SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જીવઅધિકાર. [ પ્રથમ અર્થાત્ ‘જીવે છે—પ્રાણ ધારણ કરે છે તે જીવ છે’ એમ થાય છે,તે પછી‘ઉપયાગ એ જીવનું લક્ષણ ઇં’ એમ કેમ કહ્યું? આનું સમાધાન એ છે એ આત્માના સ્વરૂપમાં જૈન મત શું કહે છે,તે સહજ માલૂમ પડે તેટલા માટે ગ્રન્થકારે ઉપર્યુક્ત લક્ષણ બાંધ્યું છે. અર્થાત્ “જ્ઞાન વિશ્વનાં આત્મા” ઇત્યાદિ દનાન્તરીય લક્ષણથી વિશિષ્ટતા સૂચવવા આ પ્રમાણે લક્ષણ આંધવામાં આવ્યુ છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે શબ્દને વ્યુત્પત્તિ-અર્થ-યોગિક અર્થ સત્ર કામ આવતે નથી; પરંતુ તેનુ પ્રવૃત્તિ-નિમિત્ત જાણવાની આવશ્યકતા રહે છે. દાખલા તરીકે “ ગચ્છતીતિ નૌઃ " અર્થાત્ ‘ ગમન ( ગતિ ) કરે તે ગાય ’ એ ‘ ગો ’ શબ્દના યૌગિક અ છે; પરંતુ એથી જે કઇ ગતિ કરતા હોય તેના ‘ ગા ’ શબ્દથી વ્યવહાર કરી શકાય ? અને શું ગાય કદી બેઠેલી કે સૂતેલી હાય તે તેને શુ ગાય ન કહેવી ? આ ઉપરથી જોઇ શકાય છે કે ‘ ગા ’ શબ્દના યોગિક અથ પ્રસ્તુતમાં નિરર્થક છે. શબ્દની વ્યુત્પત્તિ કરીએ તે ચૌગિક અર્થ માલૂમ પડે ખરો, પરંતુ તે અર્થ સર્વત્ર ઉપયાગી પ્રવૃત્તિ નિમિત્ત નથી. એથી કરીને ‘ ગેા ’ શબ્દનું પ્રવૃત્તિ-નિમિત્ત ગેાત્વ જાતિ ( ગલકઅલાર્દિક આકારયુક્ત સંસ્થાનવિશેષ ) જેમાં હોય તેનેજ ‘ગા’ શબ્દથી સ’ખાધી શકાય. તેવી રીતે પ્રસ્તુતમાં પણ ઉપયાગવાન પદાર્થને જ જીવ કહી શકાય. યોગિક અથ અને :: વિશેષમાં એ ભૂલવું ન જોઇએ કે શબ્દના અર્થ કરતી વેળા રૂઢિ તરફ પણ ખ્યાલ રાખવાની આવશ્યકતા છે.જેમકે ‘પ’ક’ શબ્દના વ્યુત્પત્તિ અર્થ તે એ છે કે ‘દું જ્ઞાયતે કૃતિ વજ્જન’' અર્થાત્ કાદવમાં ઉત્પન્ન થાય તે ‘ પંકજ ’ કહેવાય છે. પરંતુ જેટલી વસ્તુ કાદવમાં ઉત્પન્ન થાય, તેટલી બધી ‘ પંકજ ’ કહેવાતી નથી. ‘ પંકજ ’ શબ્દ તે ‘ કમળ ' માટે જ વપરાય છે, એ રૂઢિની પ્રબળતા સૂચવે છે. એવી જ રીતે ‘ વેદનીય ’ કર્માંમાંના ‘ વેદનીય ’ શબ્દને અ પણ રૂઢિ—વિશેષથી ઘટાવવામાં આવે છે.એ તે દેખીતી વાત છે કે દરેક કર્માં વેદવામાં-અનુભવવામાં આવે છે; વાસ્તે દરેક કર્મને વેદનીય કહેવુ જોઇએ; પરંતુ આ કથન યુક્ત નથી; કેમકે વેદનીય શબ્દથી સાતાવેદનીય કે અસાતાવેદનીય જ સમજવાની રૂઢિ-પ્રથા છે. આ વાત તૃતીય ઉલ્લાસ તરફ દ્રષ્ટિપાત કરવાથી સહેલાઇથી સમજી શકાશે. તુલનાત્મક દૃષ્ટિએ જીવનું સ્વરૂપ~~ જૈન દૃષ્ટિએ જીવ ** યઃ कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । સંમતો પરિનિયંતા, ન ઘામા નાન્યક્ષઃ ||⟨|| '' અર્થાત્ જે કર્મના ભેદનાર છે, કર્માંના ફળને ભાગવનાર છે, એક ગતિમાંથી અન્ય ગતિમાં પરિભ્રમણ કરનાર છે તેમજ કર્માંથી નિવૃત્ત થનાર છે તે જીવ છે. આ સિવાય અન્ય લક્ષણવાળા જીવ નથી. આ ઉપરથી જેકે જીવ સબંધી જૈન માન્યતા થોડે ઘણે અંશે સમજી શકાય અત્ર કાઇ એમ શંકા ઉપસ્થિત કરે કે જીવનુ આ લક્ષણ અવ્યાપ્તિ દોષથી ગ્રસ્ત છે, કારણ કે સિદ્ધના વેને આ દશ પ્રાણ નહિ હાવાથી તેએને ‘જીવ’ કહી શકાશે નહિ, તે આનુ સમાધાન એ છે કે તેમના સંબંધમાં ‘પ્રાણ' રાદથી ઉપર્યુક્ત દશ ( દ્રવ્ય-) પ્રાણ ન સમજતાં જ્ઞાનાદિ ભાવ-પ્રાળુ સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy