SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1082
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ૧૦૦ કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થનાર અને આત્માના પ્રકાશરૂપ જ્ઞાનને “કેવલજ્ઞાન” અને એ જ્ઞાનના આવરણને “કેવલજ્ઞાનાવરણ” કહેવામાં આવે છે. આ આવરણ તો સર્વઘાતિ છે. આ પ્રમાણે જ્ઞાનાવરણની આપણે સ્થળ રૂપરેખા જઈ ગયા. હવે 'પ્રતિહારના સમાન દર્શનાવરણને વિચાર કરવામાં આવે છે. આના (૧) ચક્ષુદશન, (૨) અચાશન, (૩) અવધિદર્શન, (૪) કેવલદશન, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) "પ્રચલાપ્રચલા અને ૯) સ્યાનદ્ધિ એમ નવ ભેદે છે. આત્મા જે વડે જુએ છે તેને “આંખ સમજવી. દરેક ઈન્દ્રિય આત્માને સામાન્ય તેમજ વિશેષ ધ આપવામાં સહાયક છે. નેત્ર-ઈન્દ્રિયને અવલંબીને થતી સામાન્ય માત્ર પ્રકાશરૂપ આત્માની પરિણતિ તેને “ચક્ષુર્દશન' કહેવામાં આવે છે. એ દશનના ઘાતકને “ચક્ષુઈશનાવરણ કહેવામાં આવે છે. આ આવરણ દેશદ્યાતિ છે. નેત્ર સિવાયની બાકીની ઈન્દ્રિ અને મન દ્વારા થતા સામાન્ય બેધને “અચક્ષુર્દશન' કહેવામાં આવે છે. આ અચક્ષુશનના ઘાતકને “અચક્ષુfશનાવરણ કહેવામાં આવે છે. આ પણ દેશવાતિ છે. અવધિદર્શનાવરણના ક્ષયપશમથી ઉત્પન્ન થતા દર્શનને અવધિદર્શનકહેવામાં આવે છે. કેવલદર્શનાવરણના ક્ષયથી ઉત્પન થનારા આત્માને સાક્ષાત્કારસ્વરૂપી સામાન્યમાત્ર બેધ “કેવલદશન” કહેવાય છે. અવધિદર્શન અને કેવલદશનનાં આવરણને અનુક્રમે “અવધિદર્શનાવરણ” અને “કેવલદર્શનાવરણ” એમ ઓળખવામાં આવે છે. તેમાં પહેલું દેશવાતિ છે અને બીજું સર્વઘાતિ છે. નિદ્રાનું લક્ષણ- सुखप्रबोधस्वभावावस्थाविशेषरूपत्वं, सुखजागरणस्वभावस्वापावस्थाविशेषरूपत्वं वा निद्राया लक्षणम् । (५४५) અર્થાત સુખેથી જાગી શકાય એવી “સ્વાપ-અવસ્થા-વિશેષને “નિદ્રા કહેવામાં આવે છે. ૧ પ્રતિહારે યાને દ્વારપાળે રાજસભામાં આવતી વ્યક્તિને રોકી રાખી હોય ત્યારે તેને જેમ રાજા જોઈ શકતા નથી અથવા રાજાને દશનને માટે આતુર વ્યક્તિ પ્રતિહાર દ્વારા રાજસભામાં આવતાં રોકાતાં રાજાના દર્શનથી વંચિત રહે છે તેમ આત્માનો દેખવાનો સ્વભાવ હોવા છતાં દર્શનવરણ કર્મના ઉદયથી તે પદાર્થો યાને વિષયોને દેખી શકતો નથી, રાજા વ્યક્તિને ન દેખે અને વ્યક્તિ રાજાને ન દેખે એમ ઉભય પક્ષમાં દર્શનાવરણ કમની સફળતા પ્રાચીન કર્મગ્રન્થને આધારે જણાવી છે. ૨-૫ આ ચારને અનુક્રમે લધુ તા, ગાઢ તન્ના, ગાઢ નિદ્રા અને પ્રગાઢ નિદ્રા સાથે સરખોવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy