________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા અતિવ્યાપ્તિ
જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બંનેને લાગુ પડે અર્થાત જે વસ્તુનું લક્ષણ બનાવ્યું હોય તેમાં (લક્ષ્યમાં) તેમજ અન્ય વસ્તુઓમાં (અલક્ષ્યમાં) પણ રહે તે તે લક્ષણમાં
અતિવ્યાપ્તિ” નામને દેષ સમજ. જેમકે પ્રસ્તુતમાં જીવનું લક્ષણ જે પરિણામી હોય તે જીવ છે” એમ બાંધીએ તે તેમાં “અતિવ્યાતિ” નામને દેષ આવે છે, કેમકે જીવથી ઇતર એવો અલક્ષ્ય જે પુગલ તે પણ પરિણામી છે. વળી બીજું ઉદાહરણ લઈએ. “જેને શીંગડાં હોય તે ગાય જાણવી” એમ જે ગાયનું લક્ષણ બાંધવામાં આવે, તે ગાય સિવાયનાં બકરી વિગેરે જનાવમાં પણ તે લક્ષણ પ્રાપ્ત થાય છે. આથી અહિંઆ “અતિવ્યાપ્તિ’ દેષ છે. અવ્યાપ્તિ
જે લક્ષણ સંપૂર્ણ રીતે લક્ષ્યમાં ન રહેતા તેના એક અંશમાં જ પ્રાપ્ત થાય તે તે લક્ષને “અવ્યાપ્તિષથી ગ્રસ્ત જાણવું. જેમકે “મેક્ષે ગયેલો હોય તે જીવ કહેવાય એવું જે જીવનું લક્ષણ બાંધવામાં આવે, તે સમગ્ર સંસારી અને મુક્ત છને એ લક્ષણ લાગુ ન પડતાં ફક્ત મુક્ત જેમાં જ તે ઘટી શકે, અને તેમ છતાં સંસારી જીવો જ કહેવાય નહિ. આ પ્રમાણે જો ગાયનું લક્ષણ રાતા રંગવાળી ત્વયુક્ત હોય તે ગાય જાણવી એમ કરીએ, તે બાકીના વર્ણવાળી ગાયોમાં તે લક્ષણ રહેતું નથી. આથી આ લક્ષણમાં “અવ્યાપ્તિ’ નામને દેષ છે, અર્થાત્ એમાં કથંચિત્ અસંભવતા છે-અસંભવને અંશ છે.
અસંભવ
જે વસ્તુનું લક્ષણ બનાવ્યું હોય તે વસ્તુના એક પણ ભાગમાં જે તે લક્ષણ પ્રાપ્ત ન હોય, સર્વથા અપ્રાપ્ત જ હોય, તે તે લક્ષણમાં “અસંભવ” નામને દેષ જાણ. આને સર્વથા અવ્યાપ્તિ તરીકે ઓળખાવી શકાય. “જે જ્ઞાન-રહિત હેય તે જીવ કહેવાય ” એવું છે જીવનું લક્ષણ બાંધવામાં આવે, તે તે લક્ષણ કેઈ પણ જીવમાં ઘટી શકે નહિ. આ સંબંધમાં એક અન્ય દષ્ટાંત વિચારીએ. જે ગાયનું લક્ષણ એમ કરીએ કે “જેને પાંચ પગ હોય તે ગાય જાણવી” તે આવું લક્ષણ કોઈ પણ ગાયમાં પ્રાપ્ત થતું નહિ હોવાથી, આ લક્ષણ “અસંભવ” નામના દેષથી ફષિત ઠરે છે.
છવના લક્ષણની યથાર્થતા–
જીવ શબ્દને વ્યુત્પત્તિ-જન્ય અર્થ તે “લીતિ-arળા ધરવતોતિ વીર છે
૧ જૈન શાસ્ત્રમાં દશ પ્રાણે માન્યા છે–પાંચ ઇન્દ્રિ, કાયિક, વાચિક અને માનસિક એ ત્રણ પ્રકારનાં બળ, ઉસ-નિઃશ્વાસ અને આયુષ્ય. વાત જીવાજીવાભિગમની શ્રીમલયગિરિ. સુરિત વૃત્તિ (પત્રાંક ૧૦૭)માં સાક્ષીરૂપે નિર્દેશાયેલ નિમ્નલિખિત પદ્યમાં ફ્રુટ રીતે જોઈ શકાય છે -
" पञ्चेन्द्रियाणि त्रिविधवलं च, उच्छ्वास निःश्वासमथान्यदायुः । કાના સતે માજ્ઞિકat વિયોની જો તુ ઉદ્ધના | ૨ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org