________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા.
૯૮૧ વાદ, ઈશ્વરવાદ, નિયતિવાદ, શુન્યવાદ, વિજ્ઞાનવાદ, અદ્વૈતવાદ વગેરે અનેક વાદોને લગતી ચર્ચા હતી. આથી કરીને તે દૃષ્ટિવાદની વ્યુત્પત્તિ દર્શાવતાં તત્વાર્થ (અ. ૧, સૂ. ૨૦)ની બૃહ૬ વૃત્તિ ( પૃ. ૯૧)માં તેના કર્તા શ્રીસિદ્ધસેનગણિએ કહ્યું છે કે –
“છીના-ન્માનિશાહીનાં વસ્ત્ર પ્રદાન થતા દgિવારા
આ દષ્ટિવાદના તે આજે દુર્ભાગ્યે દર્શન પણ અશક્ય છે. એટલે આ વાદે માટે આગમ તરીકે તે ‘સૂત્રકૃતાંગ જોઈ સંતોષ માનવો પડે છે. પ્રાચીનતામાં ઉતરતી કટિમાં એના પછી એની નિર્યુક્તિને મૂકી શકાય તેમ છે. આગમ જેવા સન્માન્ય ગણુતા સન્મતિતકમાં પણ આ વાદની ઝાંખી થાય છે. વાર્થ (અ. ૮, સૂ. ૧)ની બૃહદ્ વૃત્તિ (પૃ. ૧૨૨-૧૨૩)માં અજ્ઞાનવાદ વગેરે પ્રસ્તુત ચાર વાદનું ટુંક વરૂપ અને તેના કેટલાક અનુયાયીઓનાં નામે નિર્દેશ
૧ ઘનિર્યુક્તિની વૃત્તિના આઠમા પત્રમાં આને ઉદ્દેશીને કહ્યું છે કે –
“કથાનુણોન: વરત્તરપર્યાસ્ટોરન્નાઃ ર દિવાર, જાકાત અનાથ सम्मत्यादिरूपश्च ।"
અર્થાત દ્રવ્યાનયોગ એ કોઈ પણ પદાર્થ ( પ્રમેય )ને લગતી, શું એ સત છે કે અસત છે, શું એ નિત્ય છે કે અનિત્ય છે ઇત્યાદિ ચર્ચારૂપ છે. આ દ્રવ્યાનુયોગને વિષય દૃષ્ટિવાદ નામના લુપ્ત થયેલા બારમા અંગમાં મુખ્ય સ્થાન ભોગવે છે. વળી અનાર્ષ એટલે અતીન્દ્રિય જ્ઞાનથી રહિત એવા શ્રતજ્ઞાનીને હાથે રચાયેલા સભ્યતિતકમાં પણ દ્રવ્યાનુયોગ ઠાંસી ઠાંસીને ભરેલ છે.
અત્રે એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે જેને જેને “ દ્રવ્યાનુયોગ ' કહે છે તેને બ્રાહ્મણે પ્રાયઃ “ તત્વજ્ઞાન' કહે છે અને બૌદ્ધો મોટે ભાગે એનો “ અભિધમ્મ ' શબ્દથી વ્યવહાર કરે છે.
૨ આ દિતીય અંગમાં સ્વસમયની અને પરસમયની વિસ્તૃત પ્રરૂપણ છે. એમાં લગભગ નીચે મુજબના ત્રેવીસ વિષય વિષે ચર્ચા છે.
(૧) પંચમહાભૂત, (૨) એકાત્મ, (૩) તજજીવ-ત૭રીર, (૪) અકારક, (૫) આત્મષ, (૬) પંચસ્કંધ, (૭) ચતુર્ધાતુ, (૮) નિયતિ, (૯) ભિક્ષુકર્મ, (૧૦) કૃત, (૧૧) અવતાર, (૧૨) સિદ્ધઅરોગ, (૧૩) લેક, (૧૪) સુબેન સુખ, (૧૫) સ્ત્રીસંગ, (૧૬) મુક્તિસાધન, (૧૭) ક્રિયા, (૧૮) અક્રિય, (૧૯) વિનય, (૨૦) અજ્ઞાન, (૨૧) હિંસા, (૨૨) વેદ અને (૨૩) હસ્તિતાપસ.
આમાંનાં કેટલાંક નામ સૂત્રકારે, કેટલાંક નિયુક્તિકારે, કેટલાંક ટીકાકારે અને કેટલાંક મૂળમાં કહલા ભાવ ઉપરથી પં. બેચરદાસે જ્યાં છે. આ દરેક વાદ (મંતવ્ય)ના સંક્ષિપ્ત સ્વરૂપ માટે જુઓ પુરાતત્તવ ( પુ. ૩, પૃ. ૧૧૫-૧૨૮ ) અને અજૈન દર્શનમાંના એવા વાદેનાં નામનિર્દેશાદિ માટે જુઓ તવાર્થ (વિ. ૨ )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org