SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1032
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૨૩ આ પ્રમાણે કુખ, કાંસું, તાંબું, સીસું, ત્રપુ (હલકી ધાતુ) માટીનાં વાસણ વગેરે માટે પણ સમજી લેવું. પ્રથમ ગુણવ્રતના પાંચ અતિચારે– (૧) સમૃતિ-અંતર્ધાન, (૨) ઊર્વ—વ્યતિક્રમ, (૩) અધો-વ્યતિક્રમ, (૪) તિર્યંગ-વ્યતિક્રમ અને (૫) ક્ષેત્ર-વૃદ્ધિ એ પ્રથમ ગુણવ્રત યાને છ વિવિરતિ વ્રતના પાંચ અતિચારે છે. તેમાં સ્મૃતિ અંતર્ધાનનું લક્ષણ એ છે કે अतिव्याकुलत्व-प्रमाववत्त्व-मत्यपाटवादिना विस्मरणरूपत्वं स्मृત્યાનસ્થ ઋક્ષણમ્ (૪૮૧) અર્થાત અતિશય વ્યાકુલતા, પ્રમાદ અને બુદ્ધિની મંદતા ઈત્યાદિને લીધે જે વસ્તુનું વિસ્મરણ થાય છે–ભૂલી જવાય છે તે “સ્મૃતિ-અન્તર્ધાન” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક નિયમના પાલનને આધાર સ્મરણ શક્તિ ઉપર રહેલો છે. મતિ ભ્રમથી, પ્રમાદથી કે મેહથી એ શક્તિ કુંઠિત થાય તે નિયમનું સ્વરૂપ કે તેની મર્યાદા ભૂલાઈ જાય. આ પ્રમાણે ઉદભવતું વિસ્મરણ તે “મૃતિ-અન્તર્ધાન” છે. આ અતિચાર તે સર્વ વ્રતે આશ્રીને સંભવે છે તે પછી આને પ્રથમ ગુણવ્રતના જ અતિચાર તરીકે કેમ અત્ર ગણાવેલ છે? આને ઉત્તર એ છે કે દરેક વ્રતના પાંચ પાંચ અતિચાર ગણાવવા છે તે એ પાંચની સંખ્યા પૂરી પાડવા માટે એને અત્ર નિર્દેશ કરાયો છે. આ કથનના સમર્થનાથે અર્થદીપિકાના ૧૦૮મા પત્રગત નિમ્ન-લિખિત પંક્તિ રજુ કરવામાં આવે છે – " अयं चातिचारः सर्वव्रतसाधारणोऽपि पञ्चसङ्ख्यापूरणार्थमत्रोपात्तः । ". ઊર્ધ-વ્યતિક્રમનું લક્ષણ– पर्वततरुशिखरारोहणविषयकृतनियमस्यातिक्रमरूपत्वमूर्ध्वव्यति - મારા હૃક્ષણ (૨૦) અર્થાત્ પર્વત કે ઝાડની ટોચ ઉપર ચઢવા સંબંધી જે નિયમ લીધે હાય-ઊંચાઈને લગતી જે મર્યાદા બાંધી હોય તેનું (લેભાદિક વૃત્તિથી) ઉલ્લંઘન કરવું તે “ઊર્ધ-વ્યતિક્રમ” છે. ૧ સરખા તત્વાર્થ (અ. ૭ )નું નિમ્નલિખિત ૨૫ મું સૂત્ર -- safષreasuતાક્ષેરિકૃaષરાજન ! ” . આ સૂત્રમાં તેમજ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વગેરેમાં પણ ગ્રંથકારે નિર્દેશે ક્રમ જોવાતું નથી, એથી એમણે શા આધારે યોજ્યો છે તે જાણવું બાકી રહે છે. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy