SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1090
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૧૧ જણાવેલા નપુંસક દશ પ્રકારના છે–(૧) પંડક (૨) વાતિક, (૩) લીબ, (૪) કુંભી, (૫) ઈર્ષ્યાળુ, (૬) શકુનિ, (૭) તત્કમસેવી, (૮) પાક્ષિકાપાક્ષિક, (૯) સીંગધિક અને (૧) આસક્ત. નિશીથ-ચૂર્ણિ (ઉ. ૧૧) વગેરે ગ્રંથમાં (૧) વદ્ધિતક, (૨) ચિમ્પિત, (૩) મંત્ર-ઉપહત, (૪) ઔષધિ-ઉપહત, (૫) ઋષિ-શસ્ત અને (૨) દેવ–શપ્ત એમ નપુંસકના અન્ય છ ભેદે દર્શાવાયા છે કે જેઓ દીક્ષા માટે યોગ્ય છે. નિમ્નલિખિત ગાથા આ વાતની સાક્ષી પૂરે છે – अवडिए चिप्पिए चेव मंतोसहिउवहतए। इसिसत्ते देवसत्ते य पवावेजा नपुंसए ॥" હવે એ સમાન “આયુષ્ય-કર્મને વિચાર કરવામાં આવે છે. નરક, તિર્યંચ, મનુષ્ય [ सौगन्धिकश्चासको दशैते नपुंसकाः । संक्लिष्टस्थितिरिति साधूनां प्रवाजितुमकल्पिताः ॥ ] ૧ આ દશેના અર્થો માટે જુઓ પ્રવચન-સારોદ્ધારની વૃત્તિ (પત્ર ૨૩-૨૩૨). ૨ આના અર્થ માટે જુઓ ઉપર્યુક્ત વૃત્તિનું ૨૩૨ મું પત્ર. છે છાયા वद्धि तश्चिप्पितश्चैव मन्त्रौषध्युपहतो । રાસ લેવાય કયાનિત કથા નપુરથા છે ૪ જેમ કેદખાનામાં પૂરાયેલ મનુષ્ય કેદખાનામાંથી છૂટવા ઇચ્છે, પરંતુ ન્યાયાધીશે કરેલી શિક્ષાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તેને ત્યાં રહેવું પડે તેમ કમરૂપ ન્યાયાધીશે આત્મપરિણામરૂપ અપરાધ અનુસાર જે ગતિમાં જેટલા કાળ રહેવા સંસારી જીવને ફરમાવ્યું હોય તેટલો કાળ તેને તે ગતિમાં જ ઈચ્છા ન હોય તે પણ રહેવું જ પડે, કિન્તુ નિર્ણત કાળરૂપ આયુષ્ય પૂર્ણ કર્યા વિના અન્ય ગતિમાં તે જઇ શકે જ નહિ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે ચાર ગતિ પકી નરક-ગતિના છત્યાં અત્યંત દુઃખ પડવાથી એ ગતિમાંથી છૂટવા જરૂર ઈચ્છે છે, પરંતુ તેઓ છૂટી શકતા નથી. વળી “ અનુત્તર ” વિમાનના દેવ અનંત પૌગલિક સુખને પણ વૈરાગ્ય-વાસનાથી અસાર જાણી, ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી મનુષ્ય–ગતિની આકાંક્ષા રાખે છે, પરંતુ આયુષ્ય પૂર્ણ થયા પૂર્વે તેઓ દેવગતિમાંથી છૂટી શકતા નથી. તિયચ-ગતિ અને મનુષ્ય-ગતિના જીવો પ્રાયઃ અન્યત્ર જવાની ઇચ્છા રાખતા નથી; અને કદાચ દેવ-ગતિમાં જવાની ઇચ્છા કરે તેપણું આયુષ્ય પૂરું કર્યા પૂર્વે તેઓ તેમ કરી શકતા નથી. એથી આયુષ્ય-કમને બેડીની ઉપમા અપાય છે. તેને પિંજર કે કેદખાના સાથે પણ સરખાવાય. ૫ અત્રે એ ધ્યાનમાં રાખવું કે આયુષ્ય-કમ જીવન-કાળનાં વર્ષોની સીમા નક્કી કરતું નથી, પરંતુ એ તે જીવન-ક્ષેત્રના વિસ્તારની મર્યાદા બાંધે છે. જેમકે તળાવમાં તરવા પેસનાર તેને તરતાં કેટલો વખત લાગશે તેને નજરમાં ન રાખતાં તેને કેટલું તરવાનું છે તે ઉપર ખ્યાલ રાખે છે તેમ જીવન જીવતાં કેટલાં વર્ષ જીવવાનું છે એને નહિ, કિનું કેટલું જીવન-ક્ષેત્ર વ્યતીત કરવાનું છે તેને આ કર્મ નિર્ણય કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy