંક્રમની પેઠે બન્ધકાલીન રસ અને સ્થિતિમાં પણ અધ્યવસાયના બળથી ફેરફાર થાય છે. અર્થાત તીવ્ર રસ મંદ રસરૂપે અને મંદ રસ તીવ્ર રસરૂપે પરિણમે છે તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય અને જઘન્ય ઉત્કૃષ્ટ બને છે.
૨-૩ આનાં નામો માટે જુઓ આ ઉલાસનો અંતિમ ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org