SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1049
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૦ અસ્સવ-અધિકાર એથી શુદ્ધ બને જ ત્યાગ કરવા પ્રેરાવું તે ડહાપણ નથી, કિન્તુ જેમ શુદ્ધ સ્તને પુષ્ટિ મળે અને તે ઉત્તરોત્તર વિશુદ્ધ બનતું જાય તેવી ભાવનાઓ ભાવવી એમાં વ્રતધારી મનુષ્યની શોભા છે. પંચાશકમાં કહ્યું છે કે માણસને વિરતિને પરિણામ ન હોય તે પણ પ્રયાણ કરવાથી તે પરિણામ ઉદભવે છે. અને પ્રયત્ન ન કરાય તે અથવા અશુભ કર્મના ઉદયથી વિરતિને પરિણામ હોય તે પણ તે તે ધીરે ધીરે નાશ પામે છે; વાતે સમ્યકત્વ પૂર્વક અણુવ્રતાદિ અંગીકાર કર્યા બાદ તેનું મરણ ચાલુ રાખવું. જેમકે મેં આ વ્રત શા માટે સ્વીકાર્યું છે? એનું ફળ શું છે? એથી મારી ઉન્નતિ શી રીતે થશે? એના પાલનમાં કયા કયા વિના જણાય છે? એ વિન્ને કેવી રીતે દૂર કરી શકાય? આવો ઊહાપોહ કરવાથી તે તે વ્રતમાં ચિત્તની સ્થિરતા થાય. સંલેખનાના પાંચ અતિચારો (૧) જીવિત–આશંસા, (૨) મરણ-આશંસા, (૩) મિત્ર-અનુરાગ, (૪) સુખ-અનુબંધ અને (૫) નિદાન–કરણ એ “સંલેખના” વ્રતના પાંચ અતિચારે છે. જીવિત-આશંસાનું લક્ષણ वस्त्रादिलाभबहुपरिवार दर्शनेन लोकश्लाघाश्रवणेन चैवमेव श्रेय इति मननरूपत्वं, अवश्यतया जलबुबुद्पविन श्वरशीलस्थ शरीरस्यावस्थानादौ गायेन प्रयत्नकरणं वा जीविताशंसाया लक्षणम् । (५२५) અથૉત્ વસ્ત્રાદિને લાભ જોઈને, બહેળો પરિવાર દેખીને કે લેકમાં થતી પિતાની પ્રશંસા સાંભળીને જીવવું એ જ શ્રેયકર છે એમ માનવું તે “જીવન-આશંસા ” છે. અથવા તે જળના પપેટાની પેઠે અવશ્ય વિનાશશીલ એવા શરીરને ટકાવી રાખવા વગેરે માટે અત્યંત આસક્તિ પૂર્વક પ્રયાસ કરે તે ‘જીવિત-આશંસા ” છે.. મરણ-આશંસા– स्वकीयानादरं दृष्ट्वा 'कदा म्रियेऽहम्' इति परिणामरूपत्वं, रोगप्रस्ततया प्राप्तजीवनक्लेशस्थ मरणचित्तस्य प्रणिधानं वा मरणाशंसाया અક્ષણમ્ (૨૬) અર્થાત્ પિતાને અનાદર ( તિરરકાર ) થતે જોઈને હું કયારે જલદી મરી જાઉં એ પ્રકારને (અધ્યાત્મથી રહિત વ્યક્તિને) પરિણામ તે “મરણ-આશંસા” છે. અથવા રોગથી સપાયેલા હાઈ લેશમય જીવન વ્યતીત કરનાર મરણની ઈચ્છા રાખે તે “મરણુ-આશંસા” છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy