________________
રિલાસ ] આહંત દર્શન દીપિકા.
૧૦૦૧ જે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે તેને અવશ્ય દશનાવરણીય કર્મ હોય છે; અને જેને દશનાવરણીય કર્મ હોય છે તેને પણ અવશ્ય જ્ઞાનાવરણીય કર્મ હોય છે. જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને અવશ્ય વેદનીય કર્મ હોય છે, પરંતુ જેને વેદનીય હોય તેને જ્ઞાનાવરણીય કદાચ હોય અને કદાચ ન હોય. જેમકે છદ્મસ્થને હાય અને સર્વજ્ઞને ન હેય. જેને જ્ઞાનાવરણય છે તેને મેહનીય કર્મ કદાચ હેય અને કદાચ ન હોય, પરંતુ જેને મેહનીય હોય તેને અવશ્ય જ્ઞાનાવરણીય હાય જ. જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને આયુષ્ય-કર્મ જરૂર હોય. પરંતુ જેને આયુષ્ય-કર્મ હોય તેને જ્ઞાનાવરણીય કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ અને ગોત્ર કમના સંબંધમાં પણ જાણવું. જેને જ્ઞાનાવરણીય કર્મ હોય તેને અંતરાય-કમ હોય જ અને જેને અંતરાય-કર્મ હોય તેને જ્ઞાનાવરણીય પણ હોય જ.
જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરનાં સાત કર્મો સાથે કહ્યું તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરનાં છ કર્મો સાથે કહેવું અને એ પ્રમાણે ચાવત્ અંતરાય કર્મ સાથે કહેવું.
જેને વેદનીય છે તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય; પરન્તુ જેને મેહનીય છે તેને વેદનીય અવશ્ય હેય જ. જેને વેદનીય હોય તેને આયુષ્ય હોય જ અને જેને આયુષ્ય હોય તેને વેદનીય હોય જ. એ પ્રમાણે નામ અને ગોત્ર આશ્રીને વિચાર કરી લેવું. જેને વેદનીય છે તેને અંતરાય કદાચ હેય અને કદાચ ન હોય, કિન્તુ જેને અંતરાય હેય તેને વેદનીય હેય જ.
જેને મેહનીય છે તેને અવશ્ય આયુષ્ય-કમ હોય, પણ જેને આયુષ્ય-કર્મ હોય તેને મેહનીય કદાચ હેય અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ, ગોત્ર અને અંતરાય માટે ઘટાવી લેવું.
જેને આયુષ્ય-કમ હોય તેને નામ-કર્મ હોય જ અને જેને નામ-કર્મ હોય તેને આયુષ્ય કર્મ હોય જ. એ પ્રમાણે ગોત્ર સાથે પણ વિચારી લેવું જેને આયુષ્ય છે તેને અંતરાય કદાચ હોય અને કદાચ ન હોય, પરંતુ જેને અંતરાય છે તેને આયુષ્ય હાય જ.
જેને નામ-કર્મ છે તેને ગોત્ર-કમ છે જ અને જેને ગેત્ર-કમ છે તેને નામ-કર્મ છે જ, જેને નામ-કર્મ હોય તેને અંતરાય-કર્મ કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અંતરાય હોય તેને નામ-કર્મ હોય જ. આ હકીકત નેત્ર-કમને પણ લાગુ પડે છે.
આ વિવેચનને સારાંશ એ છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિ-કમ પૈકી મેહનીય સિવાય ગમે તે એક હોય તે બાકીનાં ત્રણે ઘાતિ-કર્મો અથવા તે મોહનીય સિવાયનાં બે ઘાતિ-કર્મો તેમજ વેદનીયાદિ ચારે અઘાતિ-કર્મો હોય જ. મોહનીય હોય ત્યારે અવશિષ્ટ ત્રણે ઘાતિ-કર્મો તેમજ ચારે અઘાતિ-કર્મોને સદ્ભાવ છે જ. વેદનીયાદિ
૧ આ હકીકત બારમા ગુણસ્થાનક આશ્રીને છે અથત સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના નજદીકના કાળને ઉદ્દેશીને છે, કેમકે મોહનીય કમને ઉછેદ થયા બાદ અંતમુહૂર્ત કાળમાં સર્વજ્ઞતાને સાક્ષાત્કાર થાય છે.
128
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org