SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1036
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૮૫૭ કેહવડાવવા પડે છે અને તેથી અનેક ઈવેને સંહાર થાય છે. આ વાત બાજુ ઉપર રાખીએ તે પણ એનું સેવન શરીર અને આત્માની પાયમાલી કરવામાં એક્કો છે તે ભૂલી ન જવું જોઈએ. અનેક પાશ્ચાત્ય વિદ્વાનોન-સાકટરનો પણ મત છે કે એના સેવનથી શરીરમાં અશક્તિ. લેહીમાં બગાડો અને મગજને ભય ઉદભવે છે. અમેરિકામાં તો દવા તરીકે પણ એ ન વાપરવાને સપ્ત કાય છે. પશ્ચિમ દેશના સંસર્ગથી જે અનિષ્ટ સંરકારે આ દેશમાં ઘર ઘાલી બેઠા છે તેમાં દારૂ પીવે તે મુખ્ય સ્થાન ભોગવે છે. દારૂ પીવે એ સજજનને લાંછન લગાડનારૂં કાર્ય છે. આજે આ બદી નાબુદ કરવા માટે સમગ્ર ભારતવર્ષમાં જેસર હિલચાલ ચાલી રહી છે. દારૂના સેવનથી કેટલી બધી હાનિ થાય છે તેને સુંદર અને સચોટ પૂરા એ છે કે શ્રીૌતમ બુદ્ધે તે મદિરાત્યાગને પાંચમા મહાવ્રત તરીકે નિશેલ છે. બૌદ્ધ દર્શનનાં પ્રાથમિક ચાર મહાવતે તે જૈનોનાં મહાવ્રત જેવાં છે, પરંતુ જેનોના પરિગ્રહવિરમગુરૂપ પાંચમા મહાવતને સ્થાને એ દર્શનમાં મદિરાના સેવનના નિષેધને ઉલ્લેખ છે.' મદિરા તેમજ માંસના પ્રકારો – ૨ મદિરા બે પ્રકારની છે -(૧) કાષ્ઠમાંથી ઉત્પન્ન થતી અને (૨) પિન્ટમાંથી ઉદભવતી. માંસ ત્રણ પ્રકારનું છે–(૧) જલચરનું, (૨) સ્થલચરનું અને (૩) ખેચરનું. અથવા તે (૧) ચામડું, (૨) લેહી અને (૩) માંસ એ દષ્ટિએ માંસના ત્રણ પ્રકારે છે. માંસનું સેવન માંસાહારથી મનુષ્યનાં શારીરિક, આર્થિક તેમજ ધાર્મિક એ ત્રણે જાતનાં જીવનો પાયમાલ થઈ જાય છે. વળી વનસ્પતિ–આહારમાં જેટલા પ્રમાણમાં પૌષ્ટિક તત્વ રહેલું છે તેટલું માંસ-આહારમાં નથી એમ આધુનિક વૈજ્ઞાનિકનું પણ માનવું છે. ફલ-આહારથી જે સૌમ્ય, સાત્વિકતા, બુદ્ધિબલ અને આરોગ્ય મળે છે તે માંસાહારથી મળતાં નથી. ટૂંકમાં કહીએ તો માવા જેવી સાત્વિક વસ્તુને મૂકીને માંસનું ભક્ષણ કરવું અને દૂધને બદલે દારૂ પીવે એ માણસાઈ નથી. જૈન દર્શન જ માંસના સેવનને દુર્વ્યસન તેમજ મહાવિકૃતિરૂપ ગણી તેને નિષેધ કરે છે એમ નથી. મહાભારત, મનુસ્મૃતિ જેવા અને હિંદુ ગ્રંથ પણ એ જ વાતનું સમર્થન ૧ જુએ પૃ. ૯૧૫. ૨ જુઓ અર્થદીપિકાનું ૧૧૫મું પત્ર. ૩ આ મહાકાય ગ્રન્થના શાંતિપર્વના ૬૪(?)મા અધ્યાયમાં કહ્યું પણું છે કે gri માર મધુમાંર-ાણ રાજાના છૂઃ ઘstતત ત૬, મૈત૬ જેy fewત્ત= I SI " અર્થાત દારૂ, માછલાં, મધ, માંસ, આસવ () ખીચડી અને ભાત એ બધું ધૂત જનોએ પ્રવર્તાવેલ છે. વેદમાં એ વસ્તુઓ ખાવા પીવાની સંમતિ આપવામાં આવી નથી જ. ૪ એના પાંચમા અધ્યાયમાં એવા ઉલ્લેખ છે કે " माकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते क्वचित् । જ ઘ gifજવઃ દય-હારાજ વિશે | ૮ | " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy