SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1052
Loading...
Download File
Download File
Page Text
________________ فيفا ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. देशकाल सम्पच्छ्रद्धानादिक्रमरूपत्वं विधिविशेषस्य लक्षणम् । (૧૦) અર્થાત દેશ-સંપત્તિ, કાલ–સંપત્તિ, શ્રદ્ધા, સત્કાર વગેરે કેમ તે વિધિ-વિશેષ છે. તેમાં દેશસંપત્તિ એટલે સ્થાવર વગેરે જંતુઓના ઉપદ્રવથી રહિત દેશ. એટલે કે જ્યાં સ્થાવર વગેરે જીવોને ઉપદ્રવ ન હોય તેવાં રસોડાં વગેરે સ્થાનને દેશ-સંપત્તિ' કહેવામાં આવે છે. કાલ સંપત્તિથી એ સમજવાનું છે કે રાત્રિને સમય નહિ, પરંતુ પિતાને માટે બનાવવામાં આવેલ અનાદિ ચાર પ્રકારના આહારને વાપરવાને દિવસને ચગ્ય સમય અને તેમાં પણ ભેજનને વાતે ઉચિત કાળ અર્થાત્ જ્યારે પીરસનાર તૈયાર હોય એવી વિશેષ અનુકૂળતા. વળી અત્ર પૂર્વક અને પશ્ચાતકમને અભાવ અપેક્ષિત છે. શ્રદ્ધા એટલે ગુણીજનોને દાન આપવાની અભિલાષા. ઊભા થવું, બેસવાને આસન આપવું, વંદન કરવું વગેરે વિનય સાચવ તે “સત્કાર” છે. સત્કાર સહિત દેશ અને કાળને અનુસરીને શ્રદ્ધાપૂર્વક કલ્પનીય વસ્તુનું દાન દેવું તે “વિધિ છે. ટૂંકમાં કહીએ તે દેશકાલની ગ્યતાને લક્ષ્યમાં રાખીને તેમજ દાનને સ્વીકાર કરનારના સિદ્ધાન્તને આંચ ન આવે એવી ખપતી વસ્તન આનંદપૂર્વક અર્પણ કરવું તે વિધિ-વિશેષ છે. વળી દાન નિષ્કામ વૃત્તિથી અપાય છે તે વિશેષ હિતકારી છે, એટલે દાન આપતી વેળા આ લોક કે પાક સંબંધી સુખની ઇચ્છા ન રાખવી. તેવી ઈચ્છા ન રાખવાથી આત્માને સ્વાભાવિક આનંદ ખીલી ઊઠશે, કેમકે ખરો આનંદ તે આપણી પાસે જે વસ્તુ હોય તે બીજાના ઉપયોગમાં આવે તેમાં જ છે. વાસ્તુ દાન આપતી વેળા દાન લેનાર આપણે ઉપકાર માને, દુનિયામાં વાહવાહ કહેવાય કે પરભવમાં સુખ મળે એવી લાલસામાં લપટાવું ન જોઈએ. દ્રવ્ય-વિશેષનું લક્ષણ ___ अन्नादिद्रव्याणामेव सारजातिगुणोत्कर्षयोग्यतासम्पन्नरूपत्वं द्रव्यવિષય ક્ષન્ ! (૩૨). અર્થાત્ અન્ન વગેરે દ્રવ્યમાં પણ સાર, જાતિ અને ગુણના ઉત્કર્ષની એગ્યતાથી યુક્ત જે દ્રવ્ય હોય તે “ દ્રવ્ય-વિશેષ છે. અત્ર સાર એટલે જેમાંથી ગંધ, રસ વગેરે નષ્ટ ન થઈ ગયેલ હોય તેવા શાલિ, વીહિ, ઘઉં વગેરે “ જાતિ” કહેવાય છે. સુગંધી, લવણ, સિનગ્ધ, મધુર એ ગુણો જાણવા. એ સારાદિ જે દ્રવ્યમાં ઉત્કૃષ્ટપણે હેય તે “દ્રવ્ય-વિશેષ છે. દાનમાં અપાતી વસ્તુ એવી હેવી જોઈએ કે તે લેનાર પાત્રને તેની જીવનયાત્રામાં પુષ્ટિ કરનારી થઈ પડે અને તેના ગુણના વિકાસમાં નિમિત્તરૂપ બને. દાત-વિશેષનું લક્ષણ प्रतिग्रहीतरि अनसूयारूपत्वे सति त्यागादौ विषादाभावरूपत्वं दातृविशेषस्य लक्षणम् । (५३२) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy