SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1085
Loading...
Download File
Download File
Page Text
________________ [ ચતુ. ૧૦૦૬ બન્ધ-અધિકાર. અપ્રત્યાખ્યાન-કષાયમેહનીયનું લક્ષણ – यस्योदये सत्यल्पमपि प्रत्याख्यानं न भवति तद्रूपत्वं, देविरतिप्रतिबन्धकत्वं वाऽप्रत्याख्यानकषायमोहनीयस्य लक्षणम् । (५५१) અર્થાત જે કષાયના ઉદયમાં અલ્પ પણ પ્રત્યાખ્યાન થતું નથી તેને અથવા તે જે દેશવિરતિને પણ પ્રતિબંધક છે તે કષાયને “અપ્રત્યાખ્યાન કષાયમહનીય” કહેવામાં આવે છે. “અપ્રત્યાખ્યાન ગત “અ” અત્ર આ૫વાચી છે, નહિ કે નિષેધાત્મક. અલ્પપ્રત્યાખ્યાન કહે કે “દેશવિરતિ કહે તે એક જ છે. એ વાતને લક્ષ્મીને આ કષાયનાં બે લક્ષણે સૂચવાયાં છે. પ્રત્યાખ્યાન-કષાયમેહનીયનું લક્ષણ सर्वविरतिलक्षणमूलगुणप्रतिबन्धकत्वं प्रत्याख्यानकषायमोहનીય ઋક્ષણમ્ (ઉપર) અર્થાત સર્વવિરતિરૂપ મૂળ ગુણને રોકનાર (પરંતુ દેશવિરતિને નહિ રોકનાર) કષાય તે પ્રત્યાખ્યાન-કષાયમહનીય કહેવાય છે. સંજવલન-કષાયનું લક્ષણ– यथाख्यातचारित्रप्रतिबन्धशीलत्वं, समस्तपापस्थानरहितविरतिभाजोऽपि यतेर्दुःषहपरीषहसन्निपाते सति युगपत् सज्वलनशीलत्वं वा सज्वलनकषायमोहनीयस्य लक्षणम् । (५५३) અર્થાત્ 'યથાખ્યાત ચારિત્રને અટકાવનારો કષાય “સંજવલન કષાયમહનીય' કહેવાય છે. અથવા તે સર્વ પાપસ્થાનેથી મુક્ત એવા અને સર્વવિરતિથી યુક્ત એવા મુનિને દુષહ પરીવહ સહન કરવાને પ્રસંગ આવી પડતાં તેમને જે એકાએક કષાય ઉત્પન્ન થાય છે તે “સંજવલનકષાયમહનીય સંબેધાય છે. અને સારાંશ એ છે કે જેના વિપાકની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહિ પણ તેમાં ખલના કરવા જેટલી કે તેને મલિન કરવા પૂરતી હોય તે “સંજવલન કષાય ” છે. “સંજવલન ” ગત સમ ” ઉપસર્ગને અર્થ અતિશય અલ્પ કરી ૧ જે ચારિત્રમાં એકે કષાયના ઉદય માટે અવકાશ નથી તે “યથાખ્યાત-ચારિત્ર' છે. ૨ ( ૧ ) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, ( ૫ ) પરિપ્રહ, ( ૬ ) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લેભ, ( ૧૦ ) રાગ, ( ૧૧ ) , (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, ( ૧૫ ) રતિ--અરતિ, ( ૧૬ ) પર પરિવાર, ૧૭ ) માયા-મૃષાવાદ અને ( ૧૮ ) મિયાત્રશલ્ય એમ ૧૮ પાપસ્થાનકે છે. - * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy