________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૨૭ तद्रूपत्वम्, स्थूलस्वरूपवादरशरीरनिर्वर्तकत्वं वा बादरनामकर्मणो અક્ષણમ્ (૯૦૭). અર્થાત જે કમને ઉદય થતાં જેમાં બાદરપણું પ્રાપ્ત થાય તે કર્મને અથવા તે પૂલ યાને ચર્મચક્ષુને ગેચર એવા બાદર શરીર બનાવવામાં કારણરૂપ કર્મને “બાદર-નામકર્મ ” જાણવું. પર્યાપ્ત-નામકર્મનું લક્ષણ –
यनिमित्तकाहारादिवर्गणाद्रव्याणामादानपरिणामयोः शक्तिरुत्पन्ना તe vaનામનો ઋક્ષણમ્ (૧૦૮) અર્થાત જે કમરૂપ નિમિત્ત દ્વારા આહારાદિક વગણરૂપ દ્રવ્યમાં ગ્રહણ કરવાની અને પરિણમાવવાની શક્તિ ઉત્પન્ન થાય છે તે પર્યાપ્ત-નામકર્મ જાણવું. એટલે કે જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકાય તે “પર્યાપ્ત-નામકર્મ છે. આ શક્તિ પુદ્ગલના ઉપચયથી ઉત્પન્ન થાય છે. જુઓ જીવાજીવાભિગમવૃત્તિનું દશમું પત્ર. આ પર્યાપ્તિના છ ભેદ છેઃ-(૧) આહાર--પર્યાપ્તિ, (૨) શરીર-પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય-પર્યાપ્તિ, (૪) શ્વાસ (પ્રાણાપાન)પર્યાપ્તિ, (૫) ભાષા-પર્યાપ્તિ અને (૬) મન-પર્યાયિ. આહાર-પર્યાપ્તિનું લક્ષણ
शरीरेन्द्रिय वाङ्मनःप्राणापानयोग्यवर्गणादलिकद्रव्याहरणक्रिया • परिसमाप्तिरूपत्वम् , निजोचितगृहीताहारवर्गणाद्रव्याणां पृथक् खलरसरूपेण परिणतिर्यन्निमित्ता भवति तद्पत्वं वाऽऽहारपर्याप्तेर्लक्षणम् ।
અર્થાત શરીર, ઈન્દ્રિય, વચન, મન અને શ્વાસને યોગ્ય વર્ગણાનાં દળિયાંને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિને “આહાર-પર્યાપ્તિ” જાણવી. અથવા પિતાને યોગ્ય એવાં ગ્રહણ કરેલાં આહાર-વણાનાં દ્રવ્યના ખેલ અને રસરૂપે ભિન્ન ભિન્ન પરિણામ થવામાં કારણભૂત પર્યાપ્તિને “આહાર-પર્યાપ્તિ” જાણવી.' શરીર–પયાપ્તિનું લક્ષણ
रसीभूताहारस्य शरीरयोग्या परिणतिर्यन्निमित्तया भवति तद्रूपत्वम् , रसीभूताहारस्य शरीरतय विन्यासक्रियापरिसमाप्तिरूपत्वं वा રાણીપક્ષમ્ (૬૨૦)
૧ જુઓ પૃ ૧૦૪૦ નું પ્રથમ ટિપ્પણું. ૨ ખલ એટલે મળ અને મૂત્રરૂપ આકારના ફુવા, ૩ રસ એટલે સાતુ ધાતુરૂપે પરિણમવા યોગ્ય જળ જેવો પ્રવાહી પદાર્થ, ૪ જુઓ પૃ. ૧૦૩૦ નું ત્રીજું ટિપ્પણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org