SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૪ બન્ય-અધિકાર. [ ચતુર્થ મન પર્યાપ્તિ – આના લક્ષણ માટે નીચે મુજબના ભાવાર્થવાળ ઉલલેખ અનેક ગ્રંથોમાં દષ્ટિગોચર થાય છે – ____ " यया पुनर्मनोयोग्यवर्गणादलिकं गृहीत्वा मनस्त्वेन परिणमय्य કાર મુત શા “મના પતિ” ! ” -પ્રથમ કર્મગ્રંથ ( ગા. ૪૮)ની વૃત્તિ અર્થાત્ જીવ ( પુદ્ગલ-ઉપચયના આલંબનથી ઉદ્ભવેલી) જે શક્તિ દ્વારા મને યોગ્ય વર્ગણાનું ગ્રહણ કરી, તેને મનરૂપે પરિણુમાવી અવલંબીને તેનું વિસર્જન કરે તે શક્તિ “મના પર્યાપ્ત છે. પર્યાપ્તિઓની સંખ્યા તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ના ભાગમાં મનપતિને ઉલ્લેખ નથી અર્થાત્ ત્યાં એ સિવાયની પાંચ જ પર્યાપ્તિઓને નિર્દેશ છે. પર્યાસિની સંખ્યા છે હેવાનું સુપ્રસિદ્ધ છે. આથી શું શ્રીઉમાસ્વાતિનું કથન શાસ્ત્રવિરુદ્ધ માનવું ? અને શું તેમ હોવાથી પ્રસ્તુત ગ્રંથકારે અત્ર તેમનું અનુસરણ કર્યું નથી ? આને ઉત્તર શ્રીસિદ્ધસેનગણના શબ્દોમાં રજુ કરીશું. તેઓ ૧૬૦ મા પૃષ્ઠમાં સૂચવે છે કે ઇન્દ્રિય-પર્યાપ્તિના કથનથી મનઃપર્યાપ્તિનો પણ ઉલ્લેખ આવી જ જાય છે. એટલે એવી પરિસ્થિતિમાં પતિની સંખ્યા પાંચની બતાવાય તેમાં કશે વાંધો નથી-કશી ઉસૂત્ર-પ્રરૂપણા નથી. અત્ર કોઈ શંકા ઊઠાવે કે મનને તે શાસ્ત્રકારોએ “અનિન્દ્રિય ની સંજ્ઞા આપી છે તે ઇન્દ્રિયના ગ્રહણથી અનિદ્રિયનું ગ્રહણ કેમ સંભવે ? આને ઉત્તર એ છે કે જેમ નેત્ર વગેરે ઈન્દ્રિય વિષયેનું સાક્ષાત્ ગ્રહણ કરે છે તેમ મન સાક્ષાત વિષયગ્રાહી નથી, પરંતુ સુખ વગેરેને સાક્ષાત ગ્રહણ કરનારું તે હોવાથી એ અપૂર્ણ ઇન્દ્રિયસ્વરૂપી છે. એટલે તેને “અનિન્દ્રિય’ કહેવામાં આવે છે. વળી મન એ ઈન્દ્રનું અર્થાત આત્માનું લિંગ છે એટલે એ દષ્ટિએ એને પણ “ઇન્દ્રિય” તરીકે ઓળખાવી શકાય. પર્યાપ્તિની સંખ્યા પાંચની જ કહેવામાં એવો પણ આશય સંભવે છે કે એ સંખ્યા તો બાહ્ય કરણની અપેક્ષાએ વિચારાયેલી છે; મન તે અત્યંતર કરણ છે; એથી એ દષ્ટિએ ઉદ્ભવતી મન:પર્યાતિને આથી કઈ નિષેધ કરાયો નથી. અર્થાત્ ર્યાપ્તિની સંખ્યા પાંચની સમજવી કે છની એ અપેક્ષા અપેક્ષા ઉપર આધાર રાખે છે અને તેમ હોવાથી મન:પર્યાતિનો શ્રીઉમાસ્વાતિ ૧ વિષેના ભેદની દષ્ટિએ પર્યાપ્તિ છ પ્રકારની છે એમ પ્રથમ કર્મગ્રંથ (ગા. જ૮)ની વૃત્તિમાં નીચે મુજબનો નિર્દેશ છે – “ના ૨ વિષમદાર હા ! ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy