________________
૧૦૫ર બન્ધ-અધિકાર
1 ચતુથ હવે અનુભાગ-બન્ધનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં અનુભાગને અર્થ વિપાક” છે. વિવિધ પ્રકારનું પચન તે “વિપાક” છે. કર્મનાં દળિયાને ઉદયાવલિમાં પ્રવેશ થવો તે “વિપાક કહેવાય છે અથવા તે કર્મોને વિશિષ્ટ યા તે વિવિધ પ્રકારનો પાક તે “ વિપાક' જાણ. અપ્રશસ્ત પરિણામેની તીવ્રતા અને પ્રશસ્ત પરિણામોની મંદતા અથવા શુભ પરિણામેની તીવ્રતા અને અશુભની મંદતા એ વિવિધ પાક જાણુ. સર્વ કર્મ–પ્રકૃતિઓને ઉપર કહ્યો તેવો અનુભવ થશે તે તેનું ફળ છે. બંધથી લઈને અબાધા - કાળને છોડને સમયે સમયે કર્મનું ઉદયમાં આવવું તે “અનુભવ” કહેવાય છે. જેમકે જ્ઞાનાવરણીય કર્મનું ફળ જ્ઞાનને નિરાધ કરવાનું છે. એ પ્રમાણે દશનાવરણનું દર્શનને નિરોધ એ ફળ છે ઈત્યાદિ. જેમ, જે અધ્યવસાય વડે, જે જાતનું કર્મ બાંધ્યું હોય, તેમ તે અધ્યવસાય દ્વારા તે જાતને તેમજ અન્ય રીતે પણ તે કર્મને વિપાક થાય છે.
વિપાક એટલે રસ. આ વિપાકના તીવ્ર, મન્ય, મધ્યમ વગેરે પ્રકારે છે.
કઈ વખત શુભ રસ પણ અશુભરૂપે પરિણમે છે તેમ અશુભ રસ કવચિત શુભરૂપે પણ પરિણમે છે. તીવાદિક ભેદ વડે અનેક પ્રકારને આ અનુભાવ નામને રસ કમમાં હોય છે. તેમાં વળી કેટલાંક કર્મ પુદગલેમાં રહીને ફળ પામે છે અર્થાત પુદગલેને વિવિધ પ્રકારે પરિ છાત કરે છે. આ કર્મોને “ પદગલ-વિપાકી” કહેવામાં આવે છે. કેટલાંક કર્મે “ભવ-વિપાકી’ છે. જન્મ લીધા પછી શરીરવાળા આત્મામાં જે કર્મનો પરિપાક થાય છે તે કર્મને “ભવ-વિપાકી ” કહેવામાં આવે છે. કેટલાંક કર્મ “ક્ષેત્ર-વિપાકી' છે. દાખલા તરીકે આપવ–નામકર્મ એ “ક્ષેત્રવિપાકી ” છે. જ્ઞાનાવરણદિક કર્મ “જીવવિપાકી ” છે; કેમકે તેઓ જીવમાં રહીને ફળ આપે છે. ફેલોદય પછી થતી કર્મની દશા–
અત્ર કઈ પ્રશ્ન ઊઠાવે કે જે વિપાક એટલે અનુભાવ એમ હોય તે અનુભૂત કમ આવરણની માફક રહે છે કે નિઃસાર થઈને પતિત થઈ જાય છે
આને ઉત્તર એ છે કે વિપાકરૂપ અનુભવથી કમનું નિર્જરણ થાય છે અર્થાત તે કર્મ આત્મપ્રદેશ ઉપરથી ખરી પડે છે-તેની સાથે સંલગ્ન રહી શકતું નથી. આ કમનિવૃત્તિ “નિર્જરા” કહેવાય છે. નિર્જરા, ક્ષય અને વેદના એ પર્યાય છે. કર્મના ફળના ઉપગની પરિસમાપ્તિ સુધી રસને અનુભવ થાય છે. આ અનુભવને નિર્જ, હાનિ, ક્ષય, વિનાશ, કર્મપરિણામને વિનાશ યા વેદના કહેવામાં આવે છે. નિજરની દ્વિવિધતા–
નિર્જરાના બે પ્રકાર છે?--- (૧) વિપાક-ન્ય અને અવિપાક-જન્ય. સંસાર-સમુદ્રમાં પરિભ્રમણ કરનારા આત્માના વિપાક-કાલને પ્રાપ્ત થયેલાં અને યથાયોગ્ય ઉદયાવલિકાના પ્રવાહમાં પડેલાં એવાં શુભાશુભ કર્મોનાં ફળને ઉપભેગા થયા બાદ તે કમની સ્થિતિને ક્ષય થઈ જે નિવૃત્તિ થાય તે અર્થાત તે કર્મનું ખરી પડવું તે “વિપાક-જન્ય નિજ રા' જાણવી. જે કમને વિપાક-કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org