________________
ઉલ્લાસ ]
આહત દશ દીપક. કરે તે ક્ષેત્ર–વૃદ્ધિ” છે. આને અતિચાર કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે એકંદર બને દિશાના પરિમાણુનું તે પાલન કરે છે એટલા પૂરતું તેનું વ્રત સચવાઈ રહે છે, પરંતુ એક દિશામાં તે લીધેલા પરિમાણને અતિકામ થતું હોવાથી એટલા પૂરતે વ્રતને ભંગ થાય છે. આ પ્રમાણે વ્રતને ભંગાભંગ તે અતિચાર ગણા હેવાથી આને અત્ર અતિચાર તરીકે ઉલ્લેખ કરાયા છે. દ્વિતીય ગુણવતના અતિચારે- (૧) સચિત્ત આહાર, (૨) સચિત્તસંબદ્ધ આહાર, (૩) સચિત્તમ આહાર, (૪) અભિષવ–આહાર અને (૫) દુષવ આહાર એ દ્વિતીય ગુણવતના અર્થાત સાતમા પગપરિમાણુરૂપ વ્રતના પાંચ અતિચારે છે. તવાર્થ (અ. ૭, સૂ. ૩૦)માં પણ એમ જ છે. સચિત્ત આહારનું લક્ષણ
कन्दमूलफलादीनां भक्षणं सचित्ताहारस्य लक्षणम् । ( ४९४) અર્થાત્ કંદ, મૂળ, ફળ વગેરેનું ભક્ષણ તે “સચિત્ત આહાર' કહેવાય છે, અત્ર કેવળ સચેતન વનસ્પતિ જ ન સમજતાં સચિત્ત પૃથ્વીકાય વગેરેનું ભક્ષણ પણ સમજી લેવું. જેને ત્યાગ કર્યો હોય–જે ન ખાવાનો નિયમ લીધે હોય તે વિષયમાં પ્રવૃત્તિ કરવાથી વ્રતને ભંગ થાય છે, પરંતુ ઉપગ રહિતપણાને લીધે જે તેમ થાય છે તે અતિચાર છે, નહિ કે વ્રતભંગ, એ હકીકત અત્ર પણ લક્ષ્યમાં રાખવી. સચિનસંબદ્ધ આહારનું લક્ષણ–
र सचेतनवृक्षादिना सम्बद्धगुन्दादिपक्वफलादिसचित्तान्त/जकखजूरादीनामनाभोगादिना भक्षणरूपत्वं सचित्तसम्बद्धाहारस्य लक्षणम्। (૪૧૫). અર્થાત સચિત્ત વૃક્ષ વગેરેની સાથે સંબંધ ધરાવનાર ગુંદ વગેરેનું (અથવા તે ઝાડ ઉપરથી તરતનાં તેડેલ રાયણ, જાંબુ વગેરે) પાકાં ફળ વગેરેનું, તેમજ સચિત્ત બીજ (ઠળિયા)વાળાં ખજૂર વગેરેનું અનુપયેગાદિથી ભક્ષણ કરવું તે “સચિત્તસંબદ્ધ આહાર છે. સચિત્ત આહાર સંબંધી જેણે પ્રતિજ્ઞા લીધી હોય તે જે આ આહાર લે તે વ્રતને ભંગ થાય, પરંતુ અવિચારીપણાથી જે તે તેમ કરે તે તેને અતિચાર લાગે. વળી ફળ વગેરેના અંદરના ભાગમાં રહેલ ઠળિયા વગેરે સચિત્ત બીજને હું ત્યાગ કરીશ અને કેવળ ઉપરને બીજો ભાગ જે અચિત્ત છે તે ખાઈશ એવા વિચારથી ફલાદિનું ભક્ષણ કરે તેને આ અતિચાર લાગે.
૧ “ વિસાવદૂમિકાઈs swજasir: I " ૨ ઠળિયા, ગોટલી વગેરે સચેતન પદાર્થથી યુક્ત એવાં બર, કેરી વગેરે પાકાં ફળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org