SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1056
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૯૭૭ પ્રમાદ એ એક જાતને અસંયમ જ છે અને એથી એને કષાયમાં કે અવિરતિમાં અંત. ર્ભાવ કરી શકાય. આ દષ્ટિથી કમ પ્રકૃતિ વગેરે ગ્રંથમાં ફક્ત ચાર બધ-હેતુઓ ગણાવાયા છે. વળી બારીકીથી વિચાર કરતાં મિથ્યાત્વ અને અસંયમ એ બને કષાયના સ્વરૂપથી ભિન્ન જણાતા નથી. એથી આ દષ્ટિએ કષાય અને યોગ એ બેને જ બન્ધહેતુઓ ગણવામાં કશી હાનિ નથી. જ્યારે આ પ્રમાણે સમન્વય કરી શકાય છે તે સવાલ એ ઊભો થાય છે કે શા આધારે સંખ્યાભેદની જીદી જુદી પરંપરા ચાલી આવે છે ? આને ઉત્તર એમ અપાય છે કે કોઈ પણ કામ બંધાય ત્યારે તેમાં વધારેમાં વધારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને અનુભાગ એ જે ચાર અંશેનું નિર્માણ થાય છે તેના જુદાં જુદાં કારણ કષાય અને વેગ એ બે છે. પ્રકૃતિ અને પ્રદેશ એ બે અંશેનું નિર્માણ ગને આભારી છે, જ્યારે સ્થિતિ અને અનુભાગ એ બે અંશેનું નિર્માણ કષાયને આભારી છે, આ રીતે એક જ કમમાં ઉત્પન્ન થતા પ્રકૃતિ આદિ ચાર અંશેના હેતુઓનું વિશ્લેષણ કરવાની દષ્ટિએ શાસ્ત્રમાં કષાય અને વેગ એ બે હેતુઓનું કથન કરાયું છે, અને આધ્યાત્મિક વિકાસની ઉતરતી ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કર્મપ્રકૃતિઓની તરતમતાનું કારણ દર્શાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર બન્ધહેતુઓને નિર્દેશ કરાયો છે. જે ગુણસ્થાને બન્ધહેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય તે ગુણસ્થાને કર્મપ્રકૃતિઓને તેટલું વધારે બધું હોય અને જ્યાં એ બન્ધહેતુઓ ઓછા હોય ત્યાં કર્મપ્રકૃતિઓને બબ્બે તેટલું ઓછું હોય. આ રીતે વિચારતાં એ વાત સ્પષ્ટ થાય છે કે કષાય અને વેગ એ બે હેતુઓનું કથન કરનારી પરંપરા કોઈ પણ એક જ કર્મમાં સંભવતા ચાર અંશેના કારણનું પૃથક્કરણ કરવા માટે છે, જ્યારે મિથ્યાત્યાદિ ચાર હેતુઓનું કથન કરનારી પરંપરા એ જુદાં જુદાં ગુણસ્થાને માં તરતમભાવ પામતા કર્મબન્ધના કારણને ઉકેલ કરવા માટે છે. પાંચ બન્ધહેતુઓની પરંપરાને આશય તે ચારની પરંપરા કરતાં જુદે જણાતું નથી અને જે હોય તે તે એટલા જ પૂરતું છે કે જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને બન્ધહેતુ વિષે વિસ્તારથી જ્ઞાન કરાવવું. આસવ અને બંધ એ બે તમાં પહેલું કયું?— આપણે ૯૭૫માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ મિથ્યાદશનાદિ પાંચ, કમબન્ધનાં કારણો છે અને એ બન્ધનાં કારણેને જ જૈન દર્શન “આસવ' કહે છે અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયની સાથે સંબંધ ધરાવતી તન, વચન અને મનની પ્રવૃત્તિઓ જ શુભ કે અશુભ કર્મના આગમનનું કારણ હેવાથી આસવરૂપ છે. આ પ્રમાણે આસવ કમબન્ધનું કારણ છે અને કર્મબન્ય એ કાર્ય છે, વાસ્તે પહેલાં કારણ અને પછી કાર્ય હોવું જોઈએ એટલે કે પહેલાં આસવ અને પછી કમબન્ધ એ પ્રમાણે એ બે તને સ્થાન મળે છે. પરંતુ આમ માનવા જતાં એ વધે આવે છે કે અન્ય સિવાય આસવ માટે અવકાશ જ નથી; એથી કરીને પહેલાં કર્મબન્ધ અને પછી આસવ એમ સ્વીકારવું જોઈએ અને તેમ સ્વીકારવા જતાં તે આવને કર્મબંધને હેતુ માન અસંગત કરે છે. કેમકે કદી પણ પહેલાં કાર્ય અને પછી હેતુ એ કાર્ય-કારણને ક્રમ હેઈ શકતો નથી. માટે આસવ અને કમબન્ધ એ બેનાં સ્થાન શી રીતે માનવાં ઉચિત છે એ પ્રશ્ન જરૂર ઊભું રહે છે. આને ઉત્તર એ છે કે જેમ બીજ અને ઝાડ એ બેમાં પહેલું કયું અને પછી કયું એ પ્રશ્નનો 198 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy