________________
બન્ધ-અધિકાર.
[ ચતુર્થ આ અંગના બીજા શ્રુતસ્કંધમાં આ વાદ પરત્વે એમ સૂચવાયું છે કે કેટલાક શ્રમ અને બ્રાહ્મણે એમ કહે છે કે જે પુરુષ ક્રિયાવાદનું સ્થાપન કરે છે તેઓ તેમજ જે પુરુષે અક્રિયાવાદનું સ્થાપન કરે છે તેઓ પણ એટલે આ બંને બનવા કાળની યાને નિયતિવાદની અપેક્ષાએ એક સરખા છે. અર્થાત ક્રિયાનું અને અક્રિયાનું કારણ પણ નિયતિ જ છે.
આપણે ૯૮૦મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ સામગ્નફલસુત્તમાં આ વાદને નિર્દેશ છે. ત્યાં એને “સંસારશુદ્ધિવાદ' તરીકે પણ ઓળખાવે છે. એના નાયક તરીકે મખલિ ગેસાલનું નામ સૂચવાયું છે. જૈન દષ્ટિ પ્રમાણે પણ એ નિયતિવાદી હતે. એનું કહેવું એ હતું કે પ્રાણીઓની અપવિત્રતાનું કઈ પણ કારણ નથી; કારણ વિના જ-હેતુ સિવાય જ પ્રાણુ અપવિત્ર થાય છે. એવી જ રીતે પ્રાણીઓની શુદ્ધતામાં પણ કંઈ હેતુ નથી; કારણ સિવાય જ પ્રાણી શુદ્ધ થાય છે. પિતાના કે પારકાના સામર્થ્યથી કંઈ થતું નથી. પુરુષના સામર્થ્યથી કંઈ થતું નથી. બળ નથી, વીર્ય નથી, પુરુષની શક્તિ અથવા પરાક્રમમાં પણ કંઈ નથી. સર્વ સત્વે, સર્વ છે, સર્વ પ્રાણીઓ, અવશ, દુબળ અને નિર્વાય છે. તે નસીબ, જાતિ, વૈશિષ્ટ અને સ્વભાવથી બદલાય છે; અને કૃષ્ણ, નીલ, લેહિત, હારિદ્ર, શુકલ અને પરમ શુલ એ છ જાતિ પૈકી કઈ પણ જાતિમાં રહી સર્વ દુઃખને ઉપભેગ કરે છે. ૮૪ લાખ મહાક૯૫ના ફેરામાં ગયા પછી ડાહ્યા અને ગાંડા બંનેનાં દુઃખને નાશ થાય છે. શીલ, તપ, વ્રત કે બ્રહ્મચર્યથી અપરિપક્વ કમીને પકવ કરીશ અથવા પરિપકવ થયેલાં કર્મોનાં ફળ ભેળવીને તેને નહિ જેવાં કરી નાંખીશ એવું જે કંઈ કહે તો તેમ થવાનું નથી. આ સંસારમાં સુખ-દુઃખ પરિમિત, પાલીથી માપી શકાય એ રીતે ઠરાવેલાં છે, અને તે ઓછાં હતાં કરાવી શકાય એમ નથી. જે પ્રમાણે સુતરને દડે ફેંકતાં તે ઉકલી રહે ત્યાં સુધી જ જાય તેમ ડાહ્યા અને મૂખના દુઃખને સંસારના ફેરામાં ગયા પછી જ નાશ થાય છે.. ઈશ્વરવાદીની માન્યતા–
આ સમગ્ર જગત ઈશ્વરે રચેલું છે. જેનાં જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ એ ચાર અપ્રતિહત અને અનાદિ છે એ ઈશ્વર જ અજ્ઞ અને પોતાનાં સુખ દુઃખ વિષે અસમર્થ એવા
અર્થાત જે ભાવો જરૂર જ થનારા હોય તે મોટાઓના સંબંધમાં પણ બને છે તેમને પણ છોડતા નથી. દાખલા તરીકે વિચારો મહાદેવની નગ્નતા અને વિષ્ણુનું શેષ નાગના ઉપરનું શયન. આ સંબંધમાં જુઓ નીતિશતકગત દેવપદ્ધતિ (લે. ૮૧-૯૦ ),
૧ સરખાવો પુરાતત્વ (પૃ. ૨, પૃ. ૨૪૭ )ગત નિમ્નલિખિત ઉલ્લેખ –
“નન્દવરછ વગેરે ત્રણ આછવક પરંપરાના મુખ્ય આચાર્યો હતા. તેમના નિયતિવાદમાં અને પૂરણ કાશ્યપના અક્રિયાવાદમાં બહુ ફરક ન હોવાથી આ બને પંથેનો યોગ થવો સહેલો થયો હશે. મFખલિ ગેસાલના દેહદંડનો માર્ગ પૂરણને પસંદ હતા એ પણ આ ઉપરથી સિદ્ધ થાય છે. ”
૨ એના વૃત્તાન માટે જુઓ Sacru Books of the East (vol, di)ની પ્રસ્તાવના (પૃ. ૨૯-૩ર ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org