SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1051
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૨ આસવ-અધિકાર. ( તીય અર્થાત કષ્ટ પૂર્વક કરેલ તપશ્ચર્યાને કે ચારિત્રને વેચી નાંખવું તે “નિદાન” છે. અથવા આ મેં જે તપ કર્યું છે યાને ચારિત્ર પાળ્યું છે તેનું જે કંઈ ફળ હોય તે તે ફળરૂપે મને ભવાંતરમાં ચક્રવર્તી કે એવી કઈ વ્યક્તિ જેવું સુખ મળે એવી ઈચ્છા કરવી તે “નિદાન” છે. આ પ્રમાણે આપણે એકંદર ૬૫ અતિચારે વિચાર્યા. જે ઈરાદા પૂર્વક કે વક્રતાથી તેનું સેવન કરાય તે તેથી વ્રત ખંડિત જ થાય એટલે કે એ અતિચાર ન ગણાતાં અનાચાર જ ગણાય; પરંતુ જે ભૂલથી, પ્રમાદથી યાને અનાગથી તે સેવાઈ જાય તે તે અતિચારરૂપ છે. આ અતિચારથી બચવા માટે પ્રમાદને ત્યાગ કર જોઈએ. દાનના સ્વરૂપને ઉપકમન ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એમ જે પ્રકારે છે તેમાં દાન એ જીવનના બધા સદ્ગુણેને કળશ છે. એના વિકાસ ઉપર પારમાર્થિક દષ્ટિએ અન્ય સદ્દગુણોને ઉત્કર્ષ અવલંબી રહેલે છે અને વ્યાવહારિક દષ્ટિએ માનવ-સમાજની વ્યવસ્થાની સમંજસતા અવલંબી રહેલી છે. આ પ્રમાણે જે દાનનું મહત્ત્વ છે અને જેને વિષે “અતિથિસંવિભાગ” વ્રતમાં નિર્દેશ કરાયે છે તે દાનનું લક્ષણ હવે નીચે મુજબ રજુ કરવામાં આવે છે – . आत्मपरानुग्रहार्थं परमविशुद्ध परिणामेन स्वद्रव्याणामन्नपानवस्त्रादीनां परित्यागकरणं दानस्य लक्षणम् । ( ५२९) અર્થાત તેમજ પરના ઉપર ઉપકાર થાય તે માટે અત્યંત નિર્મળ પરિણામ પૂર્વક પિતાનાં ( ન્યાયથી ઉપાર્જન કરેલાં) અન્ન, પાન, વસ્ત્ર વગેરે દ્રવ્યને ત્યાગ કરવું તે “દાન” છે. કાન એટલે ન્યાયપૂર્વક મેળવેલ વસ્તુનું અન્યને અર્પણ કરવું તે. આવા ઈરાદાપૂર્વક અર્પણથી જે અર્પણ કરે છે તેને તેમજ જેને અર્પણ કરાય છે તેને પણ લાભ થાય છે અર્પણ કરનારને પિતાના ઉપર એ ઉપકાર છે કે એ વસ્તુ ઉપરનું એનું મમત્વ ઓછું થાય છે અને તેટલે અંશે એની સતેષવૃત્તિ અને સમભાવ કેળવાય છે. સ્વીકારનારના ઉપર એ ઉપકાર થાય છે કે એથી એના જીવનયાત્રાના રથની ગતિ અટકી પડતી બચી જાય છે, એને સુખેથી જીવન-નિર્વાહ થાય છે અને તેમ થતાં સદ્દગુણને વિકાસ કરવા માટે યથેષ્ઠ સમય અને માનસિક શાંતિ યાને અનુકૂળ વાતાવરણની એને પ્રાપ્તિ થાય છે. જે કે બધાં દાને દાનરૂપે તે પ્રાયઃ સમાન જ છે છતાં તેના ફળમાં તરતમતા રહેલી છે. એ તરતમતાનું કારણ દાનધર્મની વિશેષતા છે. એ વિશેષતાને મુખ્ય આધાર દાન-ધર્મનાં વિધિ, દિવ્ય, દાતા અને પાત્ર એ ચાર અંગેની વિશેષતા ઉપર રહેલ છે. તેમાં વિધિ-વિશેષનું લક્ષણ એ છે કે ૧ ૮૬ મા પૃષ્ઠમાં આ લક્ષણ વિચારી ગયા છીએ છતાં પ્રસંગવશાત તે ફરીથી રજુ કરાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy