SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૮ [ ચતુર્થ બધ-અધિકાર. છ પર્યાપ્તિઓની રચનાની હરચના સાથે સંતુલના— ઘર બાંધવા માટે કાષ્ઠાદિ સામગ્રીનું ગ્રહણ, સ્તંભ અને સ્થાની રચના, પ્રવેશ કરવા માટે અને બહાર નીકળવા માટે દ્વારની રચના તેમજ સૂવા બેસવા માટેના ઓરડાની રચના એની સાથે પર્યાપ્તિઓની રચના વાચકવર્થે સરખાવી છે. આના સ્પષ્ટીકરણરૂપે શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે જેમ ઘર રચવું હોય ત્યારે સાગ વગેરે કાષ્ઠ ઈત્યાદિ સામગ્રી એકઠી કરાય છે તેમ પર્યાતિઓની રચના માટે પ્રથમ તો સામાન્યપણે તે તે જાતની યોગ્યતાવાળા પુદ્ગલેનું કેવળ ગ્રહણ કરવું પડે છે. આ ગ્રહણ “આહાર-પર્યાપ્તિ' કહેવાય છે. ત્યાર પછી ઘરની સામગ્રી પૈકી આ વડે સ્તંભ, સ્થણ વગેરે રચાશે એમ વિચારી તે સામગ્રીને તપે ઉપયોગ કરાય છે તેમ આહાર-પર્યામિ દ્વારા ગ્રહણ કરેલા પુદ્ગલે પૈકી અમુક પુલ શરીરપ્રાગ્ય વર્ગણારૂપ છે એટલે તેને તપે પરિણુમાવી તે મુદ્દગલે વડે શરીર બનાવવું તે “શરીર-પર્યાપ્તિ” છે. ભીંત વગેરે તૈયાર કરતી વેળા ઘરને કેટલાં દ્વાર રાખવાં. તેમાં પેસવા માટેનું દ્વાર કઈ દિશામાં રા નીકળવા માટે કઈ દિશામાં રાખવું ઇત્યાદિ વિચાર કરી તેની તે પ્રમાણે ગોઠવણ કરાય છે તેમ ઇન્દ્રિય-પર્યાપ્તિ પણ આત્માના ઉપગની વૃત્તિ પિસવા નીકળવાનાં દ્વાર સરખી છે. આ હકીકત શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ અને ભાષા-પર્યાપ્તિને પણ લાગુ પડે છે, કેમકે ઉચ્છવાસ અને ભાષામાં પણ પેસવા નીકળવા રૂપ વૃત્તિની ઈન્દ્રિય-પર્યાપ્તિ સાથે તુલ્યતા જ છે. દ્વાર બનાવ્યા પછી આ ઓરડે દિવાનખાના તરીકે વાપરવો, આ શયનગૃહ તરીકે, આ સ્નાનગૃહ તરીકે, આ ભેજનગૃહ તરીકે એમ એરડાઓની પ્રતિનિયત કાર્યરૂપે પેજના કરાય છે તેમ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગની અપેક્ષારૂપ લક્ષણવાળી મન:પર્યાપ્તિ છે. અપર્યાપ્ત આશ્રીને પર્યાપ્તિઓની સમાપ્તિ – અત્રે એ ધ્યાનમાં રાખવું કે પ્રથમની ત્રણ પતિએ સર્વ જી અવશ્ય પૂર્ણ કરે જ અને બાકીની પર્યાપ્તિઓ પૂર્ણ કરે કે ન પણ કરે. આનું કારણ એ છે કે જીવ આ ભવમાં પરભવનું આયુષ્ય બાંધ્યા પછી જ અંતર્મુહૂત આ ભવમાં રહ્યા બાદ જ મરણ પામીને પરભવમાં ઉત્પન્ન થઈ શકે અને આયુષ્યને બન્ધ ઇન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના ન જ થાય એ નિયમ છે, વાસ્તે પ્રાથમિક ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી ચોથી શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિના ચાલુ કાળમાં–તેની અસમાપ્ત દશામાં અંતમુહૂર્ત સુધીનું આયુષ્ય બાંધી તદનંતર અંતમુહૂર્ત સુધી જીવતે રહી મરણ પામે ત્યાં સુધી એ જીવની ચેથી પર્યાપ્તિ પૂર્ણ થઈ શકતી નથી, આથી કરીને સર્વ અપર્યાપ્ત છે પણ પ્રથમની ત્રણ પર્યાપ્તિ તે પૂર્ણ કરે જ; અવશિષ્ટ પર્યાતિઓ માટે એ નિયમ નથી. કયા જીવને કેટલી પર્યાપ્તિએ હેય?— એકેન્દ્રિયને આહારદિ ચાર, કીન્દ્રિય, વીન્દ્રિય, ચતુરિન્દ્રિયને અને સંજ્ઞી (સંમચ્છિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy