SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1064
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] ક્રિયાવાદીના ૧૮૦ ભેદી ઇત્યાદિ— ક્રિયાવાદના ભેદોનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય તે માટે આપણે તત્ત્તા ( અ. ૭, સૂ ૧૮ )ની વૃત્તિ ( પૂ. ૧૦૦-૧૦૧ )ના આશ્રય લઈશુ. જીવ, અજીવ, આસવ, અન્ધ, સવર, નિરા, પુણ્ય, પાપ અને મેક્ષ એ નવ પદાર્થો પરિપાટી પૂર્વક લખી એ દરેકની નીચે સ્વતઃ અને પરતઃ એમ એ એ શબ્દો સ્થાપન કરવા. વળી આ દરેક શબ્દની નીચે નિત્ય અને અનિત્ય શબ્દો સ્થાપવા અને એ પ્રત્યેકની નીચે કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા એમ પાંચ પાંચ શબ્દો સ્થાપવા. આ સ્થાપનાનું દિગ્દર્શન કેટલેક અંશે નીચે મુજબ ઉપસ્થિત કરાય છેઃ— અજીવ માસવ અન્ય સવર નિર્જરા પુણ્ય પાપ માક્ષ સ્વતઃ જીવ આ ત દશ ન દીપિકા પરતઃ Jain Education International સ્વતઃ નિત્ય ૧અનિત્ય નિત્ય અનિત્ય નિત્ય અનિત્ય પરતા કાળ સ્વભાષ નિયતિ ઈશ્વર આત્મા કાળ સ્વભાવ નિયતિ ઈશ્વર આત્મા આ પ્રમાણે વિચારતાં જીવના વીસ ભેદો થયા. એવી રીતે અજીવાદિ આઠ પદાર્થોં પૈકી પ્રત્યેકના વીસ વીસ ભેદો જાણવા. અર્થાત્ કુલે ૧૮૦ ભેદો ક્રિયાવાદના થયા. આ પ્રમાણે અજ્ઞાનવાદ વગેરેના ભેદો ઘટાવી લેવા, જેમકે અજ્ઞાનવાદ માટે પુણ્ય અને પાપ સિવાયના સાત પદાર્થોના વિચાર કરવા. આત્માનુ' અસ્તિત્વ નહિ હાવાથી નિત્ય અને અનિત્ય એવા ભેદો માટે અવકાશ રહેતા નથી. કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર, આત્મા અને યદૃચ્છા એમ છ દષ્ટિએ પ્રત્યેકને વિચાર કરતાં ૭ × ૨ x ૬ = ૮૪ ભેદો અજ્ઞાનવાદના થાય છે, ૨૫ જીવાઢિ પદાર્થોં ઉપરાંત ઉત્પત્તિના વિચાર કરતાં અજ્ઞાનિકના ૬૭ યાને ૯ × ૭ + ૪ પ્રકારો ઉદ્ભવે છે. જેમકે જીવાદિ નવ પદાના સત્ત્વ, અસત્ત્વ, સદસત્ત્વ, અવાચ્યત્વ, સદવાચ્યત્વ, અસદવાચ્યત્વ અને સદસઇવાન્ધ્યત્વ એમ સાત સાત વિકલ્પે એટલે એક દર ૬૩ અને ઉત્પત્તિના પ્રાથમિક ચાર મળી ૬૭ જાણવા. દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા અને પિતા એ આઠના શરીર, વાણી, મન અને દાનથી વિનય કરવા વડે વૈનયિકના બત્રીસ ( ૮ × ૪ = ૩૨ ) પ્રકારે થાય છે. હવે ક્રિયાવાદની દૃષ્ટિએ જીવના વીસ ભેાનુ' યત્કિંચિત્ સ્વરૂપ તે પૂર્વે કાલવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઇશ્વરવાદી, યદચ્છાવાદીની સ્થૂળ રૂપરેખા આલેખવામાં આવે છે, For Private & Personal Use Only ૧ સૂત્રકૃતની ટીકાના ૨૦૯મા પત્રમાં આ વિષે થોડાક ઉલ્લેખ છે. પ્રવચનસારોદ્વાર ( હ્રા. ૨૦૬ )ની વૃત્તિ ( પત્ર ૭૪૫-૩૪૭ ) પણ પ્રકારૢ પાડે છે, 124 આલેખવામાં આવે આત્મવાદી અને www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy