SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1058
Loading...
Download File
Download File
Page Text
________________ غی ઉલ્લાસ ] આહત દર્શન દીપિકાં. છે, જ્યારે અનભિગ્રહીત મિથ્યાદર્શનને સંભવ કીટ, પતંગ વગેરે મૂચ્છિત ચૈતન્યવાળી જાતિઓમાં છે. પ્રસ્તુત ગ્રંથકારે પણ મિથ્યાત્વના અભિગૃહીત અને અનભિગ્રહીત એવા બે પ્રકારે સૂચવ્યા છે. તેમાં અભિગ્રહીત મિથ્યાત્વનું લક્ષણ તેમણે નીચે મુજબ નિઃશ્ય છે – ___ मत्यज्ञानादिना परिकल्पयतोऽसम्यग्दर्शनपरिग्रहविषयको योऽयं 'तदेव सत्यम्' इत्यभ्युपगमः, तत्प्रतिपत्त्या गृहीतमिथ्यात्वरूपत्वं, मत्यज्ञानादिनाऽभ्युपेत्यासम्यग्दर्शनविषयकपरिग्रहरूपत्वं वाऽभिगृहीतનિષ્ણારવર્ણ અક્ષમ્ (રૂષ) અર્થાત મતિ-અજ્ઞાનાદિ વડે કલ્પના કરનારા (જને), બેટા મતેના સમૂહમાંથી આ દર્શન જ સત્ય છે એવી માન્યતા ધરાવે છે તેમની તે માન્યતા “અભિગૃહીત મિથ્યાત્વ” કહેવાય છે. અથવા મતિ-અજ્ઞાનાદિ વડે ગ્રહણ કરાયેલ અયથાર્થ દર્શન સંબંધી જે સ્વીકાર તે “અભિગૃહીત મિથ્યાત્વ' છે. આ પ્રકારના મિથ્યાત્વથી વાસિત વ્યક્તિ “મિથ્યાત્વી” કહેવાય છે. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં આ ઉપદેશજન્ય (નહિ કે નૈસર્ગિક) મિથ્યાત્વથી યુક્ત એવા પાખંડીઓની સંખ્યા સૂત્રકૃતાંગ (ધ્રુ. ૧, ૧, ૧૨)ની ૧૧મી નિયુક્તિમાં ૩૬૩ની સૂચવાઈ છે, જ્યારે બૌદ્ધ ગ્રંથમાં ૬૩ ને ઉલ્લેખ છે. અભિગૃહીત મિથ્યાત્વની અપેક્ષા અનુસાર ૧ આ રહ્યો એ ઉલ્લેખ " असियसयं किरियाणं अक्किरियाणं च होइ चुलसीती। મન્નાના પત્તી જોઇ ૧૨૬ છે ” [ અત્યfષના રાતે ઉજવાયાવિરામક્રિયા વિના જ મકર રતુતિઃ | સંજ્ઞાનિકar: Esfgઈનવિજાનાં જ દાવિંત ] . ૨ મહર્ષિ બુદ્ધના સમયમાં જુદા જુદા ૬૩ ૫થો હતા એમ સુત્તનિપાતના સભિયસુત્તની ર૯ મી ગાથાની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી સમજાય છે – " यानि च तीणि यानि च सहि समणप्पवदितानि." [ પાર કીfજ ચાઈન ૪ દિઃ જagarદતાનિ ] અર્થાત ત્રણ અને સાઠ એટલે ત્રેસઠ મત હતા. આમાં બૌદ્ધ મતને પણ સમાવેશ થતો હોય એમ જણાય છે, કેમકે પાલી સાહિત્યમાં અનેક સ્થળે “ ત્રાદિ રિદ્રિતાનિ ” એટલે બાસઠ પને ઉલેખ નજરે પડે છે. આ બાસઠ પંથના શ્રમણોના મતે વિગતવાર બતાવવાનો પ્રયત્ન દીઘનિકાયના પહેલા બ્રહ્મજાલ નામના સૂત્રમાં કરવામાં આવ્યું છે, પરંતુ તે કૃત્રિમ છે. જે સમયે એ સૂત્ર લખાયું હશે તે સમયે તેના રચનારને બુદ્ધના સમયમાં જે શ્રમણુપંથે અસ્તિત્વ ધરાવતા હતા તેને વિષે ૬રની સંખ્યા સિવાય બીજી માહિતી બહુ જ થોડી હશે એમ લાગે છે. જુઓ પ્રો. રાજવાડેના બ્રહાજાલસુત્તનું પરિશિષ્ટ તેમજ પુરાતત્વ (પુ. ૨, પૃ. ૨૪૨ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy