SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1087
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૮ બન્ધ–અધિકાર. [ ચતુર્થ ચાર પ્રકારના લેભને સારૂ અનુક્રમે લાક્ષાના, કામના, ખંજનના અને હળદરના રંગનાં ઉદાહરણ અપાય છે. ” કંધાદિકના નિગ્રહને વિચાર કરતાં જણાય છે કે ક્ષમા વડે કે, માધવ વડે માન, સરલતા વડે માયા અને સંતોષ વડે લેભ જીતી શકાય છે. મિથ્યાત્વ મેહનીય તેમજ અનંતાનુબન્ધિ આદિ પ્રાથમિક બાર કષા પણ સર્વઘાતિ પ્રકૃતિઓ છે, જ્યારે ચાર સંજ્વલન કષાયે તે દેશદ્યાતિ છે. હવે નવનેકષાયનું પ્રતિપાદન કરવામાં આવે છે. (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શેક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરુષ–વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૮) નપુંસક-વેદ એમ એના નવ પ્રકારે છે. તેમાં હાસ્ય-મેહનીયનું લક્ષણ એ છે કે– यस्योदये सति जीवस्य सनिमित्तमन्यथा वा हास्योत्पत्तिः स्यात् तद्रूपत्वं हास्यमोहनी यस्य रक्षणम् । ( ५५४ ) અર્થાત જે કમને ઉદય થતાં જીવને કારણસર યા કારણ વગર હસવું આવે તે હાસ્ય-મેહનીય કહેવાય છે. રતિ–મેહનીયનું લક્ષણ यस्योदये सति बाह्याभ्यन्तरवस्तुषु आसक्तिलक्षणा प्रीतिः स्यात् तद्रूपत्वं रतिमोहनीयस्य लक्षणम् । ( ५५५) અર્થાત્ જે કમના ઉદયથી બાહ્ય અને આંતરિક પદાર્થોને વિષે છવને આસક્તિરૂપ પ્રીતિ ઉપજે તે “રતિ–મેહનીય ” કહેવાય છે. અરતિ–મેહનીયનું લક્ષણ– यस्योदये सति शब्दादि विषयेष्वप्रीतिः स्यात् तद्पत्वमरतिનોની ચર્ચા ઢક્ષણમ્ (૫૫૬). અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન (અમને જ્ઞ) શબ્દાદિ વિષય ઉપર અપ્રીતિ યાને અરુચિ ઉભવે તે “અરતિ–મેહનીય કહેવાય છે. શેક-મેહનીયનું લક્ષણ___ यस्योदये सति रोदनपरिदेवनादिलक्षणः शोकः स्यात् तद्रूपत्वं शोकमोहनीयस्य लक्षणम् । ( ५५७ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy