SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1084
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા. ૧૦૦૫ થાય છે એથી એ “સર્વઘાતિ” ગણાય છે. ચક્ષુર્દશનાવરણાદિ ચતુષ્ટય પૈકી પ્રાથમિક ત્રણ પ્રકૃતિ દેશદ્યા છે, જ્યારે કેવલદર્શનાવરણ સર્વ ઘાતિ છે. ખ સમાન વેદનીયના બે ભેદ છે-(૧) સત્ અથવા સાત યાને શુભ અને (૨) અસત્ અથવા અસાત યાને અશુભ. મદિરા સમાન મેહનીયના મૂળ તો બે ભેદ છે-(૧) દશન-મેહનીય અને (૨) ચારિત્ર–મેહનીય. તેમાં વળી દશન–મેહનીયના ત્રણ પ્રકાર છે –(૧) સમ્યકત્વ-મેહનીય યાને ક્ષાપથમિક સમ્યકત્વ, (૨) મિશ્ર મેહનીય યાને મિશ્ર સમ્યકત્વ અને (૩) મિથ્યાત્વમેહનીય. “મદન–કેદ્રવ” ન્યાયથી શોધેલ મિથ્યાત્વ-યુદંગલના શુદ્ધ પુજના ઉદય દરમ્યાન, સર્વજ્ઞ-પ્રરૂપિત પદાર્થો વિષે જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને “સમ્યકત્વ-મેહનીય” કહેવામાં આવે છે. યથાર્થ પદાર્થોને વિષે અશ્રદ્ધા તે “મિથ્યાવ-મેહનીય' કહેવાય છે. અર્ધ શુદ્ધ પુજના ઉદયમાં સાચા અને ખોટા એમ બંને પદાર્થોમાં સરખી રીતે જે શ્રદ્ધા થાય તેને “મિશ્ર મહ. નીય’ કહેવામાં આવે છે. ચારિત્ર–મોહનીય બે પ્રકારનું છે-(૧) કષાય-મોહનીય અને (૨) કષાય–મેહનીય. તેમાં કષાય-મોહનીયના ચાર વિભાગ છે –(૧) અનતાનુબંધિ, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સં જ્વલન અનંતાનુબંધિ-કષાયમહનીયનું લક્ષણ... सम्यक्त्वलक्षणात्मोयगुणप्रतिबन्धको सति संसारानुबन्धनशीलत्वं, अनन्तसंसारकारणत्वे सति मिथ्यात्वानुबन्धशीलत्वं वाऽनन्ताલુધિયાણા મોર્નીયા ક્ષણમ્ (૫૫૦) અર્થાત સમ્યકત્વ યાને યથાર્થ શ્રદ્ધાનરૂપ આત્મિક ગુણને રોકનાર અને અનંત સંસાર બંધાવનાર-સંસારમાં સદા રખડપટ્ટી કરાવવામાં કારણભૂત એ કષાય “અનંતાનુબંધિ-કષાયમહનીય કહેવાય છે. ૧ મધ વડે લેપાયેલું તરવારનું તીણું પાનું ચાટતાં પ્રથમ સ્વાદ લાગે, પરંતુ જીભ કપાતાં પરિણામે પીડા ઉભવે તેમ પગલિક સુખ-દુઃખને અનુભવ કરાવનારું આ વેદનીય કામ છે, ૨ જેમ મદિરા યાને દારૂ પીવાથી જીવ પરવશ અને વિવેક રહિત બનીને પિતાનાં હિતાહિતને જાણી શકતા નથી તેમ જે જીવ મેહનીય કર્મને વશ છે તે વિવેકશન્ય બની આત્માનાં હિતાહિત પારખી શકતા નથી. વળી જેમ દારૂ પીધેલ વ્યક્તિ માને મા પણ કહે અને પત્ની પણ કહે ઈત્યાદિ સાચો જો બકવાદ કરે છે તેમ મોહનીય કર્મથી આવૃત છવ ધર્મને પણ ધર્મ કહે અને અધર્મને પણ ધર્મ કહે. ટૂંકમાં એનું વર્તન ઢંગઢડા વગરનું હોય છે–એના બોલવા ચાલવા ઉપર વિશ્વાસ રાખી શકાતા નથી. ૭ જુઓ પૃ. ૧૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy