________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૧૦૦૭
સંજ્વલનને અતિ અલ્પ જાજવલ્યમાન થનાર એ અર્થ નવતત્વવિસ્તારાર્થ (પૃ. ૧૮૬)માં સૂચવાયો છે.
- અનંતાનુબન્ધિ-કષાયથી માંડીને તે સંજવલન કષાય પર્વતના પ્રત્યેક કષાયના (૧) કેધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ એમ ચાર ચાર પ્રકારે પડે છે. ઘણી વાર એમ કહેવાય છે કે કષાયના ક્રોધાદિ ચાર ચાર પ્રકારે છે અને આ પ્રત્યેકની તીવ્રતાની તરતમતા અનુસાર એના અનંતાનુબન્ધિ ઈત્યાદિ ચાર ભેદ પડાય છે. ગમે તેમ કહે પણ કષાયના એકંદર ૧૬ ભેદે થાય છે એ નિર્વિવાદ વાત છે.
આ પ્રત્યેકના પણ સ્વજાતીયાકિની અપેક્ષાએ ચાર ચાર ભેદે પી શકે છે અને તેમ થતાં આ ક્રોધાદિ પ્રત્યેકના સેળ સોળ ભેદે થાય છે. જેમકે અનંતા અનંતા કે ધ, અપ્ર. અનતા કેધ, પ્ર. અનંતા કે, સં. અનંતા કે ઈત્યાદિ. તેમાં અનંતા અનંતા ક્રોધથી પિતાના સ્વરૂપવાળો અતિશય ઉગ્ર ક્રોધ સમજે. અબ૦ અનંતા ક્રોધથી અપ્રત્યાખ્યાન સરખે કંઇક મંદ ક્રોધ સમજો. પ્રત્યા. અનંતા, ક્રોધથી પ્રત્યાખ્યાન સરખે વધારે મંદ કેધ સમજ અને સં૦ અનંતા, ક્રોધથી સંજવલન જે અત્યંત મંદ ક્રોધ સમજ. બાકીના ધના ૧૨ પ્રકારે ઘટાવી લેવા.
અનંતાનુબલ્પિ–ધ પર્વતની રાજિ સમાન છે. “પર્વત” એટલે પત્થરોને સમૂહ. પર્વતના એક ભાગરૂપ શિલાદિ વિભાગને પણ ઉપચારથી “પર્વત” કહી શકાય છે. “જિ” એટલે લીટી, શિલામાં જે લીટી યાને ફાટ પલ હોય તે ફાટ જ્યાં સુધી શિલા વિદ્યમાન રહે છે ત્યાં સુધી રહે છે, કિન્તુ તે ફાટ તે પૂર્વે સંધાઈ જતી નથી. તે જ પ્રમાણે અનન્તાનુંબંધિ-ધ પણ એક વખત ઉત્પન્ન થયે તે તે જીવન પર્યત રહે છે, હિતુ તે પૂર્વે તે શાંત થતો નથી. વિશેષમાં એ કષાયના ઉદયમાં જે પ્રાણીનું મરણ થાય તે પ્રાણ પ્રાયઃ નરકે જાય છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન કેલને ભૂમિરાજિ, વાયુકારાજિ અને જલરાજિ સાથે સરખાવી શકાય છે. ક્રોધ, રેષ, ભડન અને ભાપ એ ક્રોધના પર્યાયે છે.
અનન્તાનુબંધિ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન માનને સારૂ પત્થરના, હાહકાના અને લાકડાના સ્તંભનાં તેમજ તૃણનાં ઉદાહરણે આપવામાં આવે છે. માન, સ્તન્મ, ગર્વ, ઉભેંક, અહંકાર, પ. મદ એ બધા એક જ અર્થસૂચક છે,
વાંસની ગાંઠ, ઘેટાનું શીંગડું, ગાયનું મૂત્ર અને અવલેખિકા એ તીત્રાદિક ભાવ યુક્ત ચાર પ્રકારની માયાનાં ઉદાહરણો જાણવાં, અત્ર અવલેખિકાથી ધનુષ્યાદિકને છેલવાથી જે વાંકી છાલ નીકળે છે તે સમજવી.
૧ (૧) અનંઅપ૦ ક્રોધ, (૨) અષ૦ અપ૦ ક્રોધ, ( ૩ ) પ્ર. અપ૦ ક્રોધ, (૪) સં૦ અખ૦ ક્રોધ, ( ૫ ) અનં૦ પ્ર ક્રોધ, ( ૬ ) અપ્ર. પ્ર. દેધ, (૭) બ૦ પ્ર. ક્રોધ, ( ૮ ) સં- ૨૦ ક્રોધ, ( ૯ ) અનં૦ સ૦ ક્રોધ ( ૧૦ ) અઝ૦ સં૦ ક્રોધ, ( ૧૧ ) પ્રહ સં૦ ક્રોધ, અને ( ૧૨ ) સં- સં૦ ક્રોધ, એ આ બાર પ્રકારે છે. જુઓ નષતવિસ્તરાર્થ (પૃ. ૧૯૦ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org