SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1132
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ૧૦૫ર્ડ હજુ થયે ન હોય અને તેથી કરીને ઉદયમાં નહિ આવેલ હોય તે કમને, આપકમિક ક્રિયા દ્વારા પ્રયત્ન પૂર્વક ઉદયાવલિમાં પ્રવેશ કરાવવું તે “અવિપાક-જન્ય નિર્જરા ” સમજવી. અત્રે પનસ અને તિન્દુકના અગ્ર ભાગમાં રહેલા ફળના પાકનું ઉદાહરણ ઘટાવી લેવું. આ અવિપાકજન્ય નિર્જરાના સંબંધમાં, “તપથી નિર્જરા થાય છે એ વાતનું પ્રતિપાદન કરતી વખતે વિશેષ ઉલેખ કરીશું. આ પ્રમાણે અનુભાગ-બન્ધનો આપણે વિચાર કર્યો. હવે પ્રદેશ-બન્ધનું દિગ્દર્શન કરીએ તે પૂર્વે અનુભાગ સંબંધી બીજી કેટલીક ઉપયુક્ત હકીકતે તરફ ઉડતી નજર ફેંકી લઈએ. અનુભાગના અર્થ સંબંધી ઊહાપેહ– અનુભાગને અર્થ ઘણુંખરા ગ્રન્થોમાં અનુભવ કરાયેલો છે. કેટલાક ગ્રન્થામાં શુભાશુભ ફળ, કેટલાકમાં તીવ્રતા-મંદતા અને કેટલાકમાં સ્વભાવ એ પણ અર્થ સૂચવાય છે. અપેક્ષા પૂર્વક આ બધા અર્થો ઘટી શકે છે. ઉદય-કાલમાં તીવ્ર અથવા મંદ એવો શુભ કે અશુભ અનુભવ આપવામાં જે કારણભૂત હેય તે “અનુભાગ' યાને “રસ” કહેવાય. આથી કરીને અનુભાગ ત્રણ પ્રકારના કાર્યમાં કારણરૂપ છેઃ (૧) ઉદયનું નિયમિતપણું કરવું, (૨) જીવને અનુકૂળતા કે પ્રતિકૂળતા પ્રાપ્ત કરાવવી અને (૩) અમુક પ્રમાણમાં ઉદયમાં આવવું. વિપાકને ફળ આપવાને પ્રકાર તાથ (અ. ૮, સૂ. ૨૨)માં વિપાકને અર્થ “અનુભવ” સૂચવાયો છે. એટલે કે વિવિધ પ્રકારનાં ફળ આપવાનું સામર્થ્ય તે “ અભાવ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો બંધ થતી વેળા તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયની તીવ્રતા કે મંદતા પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. એ શક્તિ તે “અનુભાવ' યાને “અનુભાગ છે અને તેનું નિર્માણ તે “ “અનુભાવ-બન્ધ' યાને “અનુભાગ-બન્ધ” છે. અનુભાવ એ અવસર આવે ફળ આપે છે, નહિ કે અબાધાકાળમાં. વિશેષમાં દરેક અનુભાવ પિતે જે કર્મનિષ્ઠ હોય–જે કમની શક્તિ રૂપ હેય તે કમની પ્રકૃતિ અનુસાર જ ફળ આપે છે. અર્થાત જ્ઞાનાવરણ કમને અનુભાવ તે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કે મંદ ફળ આપે છે એટલે કે તે જ્ઞાનને આત કરવાનું કાર્ય કરે છે, નહિ કે તે દર્શન શક્તિને આવૃત કરે છે અથવા તે સુખ દુઃખ અનુભવાવે છે ઈત્યાદિ. એ જ પ્રમાણે દર્શનાવરણ કમને અનુભાવ દર્શન-શક્તિને ઓછીવત્તી યાને મંદ કે તીવ પ્રકારે આવૃત કરે છે, પરંતુ જ્ઞાનનું આચ્છાદન ઈત્યાદિ અન્ય કર્મોનાં કાર્યોને કરતે નથી. અત્રે એ ધ્યાનમાં રાખવું કે કમની પ્રકૃતિ અનુસાર–એના સ્વભાવ પ્રમાણે ફળ આપવાને નિયમ મૂળ પ્રકૃતિઓને જ લાગુ પડે છે, નહિ કે ઉત્તર પ્રકૃતિએને પણ; કેમકે કઈ પણ કમની એક ઉત્તર પ્રકૃતિ પાછળથી અધ્યવસાયના બળે તે જ કમની બીજી ઉત્તર પ્રકૃતિરૂપે પ્રાયઃ ૧ * પ્રાયઃ ” કહેવાનું કારણ એ છે કે કેટલીક ઉત્તર પ્રવૃતિઓ સજાતીય હેવા છતાં પરસ્પર સંક્રમ પામતી નથી. દાખલા તરીકે દર્શન મેહનો ચારિત્રમોહરૂપે કે ચારિત્રમોહને દર્શનમોહરૂપે સંક્રમ થત નથી. એવી રીતે નારકાદિ આયુષ્યો પૈકી એક બીજારૂપે સમતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy