SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ બન્ધ–અધિકાર [ ચતુર્થ થાય અને બીજાની પ્રતિભાને પ્રતિઘાત થાય તે કમને ‘પરાઘાત-નામ કર્મ જાણવું એટલે દશન કે વાણી દ્વારા બીજાને આંજી નાખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કમ તે “ પરાઘાત-નામ શ્વાસે શ્વાસ-નામકર્મનું લક્ષણ– प्राणापानयोग्यपुद्गलादानसामर्थ्य जनकत्वम्, यन्निमित्तकोच्छवासनिःश्वासो भवतस्तद्रूपत्वं वोच्छ्वासनिःश्वासनामकर्मणो लक्षणम् । (૨૭) અર્થાત્ પ્રાણ અને અપાનને યોગ્ય એવા પુદગલેને ગ્રહણ કરનારી શક્તિનું જે કારણ હોય તે કમને “ઉચશ્વાસ-નિશ્વાસ-નામકમ' જાણવું અથવા જેના ઉદયમાં ઉચ્છવાસ-નિઃશ્વાસ પેદા કરવાની શક્તિ ઉત્પન્ન થાય તેને પણ “ઉગ્લાસ-નિઃશ્વાસનામકર્મ જાણવું. આ ઉપરથી સાર એ નીકળે છે કે શ્વાસ લેવા મૂકવાની શક્તિનું નિયામક કર્મ શ્વાસોચ્છવાસ-નામકર્મ છે. આ નામકર્મના લક્ષણગત પ્રાણ અને અપાન સંબંધી વિશેષ માહિતી મળે તે માટે તેનાં લક્ષણે પણ ગ્રંથકાર રજુ કરે છે. તેમાં પ્રાણનું લક્ષણ એ છે કે ऊर्ध्वगामिसमीरणरूपत्वं प्राणस्य लक्षणम् । ( ५९८) અથત શરીરમાં જે ઊંચે જવાના સ્વભાવવાળ વાયુ હોય તે “પ્રાણ” કહેવાય છે. અપાનનું લક્ષણ– अधोगामिसमीरणरूपत्वमपानस्य लक्षणम् । ( ५९९) અર્થાત્ નીચે જવાના સ્વભાવવાળે વાયુ “અપાન” કહેવાય છે. પ્રાણ અને અપાન એ બંને અનન્ત પ્રદેશથી યુક્ત એવા પુદગલ-સ્કંધના પરિણામથી ઉત્પન્ન થાય છે. આતપ-નામકર્મનું લક્ષણ आतपशक्तिजननसामर्थ्यनिमित्तकत्वमातपनामकर्मणो लक्षणम् , अथवा यस्योदये सति स्वयं शीतस्वभावा अपि परान् तापयन्ति તારમ્ (૧૦૦). અર્થાત આત૫શક્તિ ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળા કમને “આતપ-નામકમ' કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy