SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1089
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૦ બન્ધ અધિકાર. [ ચતુર્થ નપુંસકવેદ-મોહનીયનું લક્ષણ– धातुद्वयोदये मार्जितादिद्रव्याभिलाषवद् यस्योदये सति स्त्रीपुरुषोभयविषयकोपभोगाभिलाषः स्यात् तद्रूपत्वं नपुंसकवेदमोहनीयस्य પામ્ (દર). અર્થાત્ ભલેષ્મ અને પિત્ત એ બે ધાતુઓના ઉદયમાં જેમ માર્જિતાદિક ખાવાની લાલસા થાય છે તેમ જેના ઉદયમાં સ્ત્રી અને પુરુષ ઉભય વિષયક ઉપભેગની અભિલાષા થાય તેને “નપુંસકવેદમોહનીય' કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તે પૌરુષ-ભાવની વિકૃતિ ઉત્પન કરનાર પુરુષ-વેદ, એણ-ભાવની વિકૃતિ ઉત્પન્ન કરનાર સ્ત્રી-વે અને નપુંસક-ભાવની વિકૃતિ ઉત્પન્ન કરનાર નપુંસકવેદ છે. આ નવ નેકષાય કષાયના સંસર્ગ વિના સ્વકાર્ય કરવામાં અસમર્થ છે. મુખ્ય કષાયના સહચારી તેમજ તેના ઉદ્દીપક હોવાથી હાસ્યાદિ નવને “નેકષાય”રૂપે વ્યવહાર થાય છે. નેકષાયને અલ્પ કષાય એ પર્યાય છે. નેકષાય એ દેશદ્યાતિ પ્રકૃતિરૂપ છે. આ પ્રમાણે નેકષાય વિષેને ઊહાપોહ પૂર્ણ કરીએ તે પૂર્વે નપુંસક આશ્રીને વિચાર કરી લઈએ. જેમકે નપુંસકના ત્રણ પ્રકારે પડે છે –(૧) નરક-નપુંસક, (૨) તિર્યગ– નપુંસક અને (૩) મનુષ્ય–નપુંસક. તેમાં નરક-નપુંસકના અવાંતર ભેદ નથી. તિર્યંચના જળચર, સ્થળચર અને ખેચર એ ત્રણ ભેદ આશ્રીને તિર્યંનપુંસકના તે તે પ્રમાણે ત્રણ ભેદો પડે છે. મનુષ્યના કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતરદ્વીપજ એમ ત્રણ પ્રકારે પડતા હોવાથી મનુષ્ય-નપુંસકના પણ ત્રણ પ્રકારે ઉદ્દભવે છે. આ પ્રમાણે એકંદર નવુંસકના સાત પ્રકારે થાય છે. નપુંસકના સેન પ્રકારે પ્રવચનસારોદ્વાર (ઠા. ૧૦૮)ની ૧૭૭મી અને ૧૭૬૪મી ગાથામાં દીક્ષા માટે અયોગ્ય ૧ “ is કાજ શ્રી, ફુમી રાહુ જ રિ મ ા सउणी तक्कम्मसेवी य, पक्खिया पक्खिए इय ॥ ७९३ ॥" [ पण्डको पातिकः क्लीवः कुम्भी ईष्यालुक इति च । शकुनिस्सत्कर्मसेबीच पाक्षिकापाक्षिकइति ॥ ] २ " सोगंधिए य आसत्ते, दस पए नपुंसगा । संकिलिटि त्ति साहूणं, पधावेडं अकप्पिया ॥ ७९४ ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy