SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1109
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ધ–અધિકાર || ચતુર્થ આભારી છે અને તેનું નામ “પયમિટે છે. એનો સામાન્ય અર્થ સંપૂર્ણ નિર્માણ થાય છે, છતાં તેને વિશેષ અર્થ જૈન મુનિવરોએ નીચે મુજબ નિદે છે – " पुद्गलोपचयजः पुद्गलग्रहणपरिणमनहेतुः शक्तिविशेषः " અર્થાત્ પુદગલની વૃદ્ધિથી–સમૂહથી ઉદભવતે અને પુગલેને લેવામાં તેમજ તેને પરિણામ વવામાં કારણરૂપ શક્તિ-વિશેષ તે પર્યાપ્તિ' છે. પર્યાપ્તિનું લક્ષણ અને તેના વિવિધ અર્થોની સંગતિ તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની બૃહદવૃત્તિમાં ૧૬૦ મા પૃષ્ઠમાં અવતરણરૂપે આપેલી અને બહ-સંગ્રહણી (ગા. ૩૬૩)ની વૃત્તિમાં પ્રક્ષિપ્ત ગાથારૂપે નિદેશાલી નિમ્નલિખિત ગાથા પર્યાપ્તિનું લક્ષણ નીચે મુજબ પૂરું પાડે છે – " आहारसरीरिंदिय ऊसासवओमणोऽभिनिवित्ती। होइ जओ दलियाओ करणं एसा (पइ सा)उ 'पजत्ती' ॥" અર્થાત જે દલિકરૂપ પુગલ-સમૂહથી આહાર, શરીર, ઈન્દ્રિય, ઉચ્છવાસ, વચન અને મનની રચના યાને ઉત્પત્તિ થાય છે તે દલિકના પિતપતાના વિષયરૂપ પરિણમનમાં, પુગલ-ઉપચયના આલંબનથી ઉદ્ભવેલ શક્તિરૂપ જે કરણ કારણભૂત છે તેને “પર્યાપ્તિ' કહેવામાં આવે છે. અત્ર જીવ એ “ક” છે, પુદ્ગલ-ઉપચય-જન્ય શક્તિ તે કરણુ છે અને પરિણમન તે ‘ક્રિયા છે. તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)નું ભાષ્ય આહાર-પર્યાપ્તિ વગેરેનાં લક્ષણો વિચારતી વેળા કિયાની પરિસમાપ્તિને “પર્યાપ્તિ' તરીકે ઓળખાવે છે, જ્યારે એની વૃત્તિ “વિશિષ્ટ પુદગલેને ૧ જરિ + આત્ + . ૨ છાયા आहारशरीरेन्द्रियोच्छ्वासथचोमनोऽभिनिर्वृत्तिः । भवति यस्माद् दलिकात् करणं एषा (पति सा) तु पर्याप्तिः ॥ ૩ આનું લક્ષણ તરવાર્થ-ભાષ્યવૃત્તિ (પૃ. ૧૬૦ )માં નીચે મુજબ નિશાયું છે – " शरीरेन्द्रियवादमन:प्राणापानयोग्यदलिकद्रव्याहरण क्रियापरिसमाप्तिः आहारvaffaઃ |" ૪ આ રહ્યો એ ઉલેખ – પતિઃ દૂરદૂurserન: કર્ક રાશિઃ | શેર કરવિનાદifग्रहणसामर्थ्यमात्मनो निष्पाद्यते तच्च करणं यैः पद्लैनिर्वत्यंते ने पुद्गला भात्मनाऽऽत्तास्तथाविधपरिणतिभाज: 'पर्याप्ति'शब्देनोच्यन्ते ।" અર્થાત પર્યાપ્તિ એ પુદગલસ્વરૂપી છે કે જે કતો એવા આત્માનું કરણ-વિશેષ છે. એટલે કે જે કરણવિશેષ વડે આત્માને આહારાદિને ગ્રહણ કરવાની શક્તિ ઉદભવે છે તે કરણ જે પુદગલો વડે બને છે-રચાય છે-વડાય છે તે આત્માએ પ્રાપ્ત કરેલા તથવિધ પરિણામવાળા પુદગલોને પર્યાપ્તિરૂપે ઉલ્લેખ કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy