SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1057
Loading...
Download File
Download File
Page Text
________________ બ -અધિકાર. { ચતુર્થ આરે આવે તેમ નથી, પરંતુ બે પ્રવાહ અનાદિ કાલથી વહ્યા કરે છે તેમ આસ્રવ અને બન્થમાં પહેલું કયું અને પછી કયું એ વાતને અંત આવે તેમ નથી, એ તે પ્રવાહરૂપે અનાદિ કાલથી નિરંતર ચાલૂ જ છે. આસ્રવ અને કર્મબન્ધ એ બંને પ્રવાહરૂપે અનાદિ હેવાથી એના પૂર્વાપરને કમ પણ અનાદિ સમજ. હા એટલું ખરું કે વર્તમાનકાળના આમ્રવને હેતુ પૂર્વ કાળને કમબન્યું છે અને થનારા કર્મબન્ધને હેતુ આ વર્તમાન કાળને આસવ છે. પૂર્વ કાળના બન્ધની અપેક્ષાએ વર્તમાન કાળને આસવ કાર્યરૂપ છે અને એ જ કાર્યરૂપ આસ્રવ ભાવિ કમબન્ધની અપેક્ષાએ કારણરૂપ છે. એ જ દષ્ટિએ અહીં આસવને કમબન્ધને હેતુ કહ્યો છે, માટે આસવ અને અન્યના ક્રમમાં કોઈ જાતને વધે કે કઇ પ્રકારની આપત્તિ આવે તેમ નથી. મિથ્યાદર્શનનું સ્વરૂપ અને તેના બે પ્રકારે – હવે આપણે એક પછી એક મિથ્યાદર્શનાદિ બન્ધ–હેતુઓની વ્યાખ્યા કરીશું. તેમાં સૌથી પ્રથમ મિથ્યાદર્શનનો વિચાર કરીએ. મિથ્યાદર્શન કહે કે મિથ્યાત્વ કહે તે એક જ છે. એનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ નિઃશે છે – मिथ्यात्वमोहनीयकर्मपुद्गलसाचिव्यविशेषादात्मपरिणामविशेष - रूपत्वं मिथ्यात्वस्य लक्षणम् । (५३४) અર્થાત્ મિથ્યાત્વ-હનીયરૂપ કમ–પુદગલની પ્રધાનતાને લીધે આત્મામાં જે પરિણામ ઉદ્ભવે છે તે “મિથ્યાત્વ” છે. અન્ય રીતે વિચારીએ તે સર્વ પ્રરૂપિત તત્વને વિષે શ્રદ્ધાને અભાવ એ “મિથ્યાત્વ” છે. અર્થાત્ સમ્યગ્દર્શન એ પદાર્થનું વાસ્તવિક શ્રદ્ધાન હોવાથી એનું સ્વરૂપ સમ્યગ્દર્શનથી ઉલટું છે. એ મિથ્યાદર્શન બે પ્રકારનું સંભવે છે –(૧) પદાર્થને વિષે યથાર્થ શ્રદ્ધાનના અભાવરૂપ અને (૨) અયથાર્થ વસ્તુના શ્રદ્ધાનરૂપ. આ બેમાં ખાસ ફેર એટલે જ છે કે પહેલું તદ્દન મૂઢ દશામાં પણ હોય, જ્યારે બીજું તે વિચારદશામાં યાને સમજુ અવસ્થામાં જ હોય. વિચારશકિતને વિકાસ થયા છતાં જ્યારે અભિનિવેશથી કઈ એક જ દષ્ટિને ખોટી રીતે વળગી રહેવામાં આવે ત્યારે વિચારદશા હોવા છતાં અતવના પક્ષપાતને લઈને એ દષ્ટિ “મિથ્યાદશન” કહેવાય છે. એ ઉપદેશજન્ય હોવાથી “અભિગૃહીત” કહેવાય છે. વિચારદશા વિકસ્વર ન થઈ હોય ત્યારે અનાદિકાલીન આવરણના બાણને લીધે ફક્ત મઢતા હોય છે. આવા સમયે જેમ તવનું અશ્રદ્ધાન નથી તેમ અતરનું પણ શ્રદ્ધાને નથી. એ વખતે માત્ર મઢતા હોઈ તત્તવનું અશ્રદ્ધાન કહી શકાય. એ નૈસર્ગીક હોવાથી યાને ઉપદેશથી નિરપેક્ષ હોવાને લીધે “અનભિગ્રહીત ” કહેવાય છે. દષ્ટિ કે પંથના બધા એકાંતિક કદાગ્રહ * અભિગૃહીત મિથ્યાદશન” છે. આને સંભવ મનુષ્ય જેવી વિચારમાં વિકસિત બનેલી જાતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy