SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1081
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૨ બન્ધ-અધિકાર. L[ ચતુર્થ ચાર અવાતિ-કમે પૈકી ગમે તે એક હોય તે બાકીનાં ત્રણ અજાતિ-કમે તે હોય જ, પરંતુ શાતિ-કર્મો કદાચ હોય અને કદાચ ન હોય, જે હેય તે મોટે ભાગે ચાર હોય અથવા ત્રણ પણ હેય. અર્થાત્ કર્મબદ્ધ છવને ચાર, સાત કે આઠ કર્મો એકી વખતે હેય. હવે ઉત્તર પ્રવૃતિઓને વિચાર કરીશું. તેમાં 'આંખે બાંધેલા પાટા સમાન જ્ઞાનાવરણના પાંચ ભેદે નીચે મુજબ છે – (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિ-જ્ઞાનાવરણ, (૪) મનપર્યાય-જ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. આ પૈકી મતિજ્ઞાનાવરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય તે માટે ગ્રંથકાર જ્ઞાનનું લક્ષણ નીચે મુજબ રજુ કરે છે – सामान्यविशेषात्मकवस्तुनो विशेषावबोधरूपत्वं ज्ञानस्य ઢાપામ્ (૫૪૪) અર્થાત્ સામાન્ય તેમજ વિશેષ એમ ઉભયસ્વરૂપી પદાર્થને વિશેષ ધ યાને સવિકલપાત્મક બેધ તે “જ્ઞાન” કહેવાય છે. * જ્ઞાનરૂપ સ્વભાવવાળા અને પ્રકાશરૂપ આત્માના જ્ઞાનાવરણના ક્ષપશમથી ઉત્પન્ન થતા પ્રકાશને “મતિજ્ઞાન ના નામથી વ્યવહાર કરવામાં આવે છે. ૨૮ પ્રકારનું મતિજ્ઞાન જે કર્મ વડે ઢંકાઈ જાય છે તેને “મતિજ્ઞાનાવરણ કહેવામાં આવે છે. આ કમ દેશઘાતિ છે. - કર્ણ દ્વારા શબ્દનું શ્રવણ કરવાથી ઉત્પન્ન થતે બે “શ્રુતજ્ઞાન” કહેવાય છે. આ શ્રુતજ્ઞાનના આવરણને શ્રુતજ્ઞાનાવરણ” સંજ્ઞા અપાય છે. એ પણ દેશદ્યાતિ છે. ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા નહિ રાખનારા, અવધિજ્ઞાનાવરણના પશમથી ઉત્પન્ન થનારા અને પુદ્ગલ સંબંધી પ્રકાશ પાડનારા આત્માના જ્ઞાનને “અવધિજ્ઞાન” અને તેના આવરણને “અવધિજ્ઞાનાવરણ” કહેવામાં આવે છે. એ આવરણ પણ ઉપલા બે કર્મની માફક દેશઘાતિ છે. મને દ્રવ્યના પર્યાયને સાક્ષાત અવલંબને, મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય છોનાં મને દ્રવ્યને ગ્રહણ કરવાવાળા આત્માના પ્રકાશ-વિશેષને “મના પર્યાયજ્ઞાન” કહેવામાં આવે છે. એના આવરણને “મના પર્યાયજ્ઞાનાવરણ” કહેવામાં આવે છે. એ પણ દેશવાતિ છે. ( ૧ આંખે પાટો બાંધવાથી જેમ કોઈ પણ ચીજ દેખી શકાતી નથી-જાણી શકાતી નથી તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મરૂપ પાટો આવી જતાં–પડદો આવી જવાથી આત્મા કંઈ પણ જાણી શકતો નથી, ૨ જુઓ પૃ. ૨૯ અને ૬૦. ૩ જુઓ પૃ. ૨૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy