SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1040
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આ દન દીપિયા. ૯૬૧ અર્થાત્ ખાંડણીને મુસલા સાથે, હળના ફાળ સાથે, ગાડાના ધાંસરી સાથે ( કુહાડાના દાંડા સાથે, ઘંટીના એક પડના બીજા પડ સાથે ) એમ એક અધિકરણના અન્ય અધિકરણ જોડે સંચાગ કરવા તે ‘ સ’યુક્ત-અધિકરણ ’છે. જેનાથી આત્મા નરકના અધિકારી અને તે · અધિકરણ ' કહેવાય છે; જેમકે મુસળુ, ખાંડણી વગેરે. સ યુક્ત એટલે અથક્રિયા માટે તૈયાર કરેલ. અથવા તે ઉપર સૂચવ્યા મુજબ અન્ય અધિકરણથી યુક્ત બનાવેલ એક અધિકરણ બીજા સાથે જોડેલુ રાખવામાં આવે તે તે જોઈને અન્ય લેવા આવે તે તેને ના પાડી ન શકાય અને તેથી ફ્રગટમાં પાપક્રિયાના ભાગી બનાય. જેમકે ગાડુ' જોડી રાખ્યુ હાય અને કઇ માગવા આવે તે તેને આપવુ તે પડે. હવે લેવા આવનાર જો નિય હાય તે અળદને તે ખાવા ન આપે અથવા વધારે ભાર ભરે કે શક્તિ ઉપરાંત વધારે દૂર ગાડું ખેંચાવી જાય. આમ થતાં હિસ્રપ્રદાન વ્રતના અતિચાર લાગે, ઉપલેાગ–અધિકત્વનું લક્ષણ— यावत्स्नानालङ्कारादिभिर्यस्य प्रयोजनं ततोऽधिकग्रहणरूपत्वमुपમોનાષિવસ્થ જીક્ષનમ્ । ( ૫૦૩ ) અર્થાત્ જે પ્રમાણમાં સ્નાન, અલંકાર વગેરેના ખપ હાય તેથી વધારે રાખવાં તે ‘ ઉપભાગ-અધિકત્વ ’ છે. એટલે કે પેાતાને માટે આવશ્યક હોય તે ઉપરાંત કપડાં, ઘરેણાં, તેલ, ચંદન વગેરે રાખવાં તે ઉપભાગ–અધિકત્વ ’ છે. આને દેષરૂપ ગણવાનુ` કારણ એ છે કે વધારે હોય તે મૂર્છા વધે અને વળી તે વધારે પડતી વસ્તુઓના દુરુપયોગ બીજાને હાથે થાય તે તેના દોષ પણ એ વસ્તુઓના માલીકને લાગે, જેઓ સયુક્ત અધિકરણને બદલે અસમીક્ષ્ય-અધિકરણના ઉલ્લેખ કરે છે. તે એને કયા અર્થ કરે છે તે સૂચવવા અસમીક્ષ્ય-અધિકરણનું લક્ષણ નીચે મુજબ રજી કરાય છેઃ— अनालो क्याधिकरणरूपत्वम समीक्ष्याधिकरणस्य लक्षणम् । (५०४) 4 અર્થાત્ જોયા વિનાનું અધિકરણ તે · અસમીક્ષ્ય-અધિકરણ ' છે. આ સબંધમાં તત્ત્વાના વિવેચનમાં એવા ઉલ્લેખ છે કે “ પેાતાની જરૂરિયાતના વિચાર કર્યા વિના જ જાતજાતનાં સાવદ્ય ઉપકરણા બીજાને તેના કામ માટે આપ્યાં કરવાં તે ‘ અસમીથ્યાધિકરણ ’ છે. ' આ પ્રમાણે આપણે ત્રણ ગુણવ્રતાના અતિચારા જોયા. હવે પ્રથમ શિક્ષાવ્રતના અતિ ચારા વિચારીશું. ૧ આ ત્રણને પણ ઉપાસકદશાંગમાં ‘શિક્ષાવ્રત' એવી સંજ્ઞા આપી છે અર્થાત્ ત્યાં સાત શિક્ષાત્રતાના નિર્દેશ છે. જીએ . હુનલ (Hoernle)કૃત ઉપાસકદશાંગ(અ. 1)નુ સંસ્કરણ ( ? ૮). 121 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy