SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૨૧ અર્થાત હાડકાંના બંધનમાં દઢતા સંબંધી તરતમતા ઉત્પન્ન કરવામાં કારણભૂત કમને “સંહનન-નામકર્મ' તરીકે ઓળખાવવામાં આવે છે. હાડકાના બન્યવિશેષને યાને એની વિશિષ્ટ રચનાને “સંહનન” કહેવામાં આવે છે. આને “ હાડકાના સાંધાના બંધન તરીકે ઓળખાવાય. શક્તિવિશેષ પણ * સહનન” કહેવાય છે આ સંહનનના વા-ષભ-નારાજ ઇત્યાદિ છે ભેદે છે કે જેને ષિષે આપણે ૧૦૧૪ મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ. “રાષભ” એટલે “પાટો”, “વ” એટલે “ખીલી ” અને “નારાચ” એટલે “મર્કટ-બન્ધના જે બને તરફને હાડકાને બંધ.” વજ-રાષભ-નારા ચાદિ સંબંધી વિચાર– આ સંબંધમાં થોડુંક સ્પષ્ટીકરણ ઉમેરવું આવશ્યક સમજાય છે. અત્ર ખીલી અને પાટાથી તે પ્રકારના આકારનાં હાડકાં સમજવાનાં છે. એટલે કે વાથી ખીલીના આકારનું હાડકું જાણવું અને કષભથી પાટાના આકારનું હાડકું જાણવું. જેમ વાંદરીનું બચ્ચું પિતાની માને હાથની આંટી મારી મજબૂત રીતે વળગી રહે છે તેમ બે હાડકાંના બે છેડા પરસ્પર એક બીજાને આંટી દઈ મજબૂત રીતે વળગી રહે તે “મર્કટબધ” કહેવાય છે. આ ઉપરથી નારાચને અર્થ ધ્યાનમાં આવશે. પ્રથમ સંહનનવાળા જીવનાં હાડકાં એવા પ્રકારના હોય છે કે બે હાડકાંના સાંધા જે સ્થાને આવેલ હોય ત્યાં તેના બે છેડા પરસ્પર મર્કટ-બન્ધની પેઠે વળગીને રહેલા હોય છે એટલું જ નહિ પણ એ મર્કટ-બન્ધના ઉપર હાડકાને ઉપર નીચે મજબૂત પાટે હેય છે. આ ઉપરાંત હાડકાની ખીલી ઉપરના પાટાને તેમજ છેક નીચેના પાટાને વીંધીને અને વળી બે હાડકાના છેડાઓને ભેદીને રહેલી હોય છે. આથી આ સાંધે એટલે તે દઢ બને છે કે મેટી શિલા નીચે એને છ મહિના સુધી કચડવામાં આવે તે પણ એ તૂટે કે ખસે નહિ, માત્ર જીવને કઇક પીડા જ થાય, આવું અપૂર્વ સં હનન તા પ્રબળ પુણ્ય વિના કયાથી પ્રાપ્ત થાય ? અને એવા સંહનન વિના મેક્ષ-ગતિ પણ કેમ જ પમાય ? કષભ-નારાચ-સંહનન અને વા–રાષભ-નારા–સંહનનમાં એટલે જ ફેર છે કે પહેલામાં બીજાની પેઠે ખીલી હેતી નથી. તત્ત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ના ભાષ્ય (પૃ. ૧૫૪)માં આનું “અર્ધવર્ષભ-નારાચ” એવું નામ નજરે પડે છે. કેટલેક સ્થળે આને બદલે વજાનારા–સંહનનને ઉલેખ જોવાય છે એટલે કે મર્કટ-બન્ધ, પાટો અને ખીલી એ ત્રણ પૈકી પાટે નહિ, બાકી બીજા બે હોય છે. નારાચ-સંહનનવાળાને હાડકાના સાંધા મકટ-બન્ધ જેવા હોય; પાટે કે ખીલી ન હોય. અર્ધનારાચ-સંહનામાં એક બાજુ મર્કટ-બન્ધ અને બીજી બાજુ કેવળ ખીલી હોય છે. કલિક–સંહનનમાં હાડકાના સાંધા ફક્ત ખીલીથી જ મજબૂત રહેલા હોય છે. સેવા-સંહનન કે જેનું બીજું નામ છેદસ્કૃષ્ટ” છે તેમાં હાડકાંના બે છેડાએ ઉખલમાં રહેલા મુસળાની પેઠે કેવળ એક બીજાને સ્પર્શીને રહેલા હોય છે. અહીં એક હાડકાને - ૧ જુઓ દ્રવ્યલોકપ્રકાશ ( સ. ૩, . ૪૦૨ ). ૨ તસ્વાર્થભાષ્ય (પૃ. ૧૫૪)માં “સપાટિકા ' એવું નામ નિશાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy