________________
ઉ૯લાસ ] આત દર્શન દીપિકા.
૧૦૧૫ यस्योदये सति विवक्षितभवाद् भवान्तरे जीवानां गमनं स्यात् । તકૂપર તનામ અક્ષણમ્ (પ૬૮) અર્થાત્ જે કર્મ ઉદયમાં આવતાં એક ભવથી બીજા ભવમાં જીવનું ગમન થાય તે કમને ગતિ-નામકમ' કહેવામાં આવે છે,
આયુષ્ય-કર્મનું જે લક્ષણ આપણે ૧૦૧૨ મા પૃષ્ઠમાં વિચારી ગયા તેનાથી આની શી ભિન્નતા છે તે જાણવું બાકી રહે છે એમ કેઈ પ્રશ્ન ઊઠાવે તે એને ઉત્તર એ છે કે જેના ઉદયે અમુક ગતિનું જીવન ગાળવું તે “આયુષ્ય-કર્મ” છે, જ્યારે સુખદુખ ભેગવવા યોગ્ય પર્યાયવિશેષરૂપ દેવાદિ ચાર ગતિઓ પૈકી ગમે તે ગતિ પ્રાપ્ત કરાવનાર કર્મ “ગાત-કર્મ ” છે. નરકગતિ-નામકર્મનું લક્ષણयस्योदये सति नरकगमनरूपवं तन्नरकगतिनामकर्मणो लक्षणम्। (५६९) અર્થાત જે કર્મના ઉદયમાં નરક પ્રતિ ગમન થાય તે “નરકગતિ-નામકર્મ છે. તિર્યંગ-ગતિ-નામકર્મનું લક્ષણ
यस्योदये सति तिर्यग्गतिगमनरूपत्वं तत् तिर्यग्गतिनामकर्मणो અક્ષણ (૫૭૦). અર્થાત જે કમના ઉદયમાં તિર્યંચગતિમાં ગમન થાય તે “ તિર્ય–ગતિ-નામકર્મ છે મનુષ્ય-ગતિ-નામકર્મનું લક્ષણ
यस्योदये सति मनुष्यगतिगमनरूपत्वं तन्मनुष्यगतिनामकर्मणो હૃક્ષણામૂ! (૫૭૨) અર્થાત્ જે કમને ઉદય થતાં મનુષ્ય-ગતિમાં ગમન થાય તે મનુષ્ય-ગતિ-નામ કમ” છે. દેવ-ગતિ-નામકમનું લક્ષણ
यस्योदये सति देवगतिगमनरूपत्वं तद् देवगतिनामकर्मणो ઋક્ષણમ્ ! (૫૭ર) અર્થાત જે કમને ઉદય થતાં દેવગતિમાં ગમન થાય તે કમ “દેવ-ગતિ-નામકમ” છે. એકેન્દ્રિય જાતિ-નામકર્મનું લક્ષણ
यस्योदये सति जीव एकेन्द्रियजातिव्यवहारभाक् स्यात् तद्रूपत्वम् , एकेन्द्रियसञ्ज्ञाव्यपदेशनिमित्तकत्वं वा एकेन्द्रियजातिनामकर्मणो ક્ષમા (૫૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org