________________
૧૦૪૫
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. આને ઉત્તર એ છે કે પ્રથમ સમયે જીવમાં પ્રથમથી રહેલી શક્તિ વડે પુદગલ ગ્રહણ કરાયેલા ગણાય આથી કેઈએમ શંકા ઊઠાવે કે જે એમ હોય તે પુદગલના આલંબન વડે પર્યાપ્તિની સત્તા મનાય છે તે હકીકત વાંધા ભરેલી ઠરશે તો આનું સમાધાન એ છે કે એ વાત સત્ય છે, પરંતુ પ્રથમ સમયની ગ્રહણ-શક્તિ તે તેજસ-કાશ્મણ શરીરના આલંબનથી જીવમાં પ્રથમથી જ હતી, પરંતુ જીવ જ્યાં સુધી ઉત્પત્તિ-સ્થાને અર્થાત્ ગ્રહણ કરવા યંગ્ય પુદ્ગલેના સ્થાનમાં આવે નહિ ત્યાં સુધી તે શક્તિ કાર્ય કરતી નથી. કિન્ત જીવ ઉત્પત્તિ-સ્થાને આવતાં તે શક્તિ સ્વકાર્ય કરે છે એટલે એ કારણથી પ્રથમ સમયે આહાર-શક્તિ પ્રાપ્ત થઈ ગણાય. એ પ્રમાણે શરીરાદિ રચવાની શક્તિ અને શરીર રચવાની શરૂઆત પણ છવમાં પ્રથમ સમયથી જ છે, કિન્તુ તે શરીરાદિ સ્વકાર્ય જ્યાં સુધી સામ પૂરતું ન રચાય ત્યાં સુધી શરીરાદિ વડે જીવ અપર્યાપ્ત યાને અશક્ત જ ગણાય. અને શરીરાદિ સ્વકાર્ય જેટલું રચાઈ રહે ત્યારે તે શરીરાદિ વડે પર્યાપ્ત ગણાય. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો શરીર જેકે ઉત્પત્તિના પ્રથમ સમયથી સમસ્ત જીવન પર્યંત પ્રતિસમય રચાયા જ કરે છે તોપણ શરીર સામર્થ્ય પૂરતું રચાઈ રહેતાં શરીર–પર્યાપ્તિ પૂર્ણ થઈ અથવા શરીર-નિષ્પત્તિ થઈ એમ કહેવાય. એવી રીતે આવ્યંતર નિવૃત્તિ-ઇન્દ્રિય સ્વકાર્ય કરી શકે તેટલા પૂરતી રચાય-જીવ એ દ્વારા શ્રવણદિબોધ મેળવી શકે તેટલે અંશે રચાય એટલે ઈન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ થઈ–સમાપ્ત થઈ એમ કહેવાય. વળી એ પ્રમાણે ઉસ વગેરે વગણા પરત્વેનાં ગ્રહણાદિ કાર્યો થઈ શકે તેટલા ઉસાદિ કરણના પુદગલે રચાઈ રહે ત્યારે ઉસાશિ પર્યાપ્તિ પૂર્ણ થયેલી ગણાય. પ્રત્યેક-નામકર્મનું લક્ષણ
यस्योदये सति पृथक् शरीरं भवति तद्रूपत्वम् , यन्निमित्तकं पृथक् शरीरं भवति तद्रूपत्वं वा प्रत्येकनामकर्मणो लक्षणम् । ( ६१५) અર્થાત જે કર્મને ઉદય થતાં અથવા જે કમરૂપ નિમિત્તને લીધે દરેક જીવને પૃથક પૃથક શરીર પ્રાપ્ત થાય તે “પ્રત્યેક-નામકર્મ' જાણવું. સ્થિર-નામકર્મનું લક્ષણ
दन्तादीनां स्थिरतासम्पादकत्वं स्थिरनामकर्मणो लक्षणम्। (६१६) અર્થાત્ દાંત વગેરેમાં સ્થિરતા પ્રાપ્ત કરાવવામાં કારણભૂત કમને “સ્થિર-નામ કર્મ ” જાણવું. અથવા તે જેના ઉદયથી હાડકાં, દાંત ઇત્યાદિ સ્થિર અવયની પ્રાપ્તિ થાય તે સ્થિર-નામકમ' છે. શુભ-નામકર્મનું લક્ષણ
शुभभावशोभामाङ्गल्यादिनिर्वर्तकत्वम्, शरीरादीनां रमणीयताजनकत्वं वा शुभनामकर्मणो लक्षणम् । (६१७)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org